વધુ એક વખત આ કંપનીનાં ફોનમાં થયો ધમાકો, શું તમારી પાસે તો આ કંપનીનો ફોન તો નથી ને

OnePlus નું બજેટ સ્માર્ટફોન OnePlus Nord 2 લોન્ચિંગ બાદથી જ વિવાદોમાં છે. ફક્ત ત્રણ મહિનામાં ઘણા લોકોએ OnePlus Nord 2 માં આગ લાગવી અને ધમાકો થયો હોવાની ફરિયાદ કરી હતી. ઘણા મામલામાં તો યુઝરની ભુલને લીધે આવું જ થયું હોવાનું જણાવીને કંપનીએ હાથ ખંખેરી નાંખ્યા હતા. પરંતુ ઘણા મામલામાં વિવાદ વધવા પર કંપનીએ સેટલમેન્ટ નું વચન આપેલ છે. હાલમાં જ સુહિત શર્મા નામના એક યુઝરે દાવો કર્યો છે કે OnePlus Nord 2 આગ લાગવાને લીધે તે ગંભીર રીતે ઘવાયો હતો. આ મામલામાં ખુબ જ વિવાદ થયા બાદ હવે કંપનીએ ઇલાજનો ખર્ચ અને રિફંડ આપવાનું વચન આપ્યું છે.

સુહિત શર્માએ OnePlus Nord 2 ને બે મહિના પહેલાં જ એમેઝોન માંથી ખરીદ્યો હતો. ફોનમાં ધમાકો થતાં પહેલા ફોન ગરમ થયો ન હતો અને અન્ય કોઇ સમસ્યા પણ આવી ન હતી. પેન્ટનાં ખિસ્સામાં અચાનકથી વિસ્ફોટ થયો ,જેનાથી સુહિત શર્મા ગંભીર રૂપે દાઝી ગયા હતા. સુહિત શર્મા હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

દુર્ઘટના પર OnePlus દ્વારા શું કહેવામાં આવ્યું

માયસ્માર્ટપ્રાઇઝ નાં એક રિપોર્ટ અનુસાર OnePlus દ્વારા પીડિત સાથે સંપર્ક કરવામાં આવેલ છે અને ફોનના તપાસ માટે પુણે સર્વિસ સેન્ટરમાં મોકલવામાં આવેલ છે. તે સિવાય કંપનીએ કહ્યું છે કે તેઓ પીડિતનાં સંપર્કમાં છે અને ઈલાજ નો સંપુર્ણ ખર્ચ આપશે. સાથોસાથ રિફંડની પણ પુરી રકમ આપશે. આ મામલાને લઈને કંપની સાર્વજનિક રૂપથી કોઈ નિવેદન આપ્યું નથી.

પહેલા પણ થઇ ચુક્યા છે આ પ્રકારનાં મામલાઓ

આ પહેલો અવસર નથી જ્યારે કોઈ OnePlus Nord 2 માં આગ લાગી હોય. આ પહેલા પણ એક-બે વખત નહીં પરંતુ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચુકી છે અને કંપની દર વખતે એક જ વાત કહે છે. આ પહેલા સપ્ટેમ્બરમાં OnePlus Nord 2 5G ને લઈને દિલ્હીના એક વકિલે દાવો કર્યો હતો કે તેનો તેના ફોનમાં વિસ્ફોટ થયા બાદ તેના ગાઉન માં આગ લાગી ગઈ હતી. આ દાવા પર OnePlus દ્વારા વકીલ વિરુદ્ધ નોટિસ રજુ કરવામાં આવી હતી. OnePlus દ્વારા દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીને સીજ એન્ડ ડિસિસ્ટ (cease and desist) લેટર મોકલ્યો હતો.