ઉનાળાની ઋતુમાં ભીંડાનું ઔષધી સમજીને દરરોજ સેવન કરો, શરીરમાં થતાં ચમત્કાર આપશે સાબિતી

લીલાં શાકભાજીનું સેવન હંમેશાં જ સારું માનવામાં આવે છે. ઠંડી હોય કે વરસાદ હોય કે પછી ગરમીના દિવસો, હંમેશા જ લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ગરમીની સિઝન શરૂ થઇ ચૂકી છે, એવામાં તમારે ઠંડી અને તાજી શાકભાજી ખાવાની શરૂ કરી દેવી જોઈએ. જોકે આ ઋતુમાં લીલા શાકભાજી ઘણાં જ ઓછા આવે છે. પરંતુ આ ઋતુમાં તમારે ભીંડો જરૂર ખાવા માટે મળી શકે છે.

એટલું જ નહીં આ ભીંડો તમને ઘણા બધા સારા ફાયદા પણ આપી શકે છે. લોકો ભીંડાને ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે. ઘણા લોકો દાળ- ભાત સાથે ભીંડો ખાઈ છે, તો કોઈ લોકો એને ભરેલો ભીંડો બનાવીને ખાવાનું પસંદ કરે છે. તમને બતાવી દઈએ કે ભીંડો હેલ્થ માટે પણ ઘણી જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભીંડામાં વિટામીન, મિનરલ સહિત ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હાજર રહે છે. ભીંડામાં ફાઈબરની માત્રા પણ ઘણી હોય છે. તેને ખાવાથી તમને પેટની બીમારીથી પણ છુટકારો મળી શકે છે.

આ લીલા શાકભાજી ભીંડામાં ઇમ્યુન સિસ્ટમ વધારવાની પણ ક્ષમતા હોય છે. જેનાથી ઇન્ફેક્શનનો ખતરો પણ ઓછો થઈ જાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે ગરમીમાં ભીંડો ખાવાથી તમને કઈ રીતના ફાયદા થઈ શકે છે. ભીંડાનાં શાકમાં ઘણા સારા કાર્બ્સ મળી આવે છે, જે વજનને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. આ સાથે જ ભીંડામાં એન્ટી ઓબેસિટી ગુણ પણ વધારે માત્રામાં હોય છે, એટલા માટે તે વજન પણ ઓછુ કરે છે.

એટલા માટે જો તમારે વજન ઓછું કરવું છે તો ભીંડો એક સારો ઓપ્શન થઈ શકે છે. જ્યારે ગરમીમાં તમારી ત્વચા પણ ખરાબ થવા લાગે છે. તેવામાં સ્કિન માટે પણ ભીંડો સારો હોય છે. ભીંડો તમને યુવાન બનાવી રાખે છે. ભીંડામાં વિટામીન-સી હાજર હોય છે, જે ત્વચાની ડેડ સ્કિન સેલ્સને રીપેર કરવામાં સહાયતા કરે છે. આ સાથે જ ભીંડામાં બીટા કેરોટિનનાં રૂપમાં વિટામિન-એ પણ સારી માત્રામાં રહે છે. તેનાથી તમારી સ્કિન યુવાન અને ફ્રેશ રહે છે.

આ સાથે જ આ ભીંડો આપણી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો આપણે ઘણી પ્રકારનાં વાયરલ ફીવર થી આઝાદી મળી જાય છે. ઇમ્યુનિટી સારી હોય તો તમે ક્યારે પણ બીમાર નથી પડતા. આ સાથે જ ઘણા લોકોને ગરમી લાગવાની સાથે જ પેટની સમસ્યા આવવા લાગે છે. એવામાં તમે ભીંડો ખાઈને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ભીંડામાં રહેલા ફાઈબર પાચન સારું રાખે છે.

આ બધા ફાયદા આ સિવાય ભીંડો આપણી આંખોની રોશનીને વધારવામાં પણ મદદગાર હોય છે. જે લોકો આખો દિવસ કમ્પ્યૂટરની સામે બેસીને કામ કરે છે, એમના માટે ભીંડાનું સેવન લાભદાયક હોય છે.  ભીંડામાં બીટા કેરોટીન વધારે માત્રામાં રહે છે, જેનાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.