ટીવી ઇંડસ્ટ્રીની આ વહુઓ પણ આ વર્ષે કરી શકે છે લગ્ન, બધાએ નક્કી કરી રાખેલ છે પોતાનો દુલ્હો

Posted by

બોલીવુડ હોય કે પછી ટીવી ઇન્ડસ્ટ્રી સ્ટારનાં લગ્નને લઈને તેમના ફેન્સ વચ્ચે જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. થોડા દિવસો પહેલા ટીવી એક્ટ્રેસ દિશા પરમાર બોલીવુડ સિંગર રાહુલ વૈદ્ય સાથે સાત ફેરા લઈને લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ. વળી ટીવી જગતમાં ઘણી બીજી એક્ટ્રેસીસ પણ છે, જેમની ઉંમર લગ્ન કરવાની થઈ ગઈ છે. કોઈ ની ઉંમર ૩૦ વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે તો અમુકની ૪૦ વર્ષની થવા આવી છે. ખાસ વાત એ છે કે આ બધા પોતાના લવ પાર્ટનર ની શોધ કરી ચુકી છે અને કોઈપણ સમયે લગ્ન કરી શકે છે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે લાંબા સમયથી બિઝનેસમેન વિકી જૈન ને ડેટ કરી રહી છે. વિકી જૈન સાથે પોતાના રિલેશનને અંકિતાએ ક્યારેય છુપાવ્યો નથી. અંકિતાએ પોતે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપુત સાથે બ્રેકઅપનાં આઘાત માંથી બહાર આવવામાં વિકીએ તેમની મદદ કરી હતી. ગયા વર્ષે અંકિતા અને વિકી ની ગુપચુપ સગાઇ ની ખબર પણ આવી હતી. જોકે ૩૬ વર્ષની અંકિતાએ હજુ સુધી વિકી સાથે લગ્ન કર્યા નથી.

હિના ખાન

ટીવીની ફેવરેટ વહુ “અક્ષરા” નું કિરદાર હિના ખાને ૮ વર્ષ સુધી પ્લે કર્યું હતું. આ સીરિયલનાં સેટ પર હિનાની મુલાકાત રોકી જાયસવાલ સાથે થઈ હતી. હિના ખાન અને રોકી જાયસવાલની જોડી સૌથી ચર્ચિત જોડી માંથી એક છે. ૩૩ વર્ષની થઈ ચુકેલી હિના ખાન અને રોકી એ હજુ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ તેમનો પ્રેમ બધા માટે ઉદાહરણ છે. ફેન્સ એવું ઈચ્છે છે કે આ બંને જલ્દી થી જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જાય.

જાસ્મીન ભસીન

સ્વીટ અને બબલી એક્ટ્રેસ જાસ્મીન ભસીન એક્ટર એલી ગોનીને ડેટ કરી રહી છે. જાસ્મીન અને એલી ની જોડી ફેન્સ વચ્ચે ઘણી પોપ્યુલર છે. “બીગ બોસ 14” દરમિયાન જ એલી અને જાસ્મીને પોતાના રિલેશનને ઓફિસિયલ કર્યા હતા. ફેન્સ ઈચ્છે છે કે આ બંને જલ્દી જ લગ્ન કરી લે. જોકે હાલમાં તે પોતાના રિલેશનને ટાઈમ આપવા ઈચ્છે છે. રિપોર્ટ પ્રમાણે તો જાસ્મીન અને એલી હાલનાં દિવસોમાં લિવ ઇનમાં રહે છે.

પવિત્ર પુનિયા

તે તો દરેક જાણે છે કે ગ્લેમરસ અને બ્યુટીફુલ પવિત્ર પુનિયા પણ હવે સિંગલ નથી. “બીગ બોસ 14” દરમિયાન પવિત્ર પુનિયા અને હેન્ડસમ હંક એજાઝ ખાન વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થઇ હતી. ત્યારથી બન્નેનો રિલેશન સમાચારોમાં છવાયેલો છે. હવે ફેન્સને તેમના લગ્નની રાહ છે.

એરિકા ફર્નાન્ડિઝ

“કસોટી” ની પ્રેરણા એટલે કે એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ ઘણી પ્રાઇવેટ પર્સન છે. છેલ્લા ૪ વર્ષથી એરિકા ઇન્ડસ્ટ્રીની બહાર બિઝનેસમેન રાહુલને ડેટ કરી રહી છે. એરિકા ૨૮ વર્ષની થઇ ચુકી છે. એરિકા હાલમાં લગ્ન કરવા ઈચ્છતી નથી અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઈચ્છે છે.

દેવોલિના ભટ્ટાચાર્જી

દેવોલિના ભટ્ટાચાર્જીએ નાના પરદાની બધાની ફેવરિટ વહુ ‘ગોપી વહુ” નું કિરદાર નિભાવ્યું છે. જોકે રિયલ લાઇફમાં દેવોલિના પણ હજુ સુધી બહુરાણી બનવાથી બચેલી છે. ૩૫ વર્ષની દેવોલિના વિદેશી બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે. જો કે દેવોલિના એ હજુ સુધી ફેન્સને પોતાના બોયફ્રેન્ડ વિશે કંઈ જણાવ્યું નથી. અને પોતાના બોયફ્રેંડનાં નામનો ખુલાસો પણ કર્યો નથી. વળી દેવોલિના આ વર્ષમાં લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *