ટીવી ની સંસ્કારી વહુ બની ગઈ મોર્ડન, શોર્ટ ડ્રેસમાં લગાવ્યા ઠુમકા, જુઓ વિડિયો

“દિયા ઔર બાતી હમ” ની સંધ્યા બહુ એટલે કે દીપિકા સિંહ અવારનવાર પોતાના ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે દીપિકાને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. એ જ કારણ છે કે જ તે સોશિયલ મીડિયા પર પોતાની મોટાભાગની પોસ્ટમાં ડાન્સ વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ દીપિકાએ પોતાનો એક ડાન્સ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ડાન્સ વીડિયોમાં તે કાળા રંગના ડ્રેસમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. આ ડ્રેસમાં નાચતા સમય દીપિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને તેનો આ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોને શેર કરતા તેણે કેપ્શન માં લખ્યું છે કે, “નાના વાળ પ્રત્યે પ્રેમ”. દીપિકાનો આ વિડિયો અત્યાર સુધીમાં ૬૦ હજારથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. એક સમયે ટીવી પર સંસ્કારી અવતારમાં નજર આવતી સંધ્યા બહુ ને આ ગ્લેમરસ અને મોર્ડન અંદાજમાં જોવી ખૂબ જ રિફ્રેશિંગ રહેશે. તો ચાલો હવે જરા પણ મોડું કર્યા વગર તેના વિડિયો જોઈએ.

આ વિડીયો સિવાય દીપિકાએ પોતાની અમુક ગ્લેમરસ તસ્વીરો પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં દીપિકા બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં ગજબની સુંદર દેખાઈ રહી છે. આ ફોટો એની ખાસ વાત એ છે કે તેમાં તે સ્વીટ ને બદલે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને શેર કરતા તેણે લખ્યું છે કે, “ઘણા લાંબા સમય બાદ સેલ્ફી લીધી.”

દીપિકાએ આ સેલ્ફી કારમાં બેસીને લીધી છે. તેનો આ અવતાર પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં ૯૬ હજારથી વધારે લોકોએ લાઇક કરેલ છે. વળી તમને દીપિકાની આ તસ્વીરો કેવી લાગી તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.

કામની વાત કરવામાં આવે તો દીપિકા સિંહ “દિયા ઔર બાતી હમ” સિરીયલ માં સંધ્યા બહુ બનીને ઘરે ઘરે ફેમસ થઇ હતી. વળી તે “કવચ” સીરીયલ માં પણ જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ વધારે છે. અહીં તેને ૧૫ લાખથી વધારે લોકો ફોલો કરે છે. ખાસ કરીને લોકોને તેના ડાન્સ વિડીયો ખૂબ જ પસંદ આવે છે.

વળી, તમને લોકોને દીપિકાનાં આ ડાન્સ વિડીયો કેવા લાગ્યા તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. સાથોસાથ આ પ્રકારનાં દિલચસ્પ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.