એક્સરસાઈઝ કરીને સ્થૂળતાને ઓછી કરી શકાય છે અને એ જ કારણ છે કે લોકો સ્થૂળતાનો શિકાર બની જાય છે અને તેમને એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં પાતળું શરીર કરવા માટે એક્સરસાઇઝની સાથે સાથે ડાયટિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયટિંગ માત્ર લો-ફેટ ચીજ વસ્તુઓ જ સામેલ કરવાની હોય છે.
પરંતુ અમુક લોકો એવા હોય છે જેમને એક્સરસાઇઝ કરવી પસંદ નથી હોતી. જો તમે પણ એમાંથી એક હોય તો આ લેખ જરૂરથી વાંચો અહીં. તમને સ્થૂળતા ઓછી કરવાના ઘરેલુ ઉપાય જણાવીશું. આ ઉપાય કરવાથી તમારું વજન એક મહિનાની અંદર ઓછો થવા લાગશે.
હિંગ
હિંગને પાચન અને પેટ માટે સારી ગણવામાં આવે છે. આયુર્વેદમાં હિંગને ગુણકારી બતાવવામાં આવી છે. રોજ ખાવામાં હીંગનો ઉપયોગ કરવાથી પેટ સાફ રહે છે અને કબજિયાત ગેસ જેવા રોગોથી રાહત મળે છે. તે સિવાય જે લોકો સવારે હિંગનું પાણી પીવે છે, તેની ચરબી ઓછી થઈ જાય છે અને વજન પણ ઓછું થવા લાગે છે.
કેમ છે હિંગનું પાણી ફાયદાકારક?
મેટાબોલિઝ્મ ફેટ ઓછું કરવાનું કાર્ય કરે છે અને હીંગનું પાણી મેટાબોલિઝ્મને ઝડપથી કામ કરવામાં મદદરૂપ થાય છે. જેના લીધે જે લોકો સવારે હિંગનું પાણી પીવે છે તેમનું ફેટ ઝડપથી બર્ન થાય છે અને શરીરમાં વધારાની ચરબી જમા નથી થતી.
૧ મહિનામાં થઈ જશે વજન ઓછો
જે લોકો નિયમિત હિંગનું પાણી પીવે છે તે લોકોનું વજન ૧ મહિનામાં ઓછું થઈ જાય છે. તેથી વજન ઓછું કરવાની ઈચ્છા રાખતા લોકોએ દરરોજ સવારે હિંગનું પાણી પીવું જોઈએ. વજન ઓછું કરવા ઉપરાંત હિંગનું પાણી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખે છે. હાર્ટ એટેક સ્ટ્રોક બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી રક્ષણ મળે છે.
કેવી રીતે બનાવવું હિંગનું પાણી
હિંગનું પાણી તૈયાર કરવું ખુબ જ સરળ છે. હિંગનું પાણી તૈયાર કરવા માટે ૧-૨ ચપટી હિંગ અને પાણી જરૂર પડશે. એક ગ્લાસ પાણીને ગેસ પર ગરમ કરવા માટે મુકી દો અને જ્યારે પાણી હલકું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં હિંગ નાંખી અને તેને સારી રીતે મિક્સ કરવું. હવે તમારું હિંગનું પાણી બનીને તૈયાર છે.
ક્યારે પીવું જોઈએ હિંગનું પાણી
હિંગનું પાણી સવારના સમયે પીવું ઉત્તમ માનવામાં આવે છે. તમે ખોરાક લીધા પછી પાણી પી શકો છો અથવા ખાલી પેટે પણ તેનું સેવન કરી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે પાણી પીધા પછી કમસે કમ એક કલાક સુધી કોઈ જ વસ્તુ ન ખાવી. જો તમે હિંગનું પાણી પસંદ ના હોય તો તમે દહીંની સાથે પણ હીંગ મિક્ષ કરી ખાઈ શકો છો. દહીંની સાથે હિંગ પણ સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે.