અનલોક-૩ : સરકારે દ્વારા રજૂ કરવામાં આવી અનલોક-૩ની ગાઇડલાઇન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

Posted by

દેશમાં કોરોના વાયરસ મહામારીને જોઈને કેન્દ્ર સરકારે ૪ સ્ટેજમાં લોકડાઉન લગાવ્યું હતું. ત્યારબાદ અનલોક ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સરકારે હવે દેશભરમાં અનલોક-૩ માટે નવી ગાઇડલાઇન રજૂ કરી દીધી છે. નવી ગાઇડલાઇન માં સ્કૂલ-કોલેજ, મેટ્રો રેલ સેવા, સિનેમાઘર અને બાર ને ૩૧ ઓગસ્ટ સુધી બંધ રાખવામા આવેલ છે. રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ રાખવામાં આવેલ છે. જોકે કોરોના વાયરસને કારણે ૨૫ માર્ચથી લાગુ કરવામાં આવેલ લોકડાઉન બાદથી સરકારે પહેલી વખત યોગ સંસ્થાનો અને જીમને ૫ ઓગષ્ટથી ખોલવાની પરવાનગી આપી દીધી છે. તો સરકાર દ્વારા અનલોક-૩ શેમાં છુટછાટ આપવામાં આવી છે તેના વિશે તમને વિગતથી જણાવીએ.

  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય કહ્યું છે કે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કુલ કોલેજ અને કોચિંગ ક્લાસ ૩૧ ઓગસ્ટ સુધી બંધ રહેશે.
  • કોરોના વાયરસને કારણે ૨૫ માર્ચથી લાગુ થયેલ લોકડાઉન બાદ સરકારે પહેલી વખત જીમ અને યોગ સંસ્થાનોને ૫ ઓગષ્ટથી ખોલવાની પરવાનગી આપી છે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય અલગથી ગાઇડલાઇન રજૂ કરશે.
  • અત્યાર સુધી રાતના સમયે કર્ફ્યુ લગાવવામાં આવેલ હતો, જે હવે હટાવી દેવામાં આવેલ છે. હવે રાત્રી દરમિયાન કોઈપણ પ્રતિબંધ રહેશે નહીં.

  • અનલોક-૩નાં દિશાનિર્દેશ ૧ ઓગસ્ટથી પ્રભાવમાં આવશે અને કન્ટેન્મેન્ટ ઝોન માં ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન રહેશે.
  • તેની સાથે જ મેટ્રો રેલ સેવા, સિનેમાઘર, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર વગેરે ખુલશે નહીં.
  • સાથોસાથ સામાજિક, રાજકીય, ખેલ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ અને અન્ય મોટા કાર્યક્રમ પણ ૩૧ ઓગસ્ટ સુધી સંપૂર્ણ રીતે પ્રતિબંધિત રહેશે.
  • કન્ટેન્ટ ઝોન માં જે ચીજો હાલમાં ખુલી છે, તે સ્થિતિ યથાવત રહેશે.
  • સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરીને ૧૫ ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ સમારોહ આયોજિત કરવાની પરવાનગી રહેશે. કાર્યક્રમમાંમાં માસ્ક સહિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે.

  • વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાની પરવાનગી આપવામાં આવેલ છે. અન્ય આંતરરાષ્ટ્રીય ઉડાનોની અવરજવર ચરણ બદ્ધ રીતે શરૂ કરવામાં આવશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર લોકો તથા સામાનના પરિવહન માટે કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ પ્રકારની ગતિવિધિઓ માટે અલગથી કોઇ પરવાનગી, મંજૂરી અથવા ઇ-પરમીટ ની આવશ્યકતા નથી.
  • લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા ૫૦ થી વધારે રહેશે નહીં. અંતિમ સંસ્કારમાં ૨૦થી વધારે લોકો ભાગ લઇ શકશે નહીં. સાર્વજનિક સ્થળો પર શરાબ, પાન, ગુટકા અને તમાકુનાં સેવન પર પ્રતિબંધ શરૂ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *