વૈજ્ઞાનિકોએ સુચવ્યો નવો ફોર્મુલા જેનાથી લોકડાઉન ખોલવા છતાં પણ વાયરસને ખતમ કરી શકાશે

Posted by

એક વાયરસને કારણે સમગ્ર દુનિયા રોકાયેલી છે. તેને ચલાવવી પડશે, નહીંતર વાયરસ થી વધારે લોકો ભૂખ, બેકારી અને અન્ય રોગોચાળાથી મરી જશે. કોઈપણ વ્યક્તિને સમજમાં નથી આવી રહ્યું કે વેક્સિન બનવા સુધી અથવા ઓછામાં ઓછું કોરોનાને રોકવા સુધી દુનિયાને કેવી રીતે ખોલવામાં આવે? ભારત સહિત દુનિયાભરના દેશોએ આર્થિક દબાણોને કારણે ધીરે ધીરે લોકડાઉન ખોલવાનું શરૂ કર્યું છે, જેના લીધે એક વખત ફરીથી કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી વધવાનો ખતરો વધી જાય છે.

ભારતમાં પાછલા દિવસોમાં દરરોજ લગભગ ૪ થી ૫ હજાર નવા મામલા સામે આવવા લાગ્યા છે અને સેંકડો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અમુક લોકો લોકડાઉન માં છૂટછાટ મળવાને કારણે ચિંતિત છે, કારણકે તેમને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના દર્દીઓ વધી ગયા તો સ્થિતિ વધુ ભયાનક હશે. આવા લોકોનું માનવું છે કે સખત લોકડાઉન ચાલુ રાખવામાં આવે, ભલે આર્થિક ગતિવિધિ ના થાય. વળી અમુક લોકો એવા પણ છે જે ઇચ્છે છે કે આર્થિક ગતિવિધિ ચાલુ કરી દેવામાં આવે, ભલે લોકો મરતા રહે. કારણ કે જો આવું નહીં કરવામાં આવે તો લોકો ભૂખથી મરી જશે.

દુનિયાને ચલાવવા અને કોરોનાને હરાવવા આ છે સચોટ ઉપાય

લોકો અને સરકારોની વચ્ચે આવી કન્ફ્યુઝન ની સ્થિતિ ફક્ત ભારતમાં જ નથી, પરંતુ દુનિયાના લગભગ બધા દેશોમાં છે. એટલા માટે તમામ આંકડાઓ અને સ્થિતિઓનો અધ્યયન કર્યા બાદ વૈજ્ઞાનિકોએ દુનિયાને ચલાવવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. ડેલી મેલના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ સૂચવ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસ ખતમ ન થઈ જાય, ત્યાં સુધી દેશોએ લોકડાઉનના આ નિયમનું પાલન કરવું જોઈએ – ૫૦ દિવસ બંધ, ૩૦ દિવસ છુટછાટ.

શું છે ૫૦ દિવસ બંધ ૩૦ દિવસ છૂટછાટ નો મતલબ?

સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ વાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના યોગ્ય વૈજ્ઞાનિકોના અધ્યયનો બાદ કહેવામાં આવી છે, એટલા માટે સંભવ છે કે દુનિયાની સરકારો આ ફોર્મુલા વિશે વિચારે પોતાને ત્યાં લાગુ કરે. આ અધ્યયનને European Journal of Epidemiology માં છાપવામાં આવેલ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના વાયરસને ખતમ કરવાનો છે અને સાથોસાથ દુનિયા પણ ચલાવવાની છે, તો આપણે અમુક વર્ષો સુધી રેગ્યુલર લોકડાઉન કરવું પડશે. આ લોકડાઉન માટે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ૫૦ દિવસ સુધી સખત લોકડાઉન કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન હોય. ત્યાર બાદ ૩૦ દિવસ માટે સામાજિક અંતર અને સુરક્ષિત અંતરની વ્યવસ્થા સાથે થોડી છૂટછાટ સાથે લોકડાઉન ખોલી દેવામાં આવે. ફરી આગલા ૫૦ દિવસ સુધી સતત લોકડાઉન અને ફરી ૩૦ દિવસ છૂટછાટ, આવી રીતે ઓછામાં ઓછું ૧ વર્ષ ૬ મહિના સુધી આપણે આ ચક્ર અપનાવવું પડશે.

કંઈ ન કર્યું તો ૬ મહિના માં મરશે ૭૮ લાખ લોકો

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જો કંઈ ન કરવામાં આવે તો લગભગ ૨૦૦ દિવસમાં આ વાયરસ પોતાની રીતે સમાપ્ત થઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ૬.૫ મહિના (૨૦૦ દિવસો) મા ૧૬ દેશોમાં લગભગ ૭.૮ મીલિયન (૭૮ લાખ) લોકો મરી શકે છે. વળી જો ૫૦ દિવસ લોકડાઉન અને ૩૦ દિવસ છૂટછાટનો ફોર્મુલા અપનાવવામાં આવે તો મૃત્યુનાં આંકડાને મોટાભાગે રોકી શકાય છે. વૈજ્ઞાનિકો અનુસાર જો ૫૦-૩૦ નો ફોર્મુલા અપનાવવામાં આવ્યો તો વાયરસને અધિકતમ ૦.૮ સરેરાશ સુધી રોકવામાં આવી શકાય છે, એટલે કે ૧૦ માંથી ફક્ત ૮ લોકો વાયરસથી સંક્રમિત થશે અને ૨ લોકો સુરક્ષિત રહેશે. જોકે આ ફોર્મ્યુલા અપનાવવા માટે પણ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો માં ભારે વ્યવસ્થા કરવી પડશે, જેથી સંક્રમિત દર્દીઓને વધુમાં વધુ સંખ્યામાં સ્વસ્થ કરવામાં આવી શકે.

આ ૫૦-૩૦ ના મોડલ થી ઓછા લોકો મૃત્યુ પામશે?

ડોક્ટર ચૌધરી અને તેમની ટીમનું માનવું છે કે આ ૫૦-૩૦ના મોડલને માનવાથી આ વાયરસ લગભગ ૧૨ મહિનાથી ૧૮ મહિના સુધી રહેશે અને તેના કારણે ૧૬ દેશોના લગભગ ૩૫ લાખ લોકો મરશે. પરંતુ આ સ્થિતિ તે સ્થિતિથી ખૂબ જ સારી છે, જેમાં ૭૮ લાખ લોકો મરવાની આશંકા જણાઈ રહી છે.

શું થશે આ લોકડાઉન નો ફાયદો?

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જો સરકાર સંપૂર્ણ રીતે લોકડાઉન ખોલી દે છે, તો આગલા ૬ મહિનામાં વાયરસ કરોડો લોકોના જીવ લેશે. એટલા માટે ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે તેના માટે આ ફોર્મ્યુલા યોગ્ય માલુમ પડે છે. વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું કે જ્યારે લોકડાઉન રહે ત્યારે ખૂબ જ તેનો ખૂબ જ કડક અમલ કરવામાં આવે, જેથી વાયરસને કંટ્રોલ કરવામાં આવી શકે. આ અધ્યયન કેમ્બ્રિજ યુનિવર્સિટીના એપીડેમોલોજીસ્ટ ડોક્ટર રાજીવ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અધ્યયનમાં દુનિયાનાં ૧૬ દેશોની સ્થિતિ અને આંકડાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ દેશ છે – ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચીલી, નેધરલેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, મેક્સિકો, બાંગ્લાદેશ, નાઇજીરીયા, યુગાન્ડા, તાંઝાનિયા, અફઘાનિસ્તાન અને બરકીના ફાસો.

2 comments

  1. A EJ research Che jene kidhu hatu k 49 divas lockdown thase to India no cases ocha thase.(aaje 2 month-60days thaya)…pan vadhi rahya Che….atyare koe be Kasu nathi khabar about virus.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *