વજન ઘટાડવા માટે સૌથી વધારે અસરદાર છે આ આયુર્વેદિક ચીજો, એક વખત વજન ઘટી ગયા પછી વધશે નહીં

Posted by

લોકો પોતાનું વજન ઓછું કરવા માટે શું નથી કરતા. જેટલું વજન વધારે હોય છે એટલી જ વધારે મહેનત કરવી પડે છે. તેના માટે અત્યાધિક નિષ્ઠા અને સ્થિરતા ની આવશ્યકતા હશે. પરંતુ તે સમજવું પણ ખુબ જ જરૂરી છે કે ફક્ત વધારે વર્કઆઉટ અને ડાયટિંગ થી જ વજન ઓછું નથી કરી શકાતું, પરંતુ અમુક સામાન્ય અને સરળ જીવન શૈલી પણ મહત્વની ભુમિકા નિભાવે છે.

જો તમે પણ એવા લોકો માંથી છો જે પોતાના વધતા વજનથી પરેશાન છે અને હકીકતમાં વજન ઓછું કરવા માંગે છે, તો તમારે પોતાની જીવનશૈલીમાં અમુક આદતો બદલવી જોઇએ. જેનાથી તમને વજન ઓછું કરવામાં સરળતા થઇ શકે છે. આયુર્વેદ વિશેષજ્ઞ ડોક્ટર દીક્ષા ભાવસારે હાલમાં જ અમુક એવા વિકલ્પ સુચવ્યા છે, જે વજન ઘટાડવાની બાબતમાં વાસ્તવિકતામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ડોક્ટર દીક્ષા કહે છે કે પોતાની જીવનશૈલીમાં અમુક આદતોને બદલીને તમે તે સુનિશ્ચિત કરી શકો છો કે તમારા દ્વારા ઘટાડવામાં આવેલું વજન ફરીથી ન વધી શકે. સ્થાયી રૂપથી વજન ઘટાડવા માટે આ સ્વસ્થ સ્વેપ ને પોતાની દિનચર્યામાં સામેલ કરો.

ખાંડને બદલે ગોળ નું સેવન

સફેદ ખાંડમાં ફક્ત કૅલરી હોય છે, જ્યારે ગોળ પોષક તત્વોથી ભરપુર હોય છે.

ઠંડા પાણીને બદલે ગરમ પાણીનું સેવન

ગરમ પાણી તમારા પાચનતંત્રને યોગ્ય જાળવી રાખે છે. તેની સાથે જ મેટાબોલિઝમ માં પણ સુધારો કરે છે, જેનાથી પાચન યોગ્ય રહે છે.

૫,૦૦૦ થી ૧૦,૦૦૦ પગલા દરરોજ ચાલવા

સમગ્ર દિવસ એક્ટિવેટ રહેવા (૫,૦૦૦ થી ૧૦,૦૦૦ પગલાં ચાલવા) તમારા શરીરને એક્ટિવ અને શરીરના રક્ત પરિસંચરણ ને ઠીક રાખે છે.

ફળોનો રસ પીવાને બદલે ફળનું સેવન

જ્યારે તમે ફળોના રસનું સેવન કરો છો તો તેમાંથી ફાઈબર દુર થઈ જાય છે અને જ્યુસ હોવાના લીધે તમે તેનું વધારે સહન કરી શકતા નથી. જ્યારે તમે ફળોને ચાવો છો તો ફળોનું પાચન તમારા મોઢામાંથી શરૂ થાય છે અને ફાઈબર જળવાઈ રહે છે, એટલા માટે ફળોના જ્યુસ ને બદલાય ફળનું સેવન કરવું જોઈએ.

મોડી રાત્રે ભોજન કરવાને બદલે હળવું અને પહેલા ભોજન કરી લેવું જોઈએ. રાત્રે આપણું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે, એટલા માટે રાતનું ભોજન હળવું અને જલ્દી કરવું જોઈએ (રાત્રે ૮:૦૦ વાગ્યા પહેલા).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *