હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પુજનીય માનવામાં આવે છે. તુલસીનાં છોડને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેની પુજા કરવામાં આવતી હોય છે, તે ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્ય આવતું નથી. આવા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તુલસીની પુજા દરરોજ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે સિવાય તુલસી નકારાત્મકતાને પણ દુર કરે છે.
તુલસીનો છોડ લગાવેલો હોય છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એટલે કે ત્રિદેવ નિવાસ કરે છે અને તુલસીની પુજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ દુર થઈ જાય છે, જેવી રીતે સુર્યનો ઉદય થવા પર અંધકાર નષ્ટ થઈ જાય છે.
તુલસીના છોડનું ખુબ જ મહત્વ છે. તુલસીના છોડને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખુબ જ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુની પુજામાં પ્રસાદ ચઢાવવામાં આવતો નથી. માન્યતા છે કે તુલસી ઉપર જળ અર્પિત કરવું ખુબ જ શુભ હોય છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. શું તમે જાણો છો કે ઉપર જળ ચડાવતા સમયે એક મંત્ર બોલવો જોઈએ, જેનાથી ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર જો તુલસી ઉપર જણાવતા સમયે “ૐ-ૐ” મંત્રનો ૧૧ અથવા ૨૧ વખત જાપ કરવામાં આવે તો ખરાબ નજરથી બચાવ થાય છે અને સાથોસાથ ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.
વિષ્ણુ ભગવાનની પુજામાં તુલસી ચડાવવા જરૂરી હોય છે, એટલા માટે તુલસીના પાન તોડતા સમયે ॐ सुभद्राय नम:, मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी,नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते।। મંત્રનો જાપ કરો. તેનાથી પુજાનું ફળ બમણું મળશે.
જીવનમાં સફળતા મેળવવા માટે महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी, आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।। મંત્રનો જાપ કરો. તેનાથી પ્રગતિના નવા રસ્તા ખુલી જશે.
જો કોઈની નજર લાગી ગઇ હોય તો તેના પગ થી માથા સુધી ૭ તુલસીનાં પાન લઈને ૨૧ વખત ઉતારી લો. ત્યારબાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો, તેનાથી ખરાબ નજર દુર થઈ જશે.
ભગવાન વિષ્ણુને તુલસી ચઢાવતા સમયે તેમાં ચંદન લગાવો. તેનાથી વિષ્ણુ પ્રસન્ન થાય છે. આવું કરવાથી ઘરમાં બરકત પણ રહે છે. તુલસીની પુજા કરતા સમયે શુદ્ધ દેશી ઘી નો દીવો જરૂરથી પ્રગટાવો, તેનાથી નકારાત્મકતા દુર થાય છે અને સકારાત્મકતા વધે છે. સાથોસાથ ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે.