સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વાયરસના ખાત્મા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. કંપનીના પુણે સ્થિત પ્લાન્ટમાં આગલા મહિનાથી આ ખતરનાક બિમારીના ખાત્મા માટે વેક્સિન બનાવવાની તૈયારી શરૂ થઈ જશે. પહેલા ૬ મહિના ઉત્પાદનની ક્ષમતા દર મહિને અંદાજે ૫૦ લાખ ડોઝની રહેશે. તેની કિંમત પણ ૧ હજાર રૂપિયા હોઈ શકે છે. તો ચાલો જાણીએ તે કંપની વિશે બધું જ.
દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા વોલ્યુમ, ઉત્પાદન તથા વેચવાની સંખ્યાના હિસાબે દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા માન્યતા પ્રાપ્ત આ કંપની અનુસાર ક્લિનિકલ ટ્રાયલ બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ૨ થી ૪ કરોડ કોરોના વાયરસ વેક્સિનના ડોઝ તૈયાર થઇ જશે.
વર્ષની ૧.૫ બિલિયન વેક્સિન, ૧૭૦ દેશોમાં એક્સપોર્ટ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે લગભગ ૧.૫ બિલિયન વેક્સિન ડોઝ પ્રોડ્યુસ કરે છે. તેને દુનિયાભરમાં અંદાજે ૧૭૦ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કંપની ઘણી જીવન રક્ષક વેક્સિન બનાવે છે. તેમાં પોલિયો, ફ્લુ, ડીટીપી, આર-હિપેટાઇટિસ બી, રુબેલા, મમ્પસ, ટીટ્નસ, ચેચક જેવી બીમારીઓની વેક્સિન સામેલ છે.
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભાગ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોરોના વાયરસ વિરુધ્ધના જંગમાં ભાગ લઇ રહ્યું છે. અમેરિકાથી કોડાજેનિક્સ ફર્મની સાથે મળીને વેક્સિનને તૈયાર કરી રહી છે. તેની સાથે જ પેરીસ અને ઓસ્ટ્રેલિયાની ફર્મ સાથે મળીને પણ આ દિશામાં કામ કરી રહી છે. હવે ઓકસફોર્ડ યુનિવર્સિટીના વેક્સિન ઉત્પાદનની સાથે ભાગીદારી કરી છે.
યુરોપીય દેશોમાં પણ તે પ્રખ્યાત
સીરમ ઇન્સ્ટિટ્યૂટે દ્વારા ભારતની બહાર પણ પોતાના મૂળ મજબૂત કરી લીધા છે. પાછલા ૫ વર્ષમાં બે યુરોપિયન દવા નિર્માતા કંપનીઓને તે ટેકઓવર કરી ચૂકી છે. ૨૦૧૨માં નેધરલેન્ડની ફાર્માસ્યુટિકલ કંપની બિલ્થોવન બાયોલોજીકલ્સને તથા ૨૦૧૭ માં ચેક રિપબ્લિકની બાયોએન્જિનિયરિંગ કંપની પ્રાહા વેક્સિનને ટેકઓવર કરી.
૫૪ વર્ષ પહેલા આવી રીતે નાખ્યો પાયો
સાઇરસ પુનાવાલા એ ૧૯૬૬માં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. અમુક ડોક્ટર્સ અને સાઇન્ટીસ્ટને હાયર કર્યા અને અહીંયા એન્ટી-ટીટ્નસ સીરમ તૈયાર કર્યું. અફોર્ડેબલ કિંમતમાં વેક્સિન તૈયાર કરવા માટે સ્થાપિત થયેલ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પછી પાછળ ફરીને ક્યારેય જોયું નથી. હાલમાં તેમના દિકરા અદાર પુનાવાલા કંપનીના સીઈઓ છે.
પદ્મશ્રી થી સન્માનિત, ફોર્બ્સની લિસ્ટમાં છે સામેલ
સાઇરસ પુનાવાલા દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓનાં લિસ્ટમાં ૧૦.૪ બિલિયન ડોલર નેટવર્કની સાથે ૧૬૧ માં સ્થાન પર છે. તેમને ૨૦૦૫માં પદ્મશ્રી, લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેની સાથે જ પાછલા વર્ષે ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ ઓનનરી ડોક્ટરેટ ઓફ સાયન્સ ની ઉપાધિ પણ આપી.