કોરોનાની ત્રીજી લહેર નહીં આવે એવું વિચારીને કરી રહ્યા છો આ ૪ ભુલો, તો પડી શકે છે ભારે

કોરોના વાયરસ મહામારીએ દરેક લોકોની જિંદગી બદલી નાખે છે. ભારતમાં આવેલી તેની પહેલી અને બીજી લહેરથી ખુબ જ તબાહી થઇ હતી. કોઈએ પોતાના પરિવારજનો ખોઈ દીધા તો કોઈએ આ દુઃખ અને તકલીફને ખુબ જ નજીકથી જોયું છે. તેમાં જરૂરી છે કે દરેક વ્યક્તિ આ વાયરસથી પોતાને બચાવે, જેના માટે સરકાર થી લઈને ડોક્ટર દ્વારા લોકોને જણાવ્યું છે કે તેઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે છે. માસ્ક તેમાં મહત્વ રોલ નિભાવે છે. કારણ કે માસ્ક પહેરવાથી સંક્રમણનો ખતરો ઘણો બધો ઘટી જાય છે.

વળી બાકીની ચીજોનાં સહયોગથી અને ડોક્ટર્સની દિવસ-રાતની મહેનતથી કોરોનાને ખુબ જ કંટ્રોલ કરી લેવામાં આવે છે. પરંતુ તેની ત્રીજી લહેર કોઈ પણ સમય આવી શકે છે. કારણ કે વિશેષજ્ઞો તેની સંભાવના પહેલાથી જ વ્યક્ત કરી ચુક્યા છે. તેમ છતાં પણ જોવામાં આવી રહ્યું છે કે અમુક લોકો ખુબ જ મોટી ભુલ કરી રહ્યા છે, જે કોરોનાને મોટા સ્તર પર ફેલાવવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ તે ભુલો વિષે જે આપણે કરવાથી બચવું જોઈએ.

બાળકો પર ધ્યાન ન આપવું

ઘણા લોકો પોતાના બાળકોને લઈને બેદરકાર બની ગયા છે, જે રીતે તેઓ પહેલા પોતાના બાળકો પર ધ્યાન આપી રહ્યા હતા, તેવું હવે આપી રહ્યા નથી. પહેલા બાળકોને માસ્ક પહેરાવતા હતા, સમય-સમય પર હાથ સાફ કરાવતા હતા, સામાજિક અંતરનું પાલન કરાવતા હતા વગેરે. પરંતુ હવે જોવામાં આવી રહ્યું છે કે મોટાભાગનાં માતા-પિતા પોતાના બાળકોને લઈને પહેલા જેવું ધ્યાન આપી રહ્યા નથી. વળી આપણે તે સમજવાનું રહેશે કે કોરોના ની ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક જણાવવામાં આવી રહેલ છે.

ભુલી ગયા વારંવાર હાથ ની સફાઈ

કોરોના ની પહેલી લહેરનાં સમયે લોકો હાઇઝીન પ્રત્યે ચિંતિત હતા. સમય-સમય પર હેન્ડ સેનિટાઈઝર અથવા સાબુથી પોતાના હાથને સાફ કરતા હતા, ઘરે લાવેલ સામાનને પણ સેનિટાઈઝ કરતા હતા, ઘરે જઈને સ્નાન કરતા હતા વગેરે. પરંતુ હવે જોવામાં આવી રહ્યું છે કે લોકો આ બધું ભુલી ગયા છે.

ભીડભાડવાળી જગ્યા પર જવાનું શરૂ

ઘણા લોકોને લાગી રહ્યું છે કે તેમની આસપાસ કોરોના કેસ નથી આવી રહ્યા તો હવે કોરોના ખતમ થઈ ચુકેલ છે. એટલા માટે તેઓ ભીડભાડવાળી જગ્યાઓ પર જવા લાગ્યા છે, પરિવાર અને મિત્રોની સાથે ફરવા માટે જઈ રહ્યા છે, બજારમાં તથા અન્ય જગ્યાઓ પર ફરી રહ્યા છે, સામાજિક અંતરને ભુલી ચુક્યા છે વગેરે. આવી ભુલો કરવી તમારા અને તમારા પરિવારને પરેશાનીમાં મુકી શકે છે.

માસ્ક ન પહેરવું

ઘણા લોકો માસ્ક પહેલાથી જ યોગ્ય રીતે પહેરી રહ્યા ન હતા, તો વળી હવે લોકોએ માસ્ક પહેરવાનું છોડી દીધું છે. વળી ઘણા લોકો માસ્ક કોરોનાથી બચવા માટે નહીં પરંતુ ફક્ત ચલણ થી બચવા માટે પહેરે છે. આપણે તે સમજવાનું રહેશે કે કોરોના આપણી વચ્ચે છે અને કોઈ પણ સમય વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલા માટે પોતે માસ્ક પહેરો અને અન્ય લોકોને પણ માસ્ક પહેરવા માટે કહો.