તાજેતરમાં જ અમેરિકાની સરકાર દ્વારા કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે વૈશ્વિક ગઠબંધનનો ભાગ ન બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની વેક્સિન માટે અમેરિકા એકલા જ શોધ કરી રહ્યું છે. theguardian.com ના રિપોર્ટ અનુસાર ટ્રમ્પની સરકાર “અમેરિકા ફર્સ્ટ” ની નીતિ વેક્સિનની વૈશ્વિક શોધ માટે મુશ્કેલીઓ પેદા કરી રહી છે.
બ્રિટન, ચીન, કેનેડા, તુર્કી, સાઉદી અરબ, જાપાન સહિત ઘણા દેશોએ પાછલા સપ્તાહમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ગેટ્સ ફાઉન્ડેશન અને યુરોપિયન કમિશનની સાથે મળીને વેક્સિન પર કામ કરવા માટે વર્ચ્યુઅલ ગ્લોબલ સમિટનું આયોજન કર્યું છે. પરંતુ અમેરિકા તરફથી તેમાં કોઇ ભાગ લેવામાં આવ્યો નથી. આ સમય દરમિયાન વેક્સિનની ખોજ માટે ૮ બિલિયન ડોલર ફંડ એકઠું કરવામાં આવ્યું હતું.
વળી ટ્રમ્પે પાછલા સપ્તાહમાં એવું પણ કહ્યું કે કોરોના મહામારી કોઈપણ વેક્સિન વગર જ દૂર થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે આશા છે કે એક સમય બાદ આ મહામારી ચાલી જશે અને આપણે ફરીથી તેનો સામનો નહીં કરવો પડે. કોરોનાને હરાવવા માટે વેક્સિન ની જરૂરિયાત ન હોવાના ટ્રમ્પ નાં નિવેદન બાદ અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપવી પડી છે કે દેશમાં અત્યાધુનિક લૅબ હોવા છતાં પણ અમેરિકાનાં લોકો માટે વેક્સિન તૈયાર કરવા માટેનું કામ ધીમું પડી શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રેકોર્ડ સમયમાં કોરોનાની ઘણી વેક્સિન દુનિયામાં તૈયાર થઈ શકે છે .તેમાં અમેરિકાના એક્સપર્ટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની ક્ષમતા રાખે છે. પરંતુ અમેરિકાની સરકાર દ્વારા વૈશ્વિક ગઠબંધનમાં ભાગ ન લેવાને કારણે વેક્સિનની શોધ ધીમી પડી શકે છે.
અમેરિકા કોરોના વાયરસની રસી જાતે એકલા હાથે બનાવવાની કોશિશ કરી રહ્યું છે અને અમેરિકાની કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન કરવા માટેની પણ તૈયારીઓ કરી રહી છે. પરંતુ theguardian.com ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ વર્ષોથી વેક્સિનેશન ને લઈને ખોટું બોલતા રહ્યા છે. વળી જ્યારે વૈશ્વિક ગઠબંધન વેક્સિન માટે એક થઈને કામ કરી રહ્યા છે ત્યારે ટ્રમ્પ પોતાના જમાઈ જરેદ ક્રુશનર અને અન્ય લોકોના નેતૃત્વમાં વેક્સિન તૈયાર કરવાની કોશિશ કરી રહ્યા છે. જેને અમેરિકી સરકારે “ઓપરેશન વાર્પ સ્પીડ” નામ આપ્યું છે.
સેન્ટર ફોર સ્ટ્રેટેજીક ઇન્ટરનેશનલ સ્ટડીઝ માં ગ્લોબલ હેલ્થ પ્રોગ્રામ ચલાવવા સ્ટીફન મોરિસન કહે છે કે અમેરિકાએ સંકેત આપ્યા છે કે તે ૪ જૂનના રોજ વેક્સિન પર થનાર લોક ગ્લોબલ સમિટમાં પણ ભાગ નહીં લે. એવું લાગી રહ્યું છે કે “અમેરિકા ફર્સ્ટ” નીતિ નક્કી કરવામાં આવેલ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલ કોશિશોને નુકસાન થાય છે, તણાવ ઉત્પન્ન થાય છે, અનિશ્ચિતતા અને અસુરક્ષા પણ વધે છે. મોરિસન તેને ખતરો બતાવે છે.