વજન ઘટાડવામાં મદદગાર છે આ ૩ ડ્રિંક, જાણો તેને સેવન કરવાની રીત

Posted by

જો તમે એ લોકો માંથી છો જે વજન ઘટાડવાની માથાકૂટમાં લાગેલા છે, તો આ ત્રણ પીણાં તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જે લોકોને લાગે છે કે વજન ઘટાડવુ એ સહેલું કામ નથી, તો તે લોકો આ વાત ભૂલી જાય કેમકે આ ત્રણ વસ્તુઓ તમને વજન ઘટાડવામાં મદદ કરશે. વજન ઘટાડવા માટે ભોજન છોડવું એ કોઈ વિકલ્પ જ નથી. સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર જરૂરી છે. જોકે વજન ઘટાડવા માટે થોડો આહાર અને અભ્યાસ મદદગાર સાબિત થશે.

એક્સપોર્ટસનું માનીએ તો પ્રભાવી રૂપથી વજન ઓછું કરવા માટે વ્યક્તિનું પાચન તંત્ર સારું હોવું જોઈએ. વજન ઘટાડવાની પહેલી સીડી પાચન તંત્રનું યોગ્ય હોવું છે. ખાનપાનમાં પરિવર્તનની સાથે પાચન ક્ષમતાને વધારીને પ્રભાવી રૂપથી વજન ઘટાડી શકાય છે. જો તમને વધારે સમય સુધી પેટ ભારે કે ફુલેલું લાગે, તો આ પેય પદાર્થોનું સેવન તમને આરામ થી રહેવામાં અને વજન ઘટાડવામાં મદદ રૂપ થશે. આ હર્બલ ડ્રિંક્સ મેટાબોલિક રેટને ઝડપથી ઘટાડવાનું કામ કરે છે.

તજ ની ચા

ઘણાં લોકોને લાગે છે કે ફક્ત ગ્રીન ટી થી જ વજન ઘટાડી શકાય છે, પરંતુ એવું નથી. એના સિવાય પણ એક વિકલ્પ છે. તજ વિભિન્ન પ્રકારના ગુણોથી ભરપૂર હોય છે. રાતના સૂતા સમયે તેનું ચા ના રૂપમાં સેવન કરવાથી તમને ફાયદો મળશે. તજ વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિબાયોટિક ના ગુણોથી ભરપૂર છે.

તજની ચા બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી તજના પાવડરની જરૂર પડશે. તેને એક સાથે મિક્સ કરીને લગભગ ૨૦ મિનિટ સુધી રહેવા દો. સુવા પહેલા લગભગ અડધો કલાક પહેલા તજની ચાનું સેવન કરો. તજની ચાને મધ સાથે મેળવીને પીવાથી વધારે ફાયદો થાય છે. ખાલી પેટ પણ આનું સેવન ખુબ જ ફાયદેમંદ ગણાય છે.

મેથીનું પાણી

ઘણા લોકો મેથીનો ઉપયોગ ફક્ત ભોજન બનાવતી વખતે કરે છે. જ્યારે મેથીનું પાણી વધારે ફાયદેમંદ છે. મેથી ઘણા હદ સુધી વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ગરમી થાય છે જે વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ એક ખૂબ જ ઉત્તમ એન્ટિઓક્સિડન્ટના રૂપમાં પણ કામ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. સુવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલા પલાળેલી મેથીનું પાણી પીવું જોઈએ.

તેના માટે એક કન્ટેનરમાં ૧ કપ અથવા એક ગ્લાસ પાણી ઉકાળો અને એમાં થોડા મેથીના બી પીસીને નાખો. ઓછામાં ઓછો ૩ થી ૫ મિનિટ એને ઢાંકીને રાખો પછી તેને ગાળી લો. મેથીનું પાણી રોજ સવારે ખાલી પેટે પીવાથી પાચન સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે અને આ ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

કૈમોમાઈલ ચા

કૈમોમાઈલ ચા તમારા ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરી ઇમયુનિટી પાવરને વધારે છે. શરદીમાં આ ખૂબ જ સારો અને નેચરલ ઈલાજ છે. કૈમોમાઈલ ચા વજન ઘટાડવામાં તો મદદ કરે જ છે તો પરંતુ સાથો સાથ બ્લોટિંગમાં પણ ઘણી હદ સુધી સહાયક સાબિત થાય છે. કેલ્શિયમ પોટેશિયમ અને ફ્લેવેનોઈડ્સ થી ભરપુર કૈમોમાઈલ શરીરને ડિટોક્ષ કરવાની ક્ષમતા રાખે છે અને વિષેલા પદાર્થો તથા વધારે જમા થયેલ પાણીથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. સુવા પહેલાં એક કપ ગરમ કૈમોમાઈલ ચા તમને આરામની ઉંઘ લેવામાં મદદ કરે છે. કૈમોમાઈલ ગ્રીન ટી ના રૂપમાં માર્કેટમાં મળે છે. આને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી છોડી દઈએ અને પછી રાતના સુવા પહેલાં જ પી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *