ઊંઘતા પહેલા ભુલથી પણ ના કરતાં આ કામ, માં લક્ષ્મી થઈ જાય છે ગુસ્સે, પરિવાર થઈ જાય છે બરબાદ

આપણાં ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં પુજાપાઠ અને દિનચર્યા સાથે જોડાયેલા અમુક એવા નિયમો જણાવવામાં આવેલ છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી માનવામાં આવે છે. સવારે ઊઠવાથી લઇને રાત્રિના સુવાના સમયે સુધી શાસ્ત્રોમાં અમુક વિશેષ નિયમ જણાવે છે, જેનું પાલન કરવાથી ફક્ત આપણા જીવનમાં ખુશહાલી નથી આવતી, પરંતુ આપણને પુજાપાઠનું પણ યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ ક્રમમાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ પાંચ એવા કામ વિશે, જેને તમારે રાત્રે સુતા પહેલા ભુલથી પણ કરવા જોઇએ નહીં.

શાસ્ત્રોમાં તેના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન અને શક્તિરૂપા માતા ગાયત્રીનાં મંત્રનો જાપ સમસ્ત પ્રાણીઓ માટે કલ્યાણકારી જણાવવામાં આવે છે. પરંતુ તેના માટે નિયત સમય, નિયમ અને મર્યાદાનું પાલન કરવું જરૂરી હોય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાનો સૌથી યોગ્ય સમય સવારે સુર્યોદય પહેલા અને સંધ્યાકાળ માં હોય છે. રાત્રિના સમય સુતા પહેલાં ક્યારેય પણ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ નહીં. ગાયત્રી માતા નાં ત્રણ સ્વરૂપ માનવામાં આવે છે, જે પ્રાતઃ, મધ્યાહન અને સંધ્યા છે. ધાર્મિક દ્રષ્ટિથી સવારના સમયે ઊભા રહીને કરવામાં આવેલ સંધ્યા કર્મ અને ગાયત્રી જાપ રાત્રિના પાપ અને દોષોને દુર કરે છે અને સાંજના સમયે બેસીને કરવામાં આવેલ સંધ્યા કર્મ અને ગાયત્રી જાપ દિવસ માં થયેલ દોષ અને પાપ નષ્ટ કરે છે.

રાત્રે સુતા પહેલા પિતૃઓનું ધ્યાન કરવાની પણ શાસ્ત્રોમાં મનાઈ ફરમાવવામાં આવેલ છે. પિતૃઓને વંદન કરવાનો સમય બપોરનો માનવામાં આવે છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે સાંજના સમયે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં એક દીવો પ્રગટાવી રાખો અથવા તો કોઈ બલ્બ શરુ રાખી શકો છો. માન્યતા છે કે આવું કરવાથી પિતૃઓ નો માર્ગ મોકળો બને છે. રાતના સુતા પહેલા તમારે પોતાના ઇષ્ટ દેવતા અથવા કુળદેવતા નું ધ્યાન કરીને સુવું જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમને પ્રગતિ પ્રાપ્ત થાય છે.

રાત્રે સુતા પહેલા તમારે અરીસો જોવો જોઈએ નહીં. તેને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી પણ યોગ્ય માનવામાં આવેલ નથી. એવી માન્યતા છે કે રાત્રે સુતા પહેલા અરીસો જોઈને સુવાથી ડરામણાં સ્વપ્નાં આવે છે. જો તમારા બેડરૂમમાં અરીસો છે તો પણ રાત્રે સુતાં પહેલાં તેને ઢાંકી દેવો જોઈએ, જેથી સુતા સમયે પરિવારના કોઈપણ સદસ્ય નો પડછાયો તેમાં દેખાય નહીં. વળી વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઊઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠી ગયા બાદ પોતાના ચહેરા પર આળસ હોય છે અને તમારી ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે. એટલા માટે અરીસામાં ચહેરો જોવાથી આ નકારાત્મક ઉર્જામાં વધારો થાય છે અને તમારો આખો દિવસ સારો પસાર થતો નથી.

ભગવાન શિવને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે સુતા પહેલા ભગવાન શિવનો ચહેરો જોવો જોઈએ નહીં. આવું કરવાથી તમારા દાંપત્ય જીવનમાં અલગામ ઉત્પન્ન થઇ શકે છે, એટલા માટે પોતાના રૂમમાં ભગવાન શંકરની તસવીર અથવા પ્રતિમા લગાવવાની મનાઈ કરવામાં આવેલ છે. પુજાપાઠમાં ભગવાન શિવના ગૃહસ્થ રૂપ મહાદેવની પુજા કરવામાં આવે છે. તમે ઈચ્છો તો સુતા પહેલા ભગવાન કૃષ્ણ અને રાધાજી નાં દર્શન કરી શકો છો. તેનાથી તમારા દાંપત્યજીવનમાં મધુરતા ની સાથે ઉત્સુકતા પણ જળવાઈ રહે છે.

જોકે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક અથવા ધાર્મિક આધાર નથી કે સુતા પહેલા હસવું જોઈએ નહીં, પરંતુ લોક માન્યતાઓના આધાર પર એવું કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ સુતા પહેલા ખુબ જ હસવું જોઈએ નહીં, નહિતર બીજા દિવસે સવારથી લઇને રાત સુધી તમારે કષ્ટોનો સામનો કરવો પડે છે.