વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય હતું ૮૮ વર્ષીય પ્રહલાદભાઈ જાનીનું જીવન, કઈ પણ ખાધા-પીધા વગર પસાર કર્યું જીવન

Posted by

યોગી પ્રહલાદભાઈ જાનીનું નિધન થયું છે અને હવે આ આપણી વચ્ચે રહ્યા નથી. યોગી પ્રહલાદભાઈ એક જાણીતા બાબા હતા. જેમણે વૈજ્ઞાનિકોને પણ હેરાન કરી દીધા હતા અને દેશમાં મોટા નેતાઓએ પણ તેમની પ્રશંસા કરી હતી. હકીકતમાં યોગી પ્રહલાદભાઈ જાનીએ ઘણા વર્ષોથી અનાજનો ત્યાગ કરી દીધો હતો અને કંઈ પણ ખાધા-પીધા વગર પણ તેમની ઉર્જા ઓછી થઈ ન હતી અને આ એક સાધારણ માણસની જેમ જ રહેતા હતા.

આખરે કેવી રીતે કોઈ માણસ આટલા વર્ષો સુધી કંઈ પણ ખાધા-પીધા વગર રહી શકે છે? આ સવાલ કેટલાય વૈજ્ઞાનિકોના મનમાં ઉભો થયો અને આ સવાલનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકોએ ગુજરાતનાં યોગી પ્રહલાદભાઈ જાની ની તપાસ કરી, જેનાથી બધાને આશ્ચર્ય થયું. કેમ કે યોગ્ય પ્રહલાદભાઈ જાની કંઈ પણ ખાધા-પીધા વગર રહેવાનો દાવો સાચો સાબિત થયો.

આજે પણ તેમનું જીવન બનેલું છે રહસ્યપૂર્ણ

પ્રહલાદભાઈ જાની ના સમાચાર બીબીસી અને અલજજીરા સહિતના તમામ વિદેશી સમાચારોમાં પણ બતાવવામાં આવ્યા હતા. ત્યાં જ પ્રહલાદભાઈ જાની ના ઘણા વર્ષો સુધી ભૂખ્યા રહેવાની દાવાની તપાસ કરવા માટે રક્ષા ક્ષેત્રમાં કામ કરવાવાળી જાણીતી સંસ્થા DRDO નાં વૈજ્ઞાનિકોની ટીમે બાબાને દેખરેખ હેઠળ રાખ્યા હતા. પ્રહલાદભાઈ જાની ઉપર ૨૪ કલાક કેમેરાથી નજર રાખવામાં આવી હતી. પંદર દિવસો સુધી વૈજ્ઞાનિકો એ એમના પર નજર રાખી અને આ દરમિયાન પ્રહલાદ જાનીએ ન તો કોઈપણ વસ્તુનું સેવન કર્યું અને ન તો પાણી પીધું.

તે જ સમયે જ્યારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેમના શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ૧૦ થી ૧૨ ની વચ્ચે રહે છે. જેનાથી બધા આશ્ચર્ય ચકિત રહી ગયા. કેમકે ખાધા-પીધા વગર એમના શરીરમાં લોહીની માત્રા સંપૂર્ણ હતી. એટલે સુધી કે તેમના આશ્રમનાં ઝાડ અને છોડની પણ તપાસ કરવામાં આવી હતી. દેશની રક્ષા અને વિકાસ અનુસંધાન તરફથી બાબા જાની પર કરેલા રિસર્ચનું કોઈપણ પરિણામ સામે આવ્યું નથી. તેઓ અનાજનો ત્યાગ કરીને પણ તે કેવી રીતે આટલા સ્વસ્થ હતા તે રહસ્ય આજે પણ  રહસ્ય છે.

જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર સુધીર શાહે તેમની બે વાર તપાસ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે કંઈ પણ ખાધું પીધું નથી. અને તેમણે મળ-મૂત્રનો  પણ ત્યાગ નથી કર્યો. એમનું કહેવું હતું કે આટલા વર્ષોથી એમણે શારીરિક પરિવર્તન થઈ ચૂક્યું છે. ડોક્ટર એન્ટન લુંગર મેટાબોલિક એક્સપર્ટ ના જણાવ્યા મુજબ આ તેમની કલ્પના શક્તિથી પણ બહાર છે. ડોક્ટર વુલ્ફગેંગ માર્કેલ જે એક એકન્યુટ્રિશિયન એક્સપર્ટ છે, તેમને આશ્ચર્ય છે કે કેવી રીતે કોઈ આટલા વર્ષો સુધી ખાધા-પીધા વગર અને ઉર્જા વગર જીવવું અશક્ય છે.

આ કારણથી નથી લાગતી ભૂખ અને તરસ

લોકો તેમને “ચુંદડી વાળા માતાજી” ના નામથી ઓળખતા હતા. એવું કહેવામાં આવે છે કે ૩ કન્યાઓએ તેમની જીભ ઉપર આંગળી રાખી હતી. જેના પછી થી તેમની ભૂખ અને તરસ બંને સમાપ્ત થઈ ગઈ.

રાજકારણની હસ્તીઓ પણ થઇ આશ્ચર્યચકિત

ઘણાં રાજકીય હસ્તીઓએ પણ યોગ્ય પ્રહલાદભાઈ જાની ની પ્રશંસા કરી હતી અને પીએમ મોદી તો એમના આશ્રમમાં પણ ગયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તેમના જીવનશૈલી ના રહસ્યને લઈને ખુબજ ઉત્સુક હતા.

દરેક રોગોની હતી સારવાર

પ્રહલાદભાઈ જાનીનો એવો દાવો હતો કે તેમની પાસે એઇડ્સ, એચઆઈવી જેવા ગંભીર રોગોની પણ સારવાર છે અને આ રોગોને એક ફળથી સુધારી શકાય છે. સાથે જ નિ:સંતાન વ્યક્તિઓની પણ સારવાર કરવાનો દાવો તેમણે કર્યો હતો.

પ્રહલાદભાઈ જાની નો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૨૯ માં થયો હતો. તેઓ કુલ ૫ ભાઈ અને ૧ બહેન હતા. ૧૦ વર્ષની ઉંમરમાં તેમણે આધ્યાત્મિક જીવન પસંદ કર્યું હતું અને તેમણે મહાબલેશ્વર સહિત કેટલીય જગ્યાઓ ઉપર જઈને તપસ્યા કરી હતી. તેઓ માં અંબે ને બહુ જ માનતા હતા અને તેઓ સાડી, સિંદૂર અને નાકમાં નથણી પહેરતા હતા. ૫૦ વર્ષથી તેઓ અંબાજી મંદિરની શેષનાગના આકારવાળી ગુફાની પાસે રહેતા હતા. ત્યાં ૮૮ વર્ષની ઉંમરમાં તેમણે આ દુનિયાને હવે અલવિદા કહી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *