દૂરદર્શન પર હાલના સમયે ૯૦ ના દશકની લોકપ્રિય સિરિયલ રામાયણ અને મહાભારત ફરીથી પ્રસારિત થઇ રહેલ છે. રામાયણની લોકપ્રિયતાને હજુ પણ જોવા મળી રહી છે. ૧૪ માં સપ્તાહની ટીઆરપી રેટિંગ રજૂ કરવામાં આવી છે તેમાં રામાયણ નો જલવો જોવા મળી રહ્યો છે. તે નંબર વન શો જળવાઈ રહેલ છે. ફક્ત એટલું જ નહીં દૂરદર્શને બધી ચેનલોને ફરીથી પછાડીને સતત બીજીવાર નંબર-૧ ચેનલની રેન્ક પ્રાપ્ત કરેલ છે. અહી અમે તમને ૧૪ માં સપ્તાહની ટોપ-૫ શો વિશે બતાવવા જઈ રહ્યા છીએ.
નંબર-૧ પર રામાયણ
સૌથી પહેલા નંબર પર આ સમયે રામાનંદ સાગરની રામાયણ ચાલી રહી છે. લોકડાઉન દરમિયાન જો સૌથી વધારે કોઈ સીરીયલ જોવામાં આવી રહી હોય તો તે રામાયણ છે. દિવસમાં બે વખત તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
નંબર-૨ પર મહાભારત
બીજા નંબરના શોની વાત કરીએ તો બીઆર ચોપડાનું મહાભારત આ નંબર પર રહેલું છે. રામાયણ બાદ જો કોઈ શો દર્શકોને હાલના સમયમાં સૌથી વધારે પસંદ આવી રહ્યો હોય તો તે મહાભારત જ છે. ડીડી ભારતી પર તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ હાલમાં જ દુરદર્શન તરફથી લોન્ચ કરવામાં આવેલ ડીડી રેટ્રો ચેનલ ઉપર પણ તેનું પ્રસારણ થાય છે.
નંબર-૩ પર પ્યાર કી લુકા છુપી
ત્રીજા નંબર પર આ સમયે પ્યાર કી લુકા છુપી નામની સિરિયલ ચાલી રહી છે. જેનું પ્રસારણ દંગલ ચેનલ પર થાય છે. રાહુલ શર્મા અને અપર્ણા દીક્ષિત આ સીરિયલમાં લીડ ભૂમિકાઓમાં નજર આવી રહ્યા છે. બંને વચ્ચેની પ્રેમ કહાની પર આધારિત આ સીરિયલને દર્શકોને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને રામાયણ કથા મહાભારત બાદ લોકપ્રિયતાની બાબતમાં તે ત્રીજા નંબર પર બની રહેલ છે.
નંબર-૪ પર મહિમા શનિદેવ કી
દંગલ પર પ્રસારિત થતો શો મહિમા શનિદેવ કી આ સમયે ચોથા નંબર પર રહેલ છે. દયાશંકર પાંડે તરફથી શનિદેવનું પાત્ર આ શોમાં ભજવવામાં આવેલ છે. દંગલ ચેનલ પર બીજી વખત તેનું ટેલીકાસ્ટ હાલના સમયે થઇ રહ્યું છે. વર્ષો બાદ પરત ફર્યા બાદ પણ દર્શકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે.
નંબર-૫ પર બાબા ઐસા વર ઢૂંઢો
દંગલનો જ એક વધારે શો બાબા એસા વર ઢૂંઢો હાલના સમયે પાંચમાં નંબર પર ચાલી રહ્યો છે. વર્ષ ૨૦૧૦માં તેનું પ્રસારણ કરવામાં આવેલ હતું અને ૨૦૧૨માં તે બંધ થઈ ગયો હતો. હવે દંગલ પર તે ફરીથી પ્રસારિત થઇ રહ્યો છે.
શક્તિમાને પણ બનાવી પોતાની જગ્યા
GEC કેટેગરી અંતર્ગત અહીંયા બતાવવામાં આવેલ ટોપ-૫ શોના આંકડા છે. જોકે હિન્દી GEC રૂરલ અને અર્બન પર નજર કરવામાં આવે તો આ બંને કેટેગરીમાં આ સમયે રામાયણ નંબર એક પર જ બનેલ છે. વળી હિંદી GEC અર્બનમાં હાલના સમયમાં શક્તિમાન ચોથા નંબર પર ચાલી રહેલ છે. રામાયણ અને મહાભારતની સાથે આને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ચેનલમાં નંબર એક પર દુરદર્શન અને બીજા નંબર પર દંગલ છે.