વૈજ્ઞાનિકોએ શોધી કોરોના વાયરસને વ્યક્તિનાં શરીરમાં ખતમ કરી દેવાવાળી એન્ટીબોડી

Posted by

કોરોના વાયરસથી દુનિયાને છુટકારો અપાવવા માટે હાલના સમયે ૧૦૦ થી વધારે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વળી તેની અસરકારક ટ્રીટમેન્ટ શોધવાનું પણ કામ ચાલી રહ્યું છે. અમુક શોધકર્તાઓ કોરોના વાયરસના દરેક પાસાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને વેક્સિન બનાવવામાં તથા તેનો ઈલાજ શોધવામાં મદદ મળી શકે. તો અમુક શોધકર્તાઓ વ્યક્તિના શરીરની સંક્રમણ વિરુદ્ધ પ્રતિક્રિયાને સમજવાની કોશિશ કરી રહ્યા છે.

Advertisement

જેમાં અમુક વૈજ્ઞાનિકોએ એવી એન્ટીબોડીની શોધ કરી છે જે કોરોના વાયરસના શરીરમાં પહોંચ્યા બાદ સંક્રમણને સંપૂર્ણ રીતે ફેલાવાથી અટકાવી દે છે. શોધકર્તાઓએ જાણકારી મેળવી છે કે એન્ટીબોડી 47D11 કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને પકડીને તેને તોડી નાખે છે. તેનાથી વાયરસ વ્યક્તિના શરીરમાં સંક્રમણ ફેલાવી શકતો નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ પોતાના આ સ્પાઇક પ્રોટીન દ્વારા માનવ શરીરની કોશિકાઓની સાથે બોંડીંગ બનાવીને પોતાની સંખ્યામાં વધારો કરે છે અને પછી વ્યક્તિને બીમાર કરી દે છે.

દર્દીઓના ઇલાજમાં મદદગાર સાબિત થશે નવી જાણકારી

એન્ટીબોડી ની શોધ કરનાર યુરોપીય શોધકર્તાઓની ટીમ દ્વારા ઉંદર પર કરવામાં આવેલ પ્રયોગમાં આ જાણકારી મળી હતી કે તેમની કોશિકાઓમાં આ ખાસ 47D11 એન્ટીબોડી હોય છે. જે કોરોના વાયરસના પ્રોટીનને પકડીને સંપૂર્ણ રીતે બ્લોક કરી દે છે. જેનાથી વાયરસ ખતમ થઇ જાય છે અને ઉંદરોમાં ફેલાઈ શકતો નથી. શોધકર્તાઓનું કહેવું છે કે આ નવી જાણકારી સંક્રમિતોનાં ઇલાજમાં જોડાયેલા ડોક્ટરો અને ઇલાજ શોધી રહેલી વૈજ્ઞાનિકોને ખૂબ જ મદદગાર સાબિત થશે.

ડેલી મેલ ના રિપોર્ટ અનુસાર, શોધકર્તાઓએ લેબમાં અલગ અલગ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને ઉંદરની કોશિકાઓમાં પહોંચાડ્યા. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ ઉંદરમાં કોરોના વાયરસ પરિવારના SARS-Cov-2, સાર્સ (SARS) અને મર્સ (MERS) ને ઉંદરમાં પહોચાડ્યા હતા. તેમાંથી ફક્ત 47D11 એન્ટીબોડી જ સંક્રમણને રોકવામાં સફળ હતું. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને હરાવનાર ઉંદરની ૫૧ એન્ટીબોડી અલગ કરી છે.

સાર્સ વાયરસને એન્ટીબોડીએ કરી દીધા નિષ્ક્રિય

વૈજ્ઞાનિકોએ ઉંદર માંથી મળેલ એન્ટીબોડીને મનુષ્યને લાયક બનાવી. સાયન્સ મેગેઝીન “નેચર” ના રિપોર્ટ અનુસાર, ત્યાર બાદ હવે આ એન્ટીબોડીનું પરીક્ષણ સાર્સ કોરોના વાયરસ પર કરવામાં આવ્યું, જેને તેને નિષ્ક્રિય કરી દીધું. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ પણ સાર્સ પરિવારનો વાયરસ છે, એટલા માટે આ એન્ટીબોડી તેને પણ કમજોર કરીને ખતમ કરી દેવામાં સફળ થશે.

વૈજ્ઞાનિકોની આ ટીમના પ્રમુખ યુટ્રેચ યુનિવર્સિટીના પ્રોફેસર બેરેંડ જેન બૉશ અનુસાર, એન્ટીબોડી 47D11 કોરોના વાયરસના તે લેયર પર હુમલો કરે છે, જેનો ઉપયોગ વાયરસ વ્યક્તિની કોશિકાઓ પર વળગી રહેવા માટે કરે છે. તેમનું કહેવું છે કે માની લો કે આ એન્ટીબોડી મનુષ્યના શરીરમાં કોરોના વાયરસને ફેલાવવાથી પણ રોકી નથી શકતી, તો પણ સંક્રમણ ફેલાવવામાં વધારે સમય લાગવો નક્કી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ ની ચારેય બાજુ S-2 નામનું કાંટાવાળું પ્રોટીન સ્તર રહેલું હોય છે.

એન્ટીબોડી વાયરસને ખતમ કરી નાખે છે

કોરોના વાયરસનો કાંટાવાળો સ્તર વ્યક્તિના શરીરની કોશિકાઓને વળગી રહે છે. પછી કોશિકાઓની બહારના સ્તરને ઓગાળીને તેમની અંદર જીન્સ છોડી દે છે. કોશિકાઓમાં જીન્સ છોડ્યા બાદ વાઇરસ કોશિકાઓને ખાઈને પોતાની સંખ્યા વધારવાનું શરુ કરે છે. રીડિંગ યુનિવર્સિટિના સેલ્યુલર માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. સિમોન ક્લાર્કનું કહેવું છે કે જ્યારે કોરોના વાયરસને મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવશે, તો તેની આગળના બધા જ કામ રોકાઈ જશે.

આ એન્ટીબોડી વાયરસના સ્પાઇક પ્રોટીન પર હુમલો કરીને તેની સાથે વળગી જાય છે. તેનાથી વાઇરસ મરી જાય છે અથવા તો શરીરની કોશિકાઓ પર પોતાની પૂરી ક્ષમતા સાથે હુમલો કરી શકતો નથી. બંને પરિસ્થિતિમાં કોરોના વાયરસ વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડી શકતા નથી. જોકે હજુ એન્ટીબોડીનું ક્લિનિકલ ટ્રાયલ થવાનું બાકી છે. ત્યાર બાદ જ સ્પષ્ટ રીતે કંઈક કહી શકાશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *