વડીલોને પગે લગવામાં જરા પણ આચકતા નથી આ બોલીવુડ સિતારાઓ, ખુબ જ સંસ્કારી છે આ સિતારાઓ

Posted by

આપણા ભારતીયોમાં ઘણા સંસ્કારો ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. હવે એ વાત અલગ છે કે ઘણા લોકો ફેમ અને પૈસા આવવા પર તેને ભૂલી જાય છે. જ્યારે અમુક નવી જનરેશનનાં લોકો એવા પણ છે જે આ સંસ્કારોને ફોલો કરતા નથી. એવા જ એક ભારતીય સંસ્કાર છે કે આપણા થી મોટા વડીલોનાં ચરણ સ્પર્શ કરવા. ઘણા લોકો એવું કરવાનું પસંદ કરતા નથી. એમને શરમ આવે છે કે તેઓ પોતાને નાના સમજે છે. એવામાં આજે અમે તમને તે બોલીવુડ કલાકારો સાથે મુલાકાત કરાવીશું કે જેઓ સફળ અને અમીર હોવા છતાં પોતાના થી મોટાને પગે લાગવામા જરા પણ અચકતા નથી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર પોતાની ફિટનેસની સાથે-સાથે સંસ્કારોને લઈને પણ જાગૃત રહે છે. સફળતાનાં શિખરે પહોંચ્યા હોવા છતાં તેઓ પોતાની સંસ્કૃતિ ભૂલ્યાં નથી. તેઓ જ્યારે પણ કોઈ સિનિયર એક્ટર કે વૃદ્ધ વ્યક્તિને મળે છે તો એમના ચરણ સ્પર્શ જરૂરથી કરે છે.

સલમાન ખાન

બોલિવુડનાં દબંગ ખાન એટલે કે સલમાન ખાન પણ પોતાના સંસ્કારોનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ ફેમિલી વેલ્યુની કદર કરે છે. બાળકોને પ્રેમથી અને વડીલોને સન્માન સાથે મળે છે. પરિવારને મહત્વ આપવાના કારણે તેઓ ક્યારેય ઓનસ્ક્રીન કિસિંગ પણ કરતા નથી.

રણવીર સિંહ

રણવીર સિંહ પોતાના અટપટાં ફેશન સેન્સ અને અજીબો-ગરીબ વ્યવહારને કારણે જાણીતા છે. જોકે જ્યારે પણ તેઓ કોઈ ફેનને મળે છે તો ઘણા વિનમ્ર થઈ જાય છે. જ્યારે સિનિયર એક્ટર્સને મળે છે, તો મળતા સમયે તે પણ તેમના ચરણ સ્પર્શ કરવાનું ભૂલતા નથી.

કપિલ શર્મા

કોમેડી કિંગ કપિલ શર્મા પણ ખૂબ જ સંસ્કારી વ્યક્તિ છે. એમના શો પર જ્યારે પણ કોઈ સિનિયર કલાકાર આવે છે તો એમને પગે લાગીને આશિર્વાદ જરૂર લે છે. એક મિડલ ક્લાસ પરિવાર માંથી હોવાને કારણે તેમનામાં આ સંસ્કાર ઘણા ભર્યા છે.

રણબીર કપુર

રણબીર કપુરનું છોકરીઓ બદલવા માટે ભલે બદનામ હોય, પરંતુ જ્યારે વાત વૃદ્ધ વ્યક્તિને સન્માન આપવાની આવે છે તો તેઓ પણ પાછળ નથી. કપુર પરિવાર સાથે સંબંધ ધરાવતા હોવા છતાં એમની અંદર અભિમાન નથી. તેઓ સિનિયર કલાકારોને પગે લાગવામાં સંકોચ કરતા નથી.

શાહરુખ ખાન

શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. અમિતાભ બચ્ચનથી લઈને મમતા બેનર્જી સુધી તેમને ઘણા લોકોનાં ચરણ સ્પર્શ કરતાં જોવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ એમના ઘરે કોઇ મહેમાન આવે છે, તો શાહરૂખ પર્સનલી એમને પોતાના ઘરનાં ગેટ સુધી છોડવા જાય છે. આ સિવાય તેઓ પોતાના બધા ફેન્સ સાથે ઘણી વિનમ્રતા સાથે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *