ઊભા રહીને પાણી પીવાથી કિડની અને હ્રદય રોગનો વધી જાય છે ખતરો, જાણો પાણી પીવાની યોગ્ય રીત

Posted by

પાણી એટલે કે જળ આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે અને તેના સિવાય જીવનની કલ્પના પણ અશક્ય લાગે છે. બધાને ખબર છે કે દરેક વ્યક્તિને દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. જેથી તેનું શરીર નિરોગી અને સ્વસ્થ રહે. પર્યાપ્ત પાણી પીવાથી શરીરના હાનિકારક તત્વો મળમૂત્રના રસ્તે નીકળી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા દ્વારા પાણી પીવાની ખોટી રીત તમને મુશ્કેલીમાં પાડી શકે છે. ઉભા રહીને પાણી પીવાથી પાચન તંત્રને તો નુકસાન પહોંચે જ છે સાથે હૃદય અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે.

જો તમે પણ ઊભા રહીને પાણી પીતા હોય તો તમારે તમારી આ આદત સુધારવાની જરૂર છે. તમે હંમેશા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે બેસીને શાંતિથી પાણી પીવું જોઈએ. ખરેખર વિજ્ઞાન કહે છે કે બેસવાથી આપણી માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ રિલેક્સ થઇ જતા હોય છે અને ત્યારે પાણી પીવાથી શરીરને ફાયદો મળે છે. પરંતુ અમુક લોકો ઉતાવળે ઉભા રહીને અથવા તો ચાલતા ફરતા પાણી પીવે છે.

તેમની આ આદત તેના સ્વાસ્થ્ય ને તો નુકસાન પહોંચાડે જ છે અને સાથે ઘણા અંગોના કામ કરવામાં પણ અવરોધ ઊભો કરે છે. જો તમે પણ ઉભા રહીને પાણી પીવાના નુકશાન થી અજાણ હોય તો આજે અમે તમને આની સાથે જોડાયેલા ઘણા તથ્યો  કહેવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઉભા રહીને પાણી પીવાથી થતા નુકસાન

  • ઉભા રહીને પાણી પીવાથી પાણી કિડનીમાં સાફ થયા વગર જ શરીરની બહાર નીકળી જાય છે. જેને કારણે પાણીમાં હાજર હાનિકારક પદાર્થ તમારા શરીરમાં ફેલાઇ શકે છે. આ સ્થિતિમાં પાણી કિડનીમાં ગળાયા વગર જ બહાર નીકળી જાય છે. પરિણામે કિડનીમાં ઘણા પ્રકારના ઇન્ફેક્શન થતા હોય છે.
  • ઉભા રહીને પાણી પીવાથી એસીડીટી, ગેસ કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાચન તંત્રને સ્વસ્થ રાખવા અને પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માટે પાણી જમીન પર બેસીને ધીમે ધીમે પીવું જોઈએ.

  • ઉભા રહીને પાણી પીવાથી, પાણી ઈસોફેગસ દ્વારા ઝડપથી પેટમાં પહોંચે છે. તમારા પેટ પર અતિ પ્રેશર પડે છે. પેટ પર પ્રેશર પડવાથી પેટ તેની આસપાસથી જગ્યાઓ અને ડાયજેસ્ટિવ સિસ્ટમને હાનિ પહોંચે છે.
  • પાણી ઝડપથી પેટમાં પહોંચવાને કારણે પાણીની ઇમ્પ્યુરિટી બ્લેડરમાં જમા થાય છે જેથી કિડનીને ગંભીર નુકસાન પહોંચે છે.
  • પાણી ઝડપથી પેટમાં પહોંચવાને કારણે શરીરના પુરા બાયોલોજીકલ સિસ્ટમ પર પ્રભાવ પડે છે.
  • આમ કરવાથી ફેફસાઓ પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. ખરેખર ઊભા રહીને પાણી પીવાથી આપણા ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપમાં ઓક્સિજન સપ્લાય અટકી જાય છે.

  • હંમેશા ઊભા રહીને પાણી પીવાથી ફેફસાઓ સાથે હૃદય સંબંધી બીમારીઓ થવાની સંભાવના પણ અધિક છે. ઉભા રહીને પીધેલું પાણી ભોજનને સરખી રીતે નથી પચાવી શકતુ. એવામાં શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. જે આગળ જઈને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.
  • ઉભા રહીને પાણી પીવાથી તરસ છીપાવતી નથી, જેને કારણે તમારે વારંવાર પાણી પીવું પડે છે.
  • ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં ઘણી પ્રકારના તરલ પદાર્થોનું સંતુલન બગડી શકે છે. જેને કારણે શરીરના સાંધાઓને પર્યાપ્ત પાણી નથી મળતું. જેના કારણે ગઠીયા જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે.
  • ઉભા રહીને પાણી પીવાથી અલ્સર પણ થઈ શકે છે. ઉભા રહીને પાણી પીવાથી ઇસોફેગસનો પાઇપનો નીચલો ભાગ પ્રભાવિત થાય છે. જેને કારણે અલ્સર જેવી બીમારીઓ ઉભી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *