ઉર્વશી રૌતેલા બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જે અવારનવાર પોતાના ગ્લેમરસ અવતાર ને લીધે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્વશી રૌતેલા ની સુંદરતા પર લાખો ફેન્સ ફિદા છે. ઉર્વશીની એક ઝલક મેળવવા માટે પણ તેના ફેન્સ આતુર રહેતા હોય છે. થોડા સમય પહેલા જ ઉર્વશી મિસ યુનિવર્સ ૨૦૨૧ની જજ બનીને લાઈમલાઈટમાં આવેલી હતી. ઉર્વશી રૌતેલા પોતે ખુબ જ સુંદર છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની માં સુંદરતાની બાબતમાં તેના કરતાં પણ એક ડગલું આગળ છે. ઉર્વશીની માં ને જોઈને ઘણા લોકો તેને ઉર્વશી રૌતેલા ની મોટી બહેન સમજે છે. આજની આ પોસ્ટમાં અમે તમને મીરા રૌતેલાની અમુક સુંદર તસ્વીરો બતાવીશું.
ઉર્વશી રૌતેલા એવી એક્ટ્રેસ માંથી છે, જે પોતાના અભિનય માટે ઓળખવામાં આવે છે. તે સિવાય તે પોતાની સુંદરતાને લીધે પણ એક લાંબી ફેન ફોલોવિંગ ધરાવે છે. ઉર્વશી બોલીવુડ ની ખુબ જ ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી છે. ઉર્વશી એ ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં જ મિસ યુનિવર્સ ઇન્ડિયા નો તાજ પોતાના નામે કરેલો હતો. ફેન્સ તેના ગ્લેમર અને સુંદરતા પાછળ પાગલ છે.
પરંતુ શું તમે જાણો છો કે ઉર્વશીની જેમ તેની માં મીરા રૌતેલા પણ ખુબ જ સુંદર છે. સુંદરતા અને ડ્રેસિંગ સેન્સની બાબતમાં તે અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપે છે. થોડા સમય પહેલા જ ઉર્વશીની માં નો જન્મદિવસ હતો. આ અવસર પર તેમણે ઘણી તસ્વીરો પોસ્ટ કરેલી છે, જેમાં તેની માં નો ગ્લેમરસ અવતાર જોવા મળી આવે છે.
૨ જાન્યુઆરીનાં રોજ ઉર્વશી ની માં નો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ઉર્વશી એ પોતાની માં નાં જન્મદિવસની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરેલ છે અને તેમને બર્થ ડે વિશ કરેલ છે. આ તસ્વીરોમાં ઉર્વશીની જેમ તેની માં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ઉર્વશી એ પોતાની માં ની તસ્વીરો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવેલી હતી.
ઉર્વશીની માં મીરા રૌતેલા એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરેલા છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુકમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં ઉર્વશીની માં એ બ્લેક કલરનો સ્ટાઇલિશ ડ્રેસ પહેરેલો છે, જેમાં તેમની સુંદરતા સ્પષ્ટ નજર આવી રહી છે. તેમની તસ્વીર પર ફેંસ પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “તમે ખુબ જ સુંદર છો.” તો વળી બીજા યુઝરે લખ્યું કે, “ક્વીન ની માં ક્વીન.”
મીરા રૌતેલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી એક વિડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમનો અંદાજ બોલીવુડની કોઈ અભિનેત્રી થી બિલકુલ પણ ઓછો નથી. ઉર્વશી રૌતેલા ની માં ઇન્ડિયનની સાથોસાથ વેસ્ટર્ન ડ્રેસ પણ પહેરે છે, જેમાં તેની સુંદરતા જોવા લાયક હોય છે.
જણાવી દઈએ કે દીકરીની જેમ તેની માં પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સ્ટાઇલિશ તસ્વીરો શેર કરતી રહે છે. મીરા રૌતેલા ને પણ એક મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. ઉર્વશી પણ ઘણી વખત પોતાની માં સાથેની પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે.
ઉર્વશી એ ઘણી વખત પોતાની માં સાથેની ગ્લેમરસ અવતારની તસ્વીરો શેર કરેલી છે. જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેની માં ની સુંદરતાની પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યા ન હતા. ઉર્વશીની માં મીરા રૌતેલા ખુબ જ સ્ટાઈલીશ છે અને તેને અવારનવાર વેસ્ટર્ન આઉટ ફીટમાં જોવામાં આવે છે. જણાવી દઈએ કે મુળ રૂપથી ઉર્વશી ઉતરાખંડનાં હરિદ્વારની રહેવાસી છે. ઉર્વશીનાં પિતા એક મોટા બિઝનેસમેન છે.