વજન ઓછું કરવા માંગો છો તો સૌથી પહેલા બદલો ખાવાની આ ૩ આદતો

વજન ઘટાડવું કોઈપણ વ્યક્તિ માટે સરળ હોતું નથી. વધતા વજનને ઓછું કરવા માટે અનુશાસનનું પાલન કરવું જરૂરી હોય છે. જેમાં યોગ્ય ડાયટ અને દરરોજ વર્કઆઉટ કરવું સામેલ છે. અમુક એક્સપર્ટનું માનવામાં આવે તો એક નિશ્ચિત અંતર પર થોડું થોડું ખાવાથી મેટાબોલિઝમ યોગ્ય રહે છે અને કેલરી પણ બર્ન થાય છે. વળી એક રિસર્ચનું માનવામાં આવે તો દિવસભરમાં ઓછી માત્રામાં ભોજન લેવું યોગ્ય છે. પરંતુ ૬ વખત થી વધારે ભોજન લેવા પર તમે સ્થુળતાનો શિકાર બની શકો છો. જો કે બધા માટે વજન ઘટાડવાનો નિયમ એકસરખો હોતો નથી.

આવું એટલા માટે કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે અને તમારે તેના હિસાબથી પોતાની ડાયટનું ધ્યાન રાખવું પડે છે. જરૂરી નથી કે જે ડાયટ તમારા મિત્રોનાં કામમાં આવી હોય તેનાથી તમને પણ ફાયદો પહોંચશે. તો ચાલો જાણીએ કે વજન ઓછું કરવા માટે કેવા ડાયટ પ્લાનને ફોલો કરવો જોઈએ.

વજન ઓછું કરવા માટે ડાયટ પ્લાન એવો બનાવો, જે તમારી લાઈફસ્ટાઈલમાં ફિટ બેસે. એવું નહીં કે તમે પ્લાનિંગ તો કરો પરંતુ તેને પૂરું કરવું મુશ્કેલ બને. તેનાથી તમને ફક્ત નિરાશા પ્રાપ્ત થશે. જો તમારી ઓફિસનું ટાઈમિંગ ૯-૧૦ કલાકનો છે, તો તેવામાં શક્ય નથી કે તમે ફક્ત બે વખત ભોજન કરો. તમારે વચ્ચે હળવી ચીજોનું સેવન કરવું જોઈએ. તેના માટે તમારે પોતાના ભોજનનો પ્લાન એવો બનાવવો જોઈએ જેનાથી તમને ભુખ ન લાગે અને ભોજનની વચ્ચે એક સરખો ગેપ પણ જળવાઈ રહે. તેના માટે તમે ડાયટ એક્સપર્ટની મદદ લઈ શકો છો.

પોતાની અમુક આદત બદલો

જ્યારે તમે ઓછું ભોજન કરો છો એટલે કે તમારા શરીરને જરૂરીયાત અને કામના હિસાબથી કેલરી ઓછી મળે છે તો તમારા શરીરમાં સ્ટોર ફેટ નો ઉપયોગ કરવા લાગે છે, જેનાથી ફેટ બર્ન થાય છે. જેનાથી વજન તો ઓછું થવા લાગે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે ભુખ્યા રહો. પોતાની આદત એવી બનાવો કે તમે એટલું જ ભોજન કરો, જેટલી તમારી ભુખ હોય એટલે કે ઓવરઇટિંગ બિલકુલ કરવું નહીં.

ભોજન કરતાં સમયે ન કરો આ ભુલ

ભોજન ક્યારેય પણ ઉતાવળમાં કરવું જોઈએ નહીં. જ્યારે તમે જલ્દી જલ્દી ભોજન કરો છો ત્યારે ભોજન યોગ્ય રીતે જ ડાઈજેસ્ટ થઈ શકતું નથી. તેનાથી તમારું મેટાબોલિઝમ પણ યોગ્ય રીતે કામ કરતું નથી. એટલા માટે ભોજન અને હંમેશા યોગ્ય રીતે ચાવીને ખાવું જોઈએ. સાથોસાથ ભોજન પહેલા ૧ ગ્લાસ પાણી જરૂરથી પીવો. આવું કરવાથી તમે ઓવરઇટીંગ થી બચી શકો છો.