વધારે સુખી કોણ? કરોડપતિ કે ખેતરમાં કામ કરતો કોઈ મજુર? આ વાંચી લેશો તો જિંદગીમાં ક્યારેય દુ:ખી નહીં થાવ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ સગવડતા હોય તેના માટે વ્યક્તિ તનતોડ મહેનત કરે છે અને દિવસ રાત પૈસા કમાવવા માટે દોડતો રહે છે. પૈસાથી જીવનમાં રહેલી તમામ સુખ સગવડતાઓ ખરીદી શકાય છે અને આરામદાયક જીવન પસાર કરી શકાય છે. વળી જો પૈસા ન હોય તો જીવન કષ્ટદાયક પસાર થાય છે.

આજના સમયમાં લગભગ મોટાભાગના લોકો એવું જ વિચારતા હોય છે કે જો પૈસા હોય તો જીવન ખુબ જ સરળતાથી પસાર થઈ જાય છે અને જો પૈસા ન હોય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, પરંતુ હકીકત એવી બિલકુલ પણ નથી. પૈસા વ્યક્તિને સુખી બનાવી શકતા નથી. પૈસાથી જીવનમાં રહેલ દરેક સુખ ખરીદી શકાતું નથી. આ સત્ય હકીકત છે. શું તમે જાણો છો કે કોઈ અમીર કરોડપતિ વધારે સુખી હશે કે ઝુંપડામાં રહેતો કોઈ ગરીબ વ્યક્તિ વધારે સુખી હશે. ચાલો આજે તમને ઉદાહરણ સાથે જણાવીએ કે અમીર વ્યક્તિ વધારે સુખી હોય છે કે ગરીબ વ્યક્તિ વધારે સુખી હોય છે.

એક અમીર વ્યક્તિ સવારે પોતાના બંગલામાં ગોલ્ડ કોટેડ માર્બલ નાં ડાઇનિંગ ટેબલ ઉપર બેસેલ છે. સામે ચાંદીની પ્લેટ તથા બાઉલમાં મીઠા વગરનું બિલકુલ મોળું કઠોળ અને ખાંડ વગરની ચા પી રહ્યો છે. થોડા સમય બાદ મીઠા વગરનું ભીંડા નું શાક અને તેલ-ઘી વગરની બે રોટલી અને ગરમ પાણી પી રહ્યો હોય છે. ૭ હજાર કરોડ રૂપિયાનું ઘર, ૧૦ નોકર દ્વારા ચા નાસ્તો મળી રહ્યો હોય, ઘરમાં ૫૦ એસી ચાલી રહ્યા હોય તથા પંખા ચાલી રહ્યા હોય, ઇમારતની નીચેથી પ્રદુષણનો ધુમાડો નીકળી રહ્યો હોય, આવા વાતાવરણમાં તે અમીર વ્યક્તિ નાસ્તો કરી રહ્યો હતો.

વળી બીજી તરફ ખેતરમાં કુવાની નજીક એક ખેતમજુર બેઠો હતો. તે રીંગણા ના શાક ની સાથે ચાર પરોઠા, દહી મસાલામાં પકાવવામાં આવેલ ભીંડો, સાથોસાથ અથાણું પણ ખાઈ રહ્યો હતો. મીઠાઈમાં ગોળ અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી રાખ્યું હતું. સામે લીલાછમ ખેતર, શુદ્ધ હવામાં લહેરાતો પાક, ઠંડી હવા, પક્ષીઓનો કલબલાટ અને તે આરામથી ખાઈને સુઈ રહ્યો હતો.

૫૦૦ રૂપિયા દરરોજના કમાવવા વાળો મજુર તે વસ્તુઓ ખાઈ રહ્યો હતો, જે ૭,૦૦૦ કરોડ રૂપિયાનો માલિક પણ ખાઈ શકતો ન હતો. હવે તમે જણાવો કે આ બંનેમાં અંતર શું છે? તે અમીર વ્યક્તિ પણ ૬૦ વર્ષનો છે અને મજુર પણ ૬૦ વર્ષનો છે. નાસ્તો કર્યા બાદ અમીર વ્યક્તિ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની ગોળીઓ લઈ રહ્યો છે અને તે ખેતમજુર ચુનાની સાથે પાન ખાઈ રહ્યો હતો. કોઈ હીન નથી, કોઈ મહાન નથી. એટલા માટે ખુશીની તલાશ નહીં કરો, પરંતુ સુખ મહેસુસ કરો. “અતુલ્ય આનંદ” નાં ઉત્પાદન ઉપર જીએસટી ૦% છે. પોતાને શોધી લો, બાકી બધું તો ગુગલ પર છે.