બધા જ લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય છે. કારણ કે સ્થૂળતા દેખાવમાં જરાય સારી લાગતી નથી. ફક્ત દેખાવ માટે જ નહીં પરંતુ તમારા માટે વજન ઘટાડવું એટલા માટે પણ જરૂરી છે, કારણ કે સ્થૂળતા ઘણા પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય, તમારો મૂડ, કામ કરવાની ક્ષમતા વગેરે બધું જ પ્રભાવિત થાય છે. એટલા માટે જો તમે પહેલી વખત વજન ઘટાડવાનો સંકલ્પ લીધો છે, તો તમારે વજન ઘટાડવા સાથે જોડાયેલી અમુક નિયમોને ધ્યાનમાં રાખવાના રહેશે. ઘણી વખત લોકો આ નિયમો જાણતા નથી અને ખોટી મહેનત કરે છે. જેનાથી તેમનું વજન ઓછું થતું નથી અને બેકારની મહેનત વધી જાય છે. વજન ઘટાડવા માટે તમારે એક્સરસાઇઝ, ડાયટિંગ વગેરે કોઈપણ રીત અપનાવો, પરંતુ આ ૬ નિયમોનું ધ્યાન જરૂરથી રાખવું.
પાણી પીવું તમારા માટે વરદાન છે
જો તમે વજન ઘટાડવાની શરૂઆત કરી રહ્યા છો, તો આ બાબતોને ધ્યાનમાં રાખો કે તમારે પોતાની ખાણીપીણીમાં બદલાવ કરવો પડશે. વજન ઘટાડવા માટે પાણી વરદાન સમાન છે. તમારે દરરોજ ઓછામાં ઓછું ૯ થી ૧૨ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. તેની સાથોસાથ ભોજન લેતાંનાં ૩૦ મિનિટ પહેલા ૧ ગ્લાસ પાણી પીવું. તેનાથી તમે ઓવર ઇટિંગથી બચી શકશો. ફક્ત આ એક આદત અપનાવીને તમે ૩ મહિનામાં ૪૪% ઝડપથી પોતાનું વજન ઓછું કરી શકો છો. પાણી તમારા શરીરમાં રહેલ ગંદકીને બહાર કાઢી નાખે છે અને તમને વારંવાર ભૂખનો અહેસાસ થવા દેતું નથી.
રોજ થોડું ચાલવાની આદત રાખો
જો તમે જીમમાં જઇને એકસરસાઇઝ કરો છો અથવા પાર્કમાં વ્યાયામ અને યોગાસન કરો છો તો પણ તમારે ઝડપથી ફેટ બર્ન કરવા અને વજન ઘટાડવા માટે થોડું ચાલવું જોઈએ. વોકિંગ એક સ્લો પરંતુ કમ્પલીટ એક્સરસાઇઝ છે, જે તમારા મેટાબોલિઝમને વધારે છે. વોકિંગ સિવાય તમે જોગિંગ, સાયકલિંગ અથવા સ્વિમિંગ પણ કરી શકો છો. એક્સરસાઇઝથી અલગ આ ફિજિકલ એક્ટિવિટી તમારા સ્ટ્રેસને ઓછું કરી શકે છે અને બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ટ્રેસ વજન વધવાનું એક મોટું કારણ છે.
બેડ ફેટ છોડો, ગુડ ફેટ નહિ
મોટાભાગે લોકોને લાગે છે કે વજન વધવાનું કારણ ફેટ હોય છે. આ વાત સાચી પણ છે. પરંતુ ફેટ બે પ્રકારની હોય છે. અમુક ફેટ શરીર માટે નુકસાનકારક હોય છે, જેમકે પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, પેકેટ વાળા સ્નેક્સ, કોલ્ડ્રિંક્સ વગેરે થી મળનાર ફેટને તમારે ખાવી જોઈએ નહીં. પરંતુ અમુક ફેટ સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને તેને આપણે બંધ કરવી જોઈએ નહીં. આવી જ એક ફેક છે ઓમેગા-૩ ફેટી એસિડ. આ ફેટ તમને માછલી, નટ્સ, બીજ, ઓલિવ ઓઈલ અથવા કોકોનટ ઓઇલ માંથી મળે છે.
રોજ થોડું વિટામીન-ડી જરૂરી છે
વજન ઘટાડવા માટે તમે બંધ રૂમમાં મહેનત કરો છો તો તમારું વજન ઘટે છે, પરંતુ શરીર પણ કમજોર થઈ જાય છે. હાડકાઓની કમજોરી દૂર કરવા માટે અને શરીરના ઘણા ફંકશનને સારા બનાવવા માટે વિટામિન-ડી ખૂબ જ જરૂરી છે. વિટામીન-ડી ખાવા-પીવાની ચીજો માંથી ખૂબ જ ઓછું મળે છે. વિટામિન-ડી નો સૌથી સારો પ્રાકૃતિક સ્ત્રોત સૂર્યનાં કિરણો છે. એટલા માટે તમારે દરરોજ સવારે જ્યારે હળવો તડકો હોય તો ૧૫ થી ૩૦ મિનિટ સુધી તેમાં બેસવું, રમવું, યોગાસન અથવા વ્યાયામ કરવું જોઈએ.
પોતાનું લક્ષ્ય નક્કી રાખો
જોવામાં આવે છે કે વજન ઘટાડવા માટેનો ઉત્સાહ ઘણી વખત લોકોમાં ખૂબ જ આવે છે પરંતુ થોડા દિવસો અથવા સપ્તાહમાં તે ઉત્સાહ ઠંડો પડી જાય છે. એટલા માટે જો તમે હાલમાં જ વજન ઘટાડવા માટે અને સ્વસ્થ રહેવા માટે સંકલ્પ લીધો છે. તો પોતાનું લક્ષ્ય નક્કી કરો અને તેને કોઈ જગ્યાએ લખી લો. જેથી થોડા સમય બાદ જ્યારે તમને કંટાળો મહેસૂસ થાય તો તમે પોતાનું લક્ષ્ય યાદ કરી શકો.
એક્સાઇઝ ડાયટ અને લાઈફ સ્ટાઈલ ત્રણેય યોગ્ય રાખવાથી વજન ઘટે છે
જો તમને લાગે છે કે ફક્ત એક્સરસાઇઝ કરવાથી અથવા ફક્ત ડાયટ કરી દેવાથી વજન ઘટી જશે, તો તમે ખોટા છો. વજન ઘટાડવા માટે એક્સાઇઝ, યોગ્ય ડાયટ અને યોગ્ય લાઇફસ્ટાઇલ ત્રણેય જરૂરી છે. એવું સંભવ નથી કે તમે એક્સરસાઇઝ કરો અને પછી કંઈ પણ ખાઇ લો તો તમારું વજન ઘટશે અથવા બિલકુલ ખાવાનું ઓછું કરી દો અને એક્સરસાઇઝ ન કરો તો વજન ઘટશે અથવા તો ડાયટ અને એક્સરસાઇઝ તો યોગ્ય રાખો પરંતુ લાઇફ-સ્ટાઇલમાં ગરબડી રહેશે તો વજન ઘટશે. એટલા માટે ત્રણેય વસ્તુનું બેલેન્સ હોવું જરૂરી છે. તમે તો તેના માટે કોઈ ડાયટિશિયન અથવા ટ્રેનરની મદદ લઇ શકો છો અથવા ઓનલાઇન ટ્યુટોરિયલ્સ ની મદદ પણ લઈ શકો છો.