ચોખા અને રોટલી ભારતીય ખાણીપીણી નો સૌથી મહત્વપુર્ણ ભોજન છે. લગભગ દરેક ભારતીય ઘરમાં ચોખા અને રોટલીનું સેવન કરવામાં આવે છે, પરંતુ જે લોકો સ્થુળતાનાં શિકાર બની જાય છે અને વજન ઓછું કરવા માંગે છે, તેઓ આ બંને ચીજોનું સેવન બંધ કરી દેતા હોય છે. વજન ઘટાડવા માટે સામાન્ય નિયમ એવો છે કે તમારે કાર્બોહાઈડ્રેટ વાળા ખાદ્ય પદાર્થો ઓછા ખાવા જોઈએ અથવા તો બિલકુલ ખાવા જોઈએ નહીં. પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે તો લોકો મોટાભાગે એવું જાણવા માંગે છે કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.
રોટલીમાં ફક્ત કાર્બોહાઇડ્રેટ જ નહીં, પરંતુ અન્ય એસેંશિયલ ન્યુટ્રીએંટસ પણ હોય છે. ઘઉં પ્રોટીન, ફેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફોલેટ અને આયરન નો સૌથી સારો સ્ત્રોત હોય છે. રોટલીનું સેવન કરવાથી શરીરને બધા જ જરૂરી પોષક તત્વ મળે છે. ઘઉંમાંથી બનેલી રોટલી મેક્રો-પોષક તત્વોથી ભરપુર હોય છે, જેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે. જો કોઈ વ્યક્તિ ૬ ઇંચની રોટલી ખાય છે, તો તેના શરીરને ૧૫ ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ફાઇબર મળે છે.
કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફેટને માઇક્રો ન્યુટ્રીએંટસ કહે છે. શરીરમાં વિભિન્ન કાર્ય કરવા માટે શરીરમાં તેની વધારે માત્રા ની જરૂરિયાત પડે છે. સૌથી પહેલા તો તમારે ડેલી કાર્બોહાઈડ્રેટ નક્કી કરી લેવું જોઈએ. તેના આધાર ઉપર તમે નક્કી કરો કે તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.
જો તમે લંચ ટાઈમ માં ૩૦૦ કેલરી લો છો તો તમે ૨ રોટલી ખાઈ શકો છો. તેનાથી તમને ૧૪૦ કેલરી મળશે અને બાકી કેલરી તમને શાકભાજી અને સલાડ માંથી મળી જશે. તે વાતનું ધ્યાન રાખવું કે રોટલી સિવાય તમે જે શાકભાજી અને ફળનું સેવન કરી રહ્યા છો, તેમાં પણ કાર્બોહાઈડ્રેટ ની માત્રા હોય છે. આખા દિવસમાં ૪ રોટલી વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે બાજરાની રોટલો પણ ખાઈ શકો છો.
આખા દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ તે મુખ્ય રૂપથી તમારા શરીરના કાર્બ્સની આવશ્યકતા ઉપર નિર્ભર કરે છે. કાર્બ મોટા ભાગે શરીરને દુધ, ખાંડ, સોડા, તેલ વગેરે ચીજોમાંથી ઉપલબ્ધ થાય છે. તેમજ જો ડાયટમાં આ ચીજોની માત્રા વધારે હોય તો રોટલી ઓછી ખાવી જોઈએ.
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તે જાણવું જરૂરી છે કે કેટલી રોટલી ખાવી જોઈએ. પુરુષો અને મહિલાઓ માટે રોટલીની માત્રા અલગ અલગ હોય છે. જે મહિલાઓનો ડાયટ પ્લાન દિવસમાં ૧૪૦૦ કેલરીનું સેવન કરે છે, તેમણે ૨ રોટલી સવારે અને ૨ રોટલી સાંજના સમયે ખાવી જોઈએ. જો કોઈ વ્યક્તિના ડાયટ પ્લાનમાં ૧૭૦૦ કેલરી છે, તો તેને લંચમાં અને ડિનરમાં ૩-૩ રોટલી ખાવી જોઈએ.