ઉંમરના હિસાબે કેટલું વજન હોવું જોઈએ? વાંચો અહી

Posted by

આજના સમયમાં લોકો વધુ પડતા વજનની સમસ્યાથી પરેશાન છે. કોઈ વધુ પડતા વજન તો કોઈ ઓછા વજનની પરેશાનીથી પીડાઈ રહ્યા છે. જો તમારો પણ વજન વધારે અથવા ઓછો હોય તો જિમમાં જઈને સારો ડાયટ પ્લાન ફોલો કરીને પોતાના વજનને કંટ્રોલમાં કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે વજન ઓછું અથવા વધારે હોવાને કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તમને ઉંમર અનુસાર વજન ની જાણકારી હોવી આવશ્યક છે. સાચું વજન તમને સ્વસ્થ રાખવાની સાથોસાથ બીમારીઓથી પણ દૂર રાખે છે.

આજે પણ ઘણા લોકો પોતાને પાતળા અથવા જાડા હોવાના આધાર પર નક્કી કરે છે કે તેઓ સ્વસ્થ છે કે નહીં. પરંતુ સારા સ્વાસ્થ્ય ને ઓળખાણ એ વાત પરથી થાય છે કે તમારી ઉંમર માં તમારું વજન કેટલું છે. એક તરફ જ્યાં નાની ઉંમરમાં વધારે વજન હાડકાઓને કમજોર બનાવી દે છે, ત્યાં ૪૦ વર્ષ બાદ થોડું વજન હાડકાઓને સુરક્ષા પ્રદાન કરે છે. એવામાં તમારે જરૂર જાણવું જોઈએ કે ઉમર ના હિસાબે કેટલું વજન યોગ્ય ગણાય. જેમકે અમે તમને જણાવ્યું કે ઓછું અથવા વધારે વજન ઘણી બીમારીઓને આમંત્રિત કરે છે. તેવામાં જો તમે પોતાની ઉંમરના હિસાબથી વજન પ્રાપ્ત કરી દો છો તો ઘણી બીમારીઓથી બચી શકો છો.

નવજાત શિશુનું યોગ્ય વજન

નવજાત શિશુનો યોગ્ય વજન છોકરાઓમાં ૩.૩ કિલોગ્રામ અને છોકરીઓના ૩.૨ એક કિલોગ્રામ યોગ્ય માનવામાં આવે છે.

૩ થી ૮ મહિનાનું વજન

૩ થી ૫ મહિનાના છોકરાઓને ઓછામાં ઓછું ૬ કિલોગ્રામ અને છોકરીઓ નું ૫.૪ કિલોગ્રામ વજન યોગ્ય માનવામાં આવે છે. જો બાળકની ઉંમર ૬ થી ૮ મહિના છે તો છોકરાનું વજન ૭.૮ ગ્રામ અને છોકરીનું વજન ૭.૨ ગ્રામ હોવું જોઈએ.

૯ મહિનાથી ૨ વર્ષનું વજન

૯ થી ૧૧ મહિનાની ઉંમરમાં છોકરાઓનું વજન ૯.૨ કિલોગ્રામ અને છોકરીઓનું વજન 8.6 ગ્રામ હોવું જોઈએ. એક વર્ષના છોકરાનું વજન ૧૦.૨ કિલોગ્રામ છોકરીનું વજન ૯.૫ કિલોગ્રામ હોવું જોઈએ. બે વર્ષનાં છોકરાનું વજન ૧૨.૩ કિલોગ્રામ અને છોકરીનું વજન ૧૧.૮ કિલોગ્રામ યોગ્ય માનવામાં આવે છે.

૩ થી ૫ વર્ષનું વજન

૩ થી ૪ વર્ષની ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓનું વજન ૧૪ કિલોગ્રામ થી ૧૬ કિલોગ્રામ સુધી હોવું જોઈએ. પાંચ વર્ષની ઉંમરના છોકરાઓનું વજન ૧૮.૭ કિલોગ્રામ અને છોકરીઓનું વજન ૧૭.૭ કિલોગ્રામ અવશ્ય હોવું જોઈએ.

૬ થી ૮ વર્ષનું વજન

૬ વર્ષની ઉંમરમાં છોકરાઓનું યોગ્ય વજન ૨૦.૭ કિલોગ્રામ અને છોકરીઓનો ૧૯.૫ કિલોગ્રામ હોય છે. તેની સાથે ૭ થી ૮ વર્ષની ઉંમરમાં છોકરાઓ નો યોગ્ય વજન ૨૨ થી ૨૫ કિલોગ્રામ અને છોકરીઓનું ૨૨ થી ૨૪ કિલો ગ્રામ હોવું જોઈએ.

૯ થી ૧૧ વર્ષનું વજન

૯ વર્ષનાં છોકરાનું વજન ૨૮.૧ કિલોગ્રામ અને છોકરીનું વજન ૨૮.૫ ગ્રામ હોવું જોઈએ. ૧૦ થી ૧૧ વર્ષની ઉંમરમાં છોકરાઓનું યોગ્ય વજન ૩૧.૪ કિલોગ્રામ થી ૩૨.૨ કિલોગ્રામ અને છોકરીઓનું વજન ૩૨.૫ કિલોગ્રામ થી ૩૩.૫ કિલોગ્રામ હોવું જોઈએ.

૧૨ થી ૧૪ વર્ષનું વજન

૧૨ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૪૦ કિલોગ્રામ અને છોકરીઓનું વજન ૩૮.૭ કિલોગ્રામ હોવું જોઈએ. ત્યારબાદ ૧૩ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૪૦.૯ કિલોગ્રામ અને છોકરીઓનું વજન ૪૪ કિલો હોવું જોઈએ. વળી ૧૪ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૪૭ કિલોગ્રામ અને છોકરીઓનું વજન ૪૮ કિલોગ્રામ સુધી હોવું જરૂરી છે.

૧૫ થી ૧૮ વર્ષનું વજન

૧૫ થી ૧૬ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૫૮ કીલોગ્રામ અને છોકરીઓનું વજન ૫૩ કિલોગ્રામ સુધી હોવું જરૂરી છે. ૧૭ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૬૨.૭ કિલોગ્રામ અને છોકરીનું વજન ૫૪ કિલોગ્રામ સુધી હોવું જોઈએ. ત્યારબાદ ૧૮ વર્ષની ઉંમરમાં છોકરાઓનું વજન ૬૫ કિલોગ્રામ અને છોકરીઓનો ૫૪ કીલોગ્રામ સુધી હોવું જોઈએ.

૧૯ થી ૨૯ વર્ષનું વજન

૧૯ થી ૨૯ વર્ષની ઉંમરમાં પુરુષોનું વજન ૮૩.૪ કિલોગ્રામ અને મહિલાઓનું ૭૩.૪ કિલોગ્રામ સુધી હોવું જોઈએ.

૩૦ થી ૩૯ વર્ષનું વજન

૩૦ થી ૩૯ વર્ષની ઉંમરમાં પુરુષોનું વજન ૯૦.૩ કિલોગ્રામ અને મહિલાઓનું વજન ૭૬.૭ કિલોગ્રામ હોવું જોઈએ.

૪૦ થી ૬૦ વર્ષનું વજન

૪૦ થી ૪૯ વર્ષની ઉંમરમાં દરેક પુરુષનું વજન ૯૦.૯ કિલોગ્રામ અને મહિલાઓનું વજન ૭૬.૨ કિલોગ્રામ હોવું જરૂરી છે. તે સિવાય ૫૦ થી ૬૦ વર્ષની ઉંમરમાં પુરુષોનું યોગ્ય વજન ૯૧.૩ કિલોગ્રામ અને મહિલાઓનું ૭૭ કિલોગ્રામ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *