ગમે તે થઈ જાય પણ તુલસીનાં છોડને આ ૩ જગ્યાએ ક્યારેય રાખવો જોઈએ નહીં, દુર્ભાગ્યને આમંત્રણ મળે છે

Posted by

તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં મળી આવે છે. તુલસીનો છોડ બુધનું પ્રતિનિધિત્વ કરે છે. જે ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે. ઘણા ઘરમાં તુલસીની પુજા પણ કરવામાં આવે છે. પરંતુ જો તુલસીને યોગ્ય જગ્યા પર ન રાખવામાં આવે તો તે અશુભ ફળ આપે છે. તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપુર હોવાની સાથો સાથ લોકોની આસ્થાનું પ્રતીક પણ છે. હિન્દુ ધર્મમાં લોકો તુલસીની પુજા કરે છે. એટલા માટે લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળી આવે છે. પરંતુ શું તમે તુલસીનો છોડ રાખવાની યોગ્ય દિશા વિશે જાણો છો? વળી જો તુલસીને ઘરમાં આ ત્રણ જગ્યા પર રાખવામાં આવે તો તેનાથી ઘર ઉપર તેનો અશુભ પ્રભાવ જોવા મળે છે અને ઘરમાં ગરીબી આવે છે.

Advertisement

નાનું ઘર હોવાને લીધે તથા બાલ્કની ન હોવાને લીધે ઘણા લોકો તુલસીના છોડને પોતાની છત ઉપર રાખે છે. વાસ્તુ અનુસાર તુલસીના છોડને છત ઉપર રાખવાથી દોષ લાગે છે. પોતાની કુંડળીમાં બુદ્ધની સ્થિતિ વિશે જરૂર જાણી લેવું જોઈએ. જે લોકોનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે અને તે લોકો તુલસીના છોડને છત ઉપર રાખે છે, તો તેમને આર્થિક નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. તે સિવાય અમુક અન્ય વાત ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. જો તમે પોતાના ઘરના તુલસીના છોડને છત ઉપર રાખેલ છે, તો નિશ્ચિત રૂપથી તમારા ઘરની ઉત્તર દિશામાં કીડીઓ નીકળવાની શરૂ થઈ જશે. ઉત્તર દિશામાં કોઈને કોઈ જગ્યાએ તિરાડો પડવાની શરૂઆત થઈ જશે.

જે લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે ત્યાં પક્ષીઓ અથવા કબુતર પોતાનો માળો બનાવી લેતા હોય છે. તેને ખરાબ કેતુની નિશાની માનવામાં આવે છે. જે લોકોના ઘરની છત ઉપર તુલસીનો છોડ રાખવામાં આવેલ હોય છે, સામાન્ય રીતે તેમની કુંડળીમાં એક દોષ મળે છે જેને પ્રાકૃત દોષ કહેવામાં આવે છે. પ્રાકૃતથી જે ઋણ અથવા દોષ આપણને મળે છે તેને પ્રાકૃત દોષ કહેવામાં આવે છે અને તેનો સીધો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે.

તમારા ઘરની દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે, એટલા માટે આ દિશામાં ભુલથી પણ તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં. જો તમે જાણતા અજાણતામાં આવું કરો છો તો તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલતા સમય લાગતો નથી. તેના દોષ પ્રભાવથી ઘરમાં ગરીબી આવા લાગે છે અને પતિ પત્નીની વચ્ચે ઝઘડા થવા લાગે છે.

વાસ્તુ શાસ્ત્રી જણાવે છે કે તુલસીનો છોડ પુર્વ દિશામાં રાખવો જોઈએ નહીં. તેનાથી વેપારમાં નુકસાન થાય છે, જેનું ખરાબ પરિણામ તમારા સમગ્ર પરિવાર ઉપર પડે છે.

તુલસીનાં છોડને ઘરના આંગણ, કેન્દ્ર અથવા ઘરની પુર્વતર અથવા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. આ દિશાઓ ઈશ્વરની દિશામાં માનવામાં આવે છે અને તુલસીના છોડને આ જગ્યા પર લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ બાલ્કની અથવા બારીની ઉત્તર અથવા ઉત્તર પુર્વ દિશામાં પણ લગાવી શકો છો. કહેવામાં આવે છે કે તુલસીની સાથે કાંટાવાળા છોડ રાખવા જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પુર્વ દિશા ધનના દેવતા કુબેરની દિશામાં માનવામાં આવે છે એટલા માટે આર્થિક સમૃદ્ધિ માટે તુલસીના છોડને ઉત્તર પુર્વ દિશામાં લગાવો જોઈએ. તુલસીના છોડની દરરોજ પુજા અવશ્ય કરવી જોઈએ. માન્યતા છે કે તુલસીના છોડમાં સાંજના સમયે દીવો પ્રગટાવવાથી મહાલક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. વાસ્તુદોષને તુલસીનો છોડ ખતમ કરે છે. જ્યાં તુલસીનો છોડ લગાવેલો હોય છે ત્યાં સાફ સફાઈ નું અવશ્ય ધ્યાન રાખો.

તુલસીનો છોડ જો તમારા ઘરમાં છે તો તમારે અમુક વાતોનું મુખ્ય રૂપથી ધ્યાન રાખવું જોઈએ. જેમકે અગિયારસ, રવિવાર અને ચંદ્રગ્રહણનાં દિવસે તુલસીનાં પાન તોડવા નહીં. આવું કરવાથી દોષ લાગે છે. તુલસીનો સેવન કરવાથી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે. તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને નદી અથવા કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. જો આવું શક્ય ન હોય તો છોડને કુંડા ની માટીમાં જ દબાવી દેવો જોઈએ.

Advertisement

Leave a Reply

Your email address will not be published.