શું તમારા મનમાં કયારે પણ એવો સવાલ આવે છે કે વજન ઘટ્યા પછી આપણા શરીરમાં જામેલી ચરબી કયાં ચાલી જાય છે? કે પછી શરીરનું વજન ઘટતુ વધતું કેમ રહે છે? કેમ તે સ્થિર નથી રહેતું? શરીર અને સ્થૂળતાની સાથે જોડાયેલ આપણા આ સવાલ ના જવાબ અમે તમને આ આર્ટિકલમાં આપી રહ્યા છે.
જેમ કે તમે જાણતા જ હશો કે દુનિયાભરમાં મેદસ્વીતા એક મોટી સમસ્યા અને પડકાર છે. આજે વિશ્વમાં ભૂખ અને પોષક તત્વના અભાવને લીધે જેટલા લોકો મૃત્યુ પામે છે. એનાથી અનેકગણા લોકો મેદસ્વીતા અને એનાંથી ઉતપન્ન થતી બિમારીથી મૃત્યુ પામે છે. એમાંથી બચવાનો એક જ ઉપાય છે કે, સમય પર વજન ઘટાડવું જોઈએ. એટલે કે, લોકો એટલે જ નથી સમય પર વજન ઓછુ કરી શકતા કેમકે એમને ખબર જ નથી હોતી કે, એમનું બૉડી કેવી કામ કરે છે. તો ચાલો જાણીએ આના વિશે.
શરીરમાં ચરબી કેવી રીતે જમા થાય છે
સામાન્ય રીતે આપણે જે પણ કાંઈ ખાઇએ છીએ, એનાંથી અપણને એનર્જી મળે છે. જયારે તમે તમારા શરીરની જરૂરિયાત કરતા વધારે ખાય લો છો, તો ચરબી અને કાર્બસ થી મળવા વાળી એક્સ્ટ્રા એનર્જી ટ્રાઇગલીસરાઈડ્સના રૂપમાં ફેટ સેલ્સમાં જમા થઈ જાય છે. શરીર આ એનર્જીને એટલા માટે સ્ટોર કરે છે. જેને લીધે ભવિષ્યમાં જરૂરિયાત પડવા પર એનો ઉપયોગ થાય. લાંબા સમયથી એ સંગ્રહ કરેલી ચરબી વધતી જાય છે અને શરીર અલગ અલગ ભાગમાં જમા થવાને કારણે શરીરનો આકાર બગડી જાય છે.
શું છે વજન ઘટાડવાની સૌથી સાચી રીત ?
વજન ઘટવા માટે સૌથી સરળ ફોર્મ્યુલા એ છે કે તમને જેટલી કેલેરીની જરૂર છે એનાંથી ઓછી માત્રામાં કેલેરી લ્યો. સામાન્ય રીતે દરરોજ જીવનમાં જરૂર હોય એનાથી ઓછામાં ઓછી ૫૦૦ કેલેરી ઓછી ખાવી એ વજન ઘટાડવા માટે સૌથી સરળ ઉપાય છે. આનાથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વો પણ મળી જાય છે અને તમારા શરીરમાં જમા થયેલ વધારાનો ફેટ પણ ધીમે ધીમે વપરાતું જાય છે. એટલે જ પોષક તત્વોથી ભરપૂર એવો આહાર ખાઓ જેમાં કેલરી બહુ ઓછી માત્રામાં હોય અને તમને બધા જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળી રહે.
ક્યાં જાય છે શરીરમાં જમા થયેલી ચરબી ?
જ્યારે તમે જરૂરતથી ઓછી કેલરી લો છો અથવા તો એક્સરસાઇઝ કરો છો તો તમારા શરીરને એનર્જી ફેટ સેલ્સમાં પહેલાથી જમા થયેલ ફેટમાંથી લેવી પડે છે. ફેટ સેલ્સ સૌથી પહેલા તો આ ફેટને રિલીઝ કરે છે અને ફેટ એનર્જીમાં બદલવા વાળી મશીનરી માઈટોકોનડ્રિયા પાસે લઈ જાય છે. માઈટોકોનડ્રિયામાં આ ફેટ પાછું એનર્જીમાં બદલે છે. જેથી શરીર એનો ઉપયોગ કરી શકે. જો તમે રોજ આવું જ કરતા રહો કે જરૂરિયાત કરતા ઓછી ફેટ લો છો અને ખૂબ એનર્જી વાળું કામ કરો તો તમારા શરીરમાં જમા થયેલ ફેટ ઓછું થાય છે અને તમારું વજન ઘટવાનું ચાલુ થઇ જશે.
કઈ રીતે વજન ઓછું કરવુ જોઈએ
વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું છોડવાનું અથવા તો સ્ટ્રિક્ટ ડાયટિંગ કરવાની જરૂર નથી. શરીરને તનતોડ મહેનત કરાવવા વાળી એક્સરસાઇઝ કરવી પણ સારી નથી. આ બંનેના પોતાના જ નુકશાન છે. પરંતુ જો તમે બંનેનું વૈજ્ઞાનિક રીતે સંતુલિત કરીને જીવનમાં અમલ કરો તો તમારું વજન આસાનીથી ઘટી શકે છે. એનો અર્થ એ છે કે, સૌથી પહેલા તમારી ડાયટને એવા આહારથી ભરો જેમાં કેલેરી ઓછી અને પોષક તત્વો વધારે હોય. એના પછી તમારે રોજ થોડા સમય વર્કઆઉટ અને એક્સરસાઇઝ માટે સમય નીકળવો જોઈએ. જેથી શરીરમાં પહેલાથી જમા થયેલી ચરબી ખત્મ થઈ જાય. એવી જ રીતે તમે તમારા ખાવા પર કંટ્રોલ કરો અને એક્સરસાઇઝ શરૂ કરીને તમારું વજન ઘટાડી શકો છો.