ઉર્વશી રૌતેલાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો, મહેંદી સેરેમની માં ગુજરાતની મંગાવેલી ૫૮ લાખની સાડી પહેરી, તસ્વીરો પરથી નજર નહીં હટે

Posted by

અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક તરફ પોતાની સુંદરતાને લીધે હંમેશા ચર્ચામાં રહે જ છે. સાથોસાથ તે બોલિવુડમાં લુક્સ, આઉટફિટ, મેકઅપ અને ફોટોશુટ માટે પણ ઓળખવામાં આવે છે. ઉર્વશી રૌતેલા હંમેશા ફેશનને મહત્વ આપે છે. ઉર્વશીએ હાલમાં જ સદીનાં મહાનાયક મનોજ કુમારની પૌત્રી મુસ્કાન ની મહેંદી સેરેમનીમાં નજર આવી હતી. જ્યાંથી અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો શેર કરી છે, જેમાં તે ખુબ જ સુંદર અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

જી હાં, ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમુક તસ્વીરો શેર કરી છે, જેમાં તે લાલ કલરની સાડીમાં ખુબ જ સુંદર નજર આવી રહી છે. આ તસ્વીરોમાં ટ્રેડિશનલ લુક જોવા મળી રહ્યો છે. તેની આ તસ્વીરો ખુબ જ શેર કરવામાં આવી રહી છે. એક્ટર થી પોલિટિશિયન બનેલા મનોજ કુમારની પૌત્રી મુસ્કાન ગોસ્વામીની પ્રિ-વેડિંગ સેરેમની એટેન્ડ કરી રહી હતી.

જણાવી દઈએ કે મનોજ કુમારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી બધા લોકોના દિલ પર રાજ કર્યું છે. મહાનાયક મનોજ કુમારે ભારત, ક્રાંતિ, પુરબ ઔર પશ્ચિમ સહિત ઘણી શ્રેષ્ઠ ફિલ્મો બોલીવુડને આપેલી છે. હાલમાં જ મનોજ કુમારે પોતાની પૌત્રી મુસ્કાન નાં લગ્નનાં મહેંદી ફંક્શનમાં ઘણા ગેસ્ટને આમંત્રિત કર્યા હતા. જ્યાં ઉર્વશી રૌતેલા પણ પહોંચી હતી.

આ મહેંદી સેરેમનીમાં ઉર્વશી રૌતેલાનો અંદાજ બિલકુલ અલગ હતો. એક તરફ અભિનેત્રીએ આ ખાસ અવસર પર એક પટોળા રેડ સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ માં નજર આવી હતી. આ સાડી અસલમાં ગુજરાતી થી ખાસ મંગાવવામાં આવી હતી. આ સાડી ની સાથે તેણે સોનાની નેકપીસ, કડા અને ટીકા પણ પહેરી રાખ્યા હતા. જે તેના પર ખુબ જ પરફેક્ટ શૂટ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે જે સાડીને ઉર્વશી રૌતેલા ફંકશનમાં પહેરી હતી, તેની કિંમત ૫૮ લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે ઉર્વશીએ આ તસ્વીરો શેયર કરી અને લખ્યું હતું કે, “આ ફક્ત મહેંદી નથી, તારા પ્રેમનો રંગ ચડ્યો છે. પિયા હવે આ રંગ ઉમર ભર નહીં છુટે, એ જ હું દુવા માગું છું.”

વળી અન્ય એક તસ્વીર શેર કરી ને તેણે લખ્યું હતું કે, “મહેંદીનો રંગ એવો મારા હાથમાં ચડ્યો છે, જાણે તારો પ્રેમ મારા શ્વાસમાં ચડેલો હોય.” જણાવી દઈએ કે ઉર્વશીની આ તસ્વીરો પર તેમના ફેન્સ ખુબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અંતમાં જો ઉર્વશીના આગામી પ્રોજેક્ટ ની વાત કરવામાં આવે તો ઉર્વશી તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તેમની પહેલી તમિલ ડેબ્યુ ફિલ્મ એક બિગ બજેટ “સઈ ફાઈ” ફિલ્મ છે, જેમાં તે માઇક્રોબાયોલોજી અને આઈઆઈટીએન ની ભુમિકામાં નજર આવશે. સાથોસાથ “બ્લેક રોઝ” અને “થીરૂતુ પાયલ-૨” માં પણ તે આવનારા સમયમાં નજર આવશે. તે સિવાય હિન્દી વેબ સીરીઝ “ઇન્સ્પેક્ટર અવિનાશ” જે એક બાયોપિક છે, તેમાં તે અવિનાશ મિશ્રાની વાઇફનું કિરદાર નિભાવતા નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *