બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનને હાલમાં જ પોતાનો ૩૪મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેમણે બોલિવૂડમાં વર્ષ ૨૦૧૪માં ડેબ્યૂ કર્યું હતું. તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતી થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે ટાઇગર શ્રોફ હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં, પરંતુ કૃતિ સેનને ક્યારેય પણ પાછળ વળીને જોયું નહીં અને આગળ તેમણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મો આપી. કૃતિ સેનને લુકા છુપી, દિલવાલે, બરેલી કી બરફી, હાઉસફુલ-૪ અને રાબતા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો.
જણાવી દઈએ કે કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ રાબતામાં એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ થી બંનેના ડેટિંગની ખબરો સામે આવવા લાગી. બંનેને ઘણી વખત મિડિયાને પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. પરંતુ સુશાંત અને કૃતિ સેનને ક્યારેય પણ આ ખબરોને હવા આપી નહીં, જોકે બન્ને રિલેશનશિપમાં હતાં તે વાત જગજાહેર છે. તેમના રિલેશનશિપ દરમિયાનનો એક વિડિયો આજે કૃતિ સેનનનાં જન્મદિવસ ના ખાસ અવસર પર વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો જાણીએ કે આખરે શું છે એક વીડિયોમાં.
જુઓ કૃતિ અને સુશાંતનો ખાસ વીડિયો
What a gentleman!!! pic.twitter.com/PRCYf6g4N8
— dibyendu pal (@dibyend46157338) July 26, 2020
યાદ અપાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદથી સુશાંત અને કૃતિ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. તેમાંથી જ એક વિડીયો વર્ષ ૨૦૧૭નો છે, જે કૃતિ સેનન અને સુશાંતની ફિલ્મ રાબતા ના પ્રમોશન દરમિયાનનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા સુશાંત અને કૃતિ સ્ટેજ પર આવે છે. પછી સુશાંત પોતાની સીટ પર બેસી જાય છે પરંતુ કૃતિ બેસી શકતી નથી અને તે સુશાંતને કંઈક ઈશારો કરે છે.
કૃતિનાં ઇશારા સુશાંત તેમની સામે આવીને ઊભા રહી જાય છે. ત્યારબાદ કૃતિ પોતાની સીટ પર જઈને બેસી જાય છે. એક્ટ્રેસને આ વીડિયોમાં મિનિ સ્કર્ટમાં જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની સ્કર્ટને કારણે તે સમયે કૃતિ કેમેરાની સામે થોડી અસહજ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની અસહજતાને જોઈને સુશાંત તેમની આગળ ઊભા રહી ગયા હતા. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો સુશાંતનાં વ્યવહારની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
અંતિમ સંસ્કારમાં કૃતિ થઈ હતી સામેલ
સુશાંતનાં નિધન બાદ તેના અંતિમ સંસ્કારમાં બોલીવુડના અમુક જ સેલિબ્રિટી સામેલ થયા હતા, તેમાંથી એક કૃતિ સેનન પણ હતી. આ વિશે સુશાંત પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અંતિમ સંસ્કાર દરમિયાન ફક્ત કૃતિ સેનન મારી પાસે આવી હતી અને મને હિંમત આપી હતી.
સુશાંતનાં પિતાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા દીકરાના અંતિમ સંસ્કારમાં ખૂબ જ ઓછા લોકો આવ્યા હતા, પરંતુ ફક્ત કૃતિ એવી હતી જે મારી પાસે આવી હતી. જોકે અમે વાત કરી હતી નહીં, પરંતુ તે મને દિલાસો આપવા માટે બોલતી હતી અને હું સાંભળતો હતો. જણાવી દઈએ કે કૃતિ સેનન અને સુશાંત એકબીજાની ખૂબ જ નજીક હતા. જોકે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. પછી બંને ખૂબ જ સારા મિત્ર હતા.
દિલ બેચારા જોયા બાદ કૃતિએ લખીને ઈમોશનલ પોસ્ટ
જણાવી દઈએ કે હાલમાં જ કૃતિ સેનને સુશાંત માટે એક ભાવુક પોસ્ટ લખીને સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. હકીકતમાં કૃતિએ સુશાંતની છેલ્લી ફિલ્મ જોયા બાદ આ પોસ્ટ લખી. કૃતિએ લખ્યું હતું કે, ઘણી જગ્યાએ મેં તમને આ ફિલ્મમાં જોયા કે તમે આટલા પળોમાં ફરીથી જીવંત બની ગયા. આ પોસ્ટમાં કૃતિ આગળ લખે છે કે, જાણ છે કે તમે કઈ જગ્યાએ પોતાને આ પાત્રમાં ઉમેર્યા છે અને હંમેશાની જેમ, તમારી સૌથી જાદુઈ ચીજ – મૌન… તે બિટ્સ જ્યાં તમે કંઈ ના કહ્યું અને તેમ છતાં પણ ઘણું બધું કહી દીધું.