વજન ઓછું કરવા માટે હવે જીમ જવાની જરૂરિયાત નથી, બાબા રામદેવનાં બતાવેલ આ ઉપાયથી દરરોજ અડધો થી ૨ કિલો વજન ઘટાડી શકશો

Posted by

દુનિયામાં સ્થુળતા અને વધતા પેટની ચરબીથી પરેશાન છે. દુનિયાનાં અન્ય દેશો સિવાય હવે ભારતમાં પણ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. સ્થુળતા ખુબ જ મોટી પરેશાનીનું કારણ છે, જેના કારણે ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક, ઇન્ફર્ટિલિટી જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. યોગગુરૂ બાબા રામદેવ અનુસાર જે લોકોનો મેટાબોલિઝમ સારું નથી હોતું, તેમને સ્થુળતા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. યોગ શરીરને હેલ્ધી રાખવાની સાથે સાથે પેટની ચરબી અને વજન ઓછું કરવામાં મદદ કરે છે. એટલા માટે જીમ જવાને બદલે યોગાસન અને સારી ડાયટ દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા પોતાનું વજન ઓછું કરી શકો છો.

પોતાના ઘણા કાર્યક્રમો અને પોતાની વેબસાઇટ પર બાબા રામદેવે સ્થુળતા ઓછી કરવા માટે અમુક યોગાસન કરવાની સલાહ આપી છે. અમે તેને અહીંયા સરળ રીતે પ્રસ્તુત કરી રહ્યા છીએ. યોગગુરુ બાબા રામદેવ અનુસાર આ ઉપાયો અને યોગાસન દ્વારા એક દિવસમાં અંદાજે અડધો કિલો થી બે કિલો સુધી વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે અહીં દર્શાવવામાં આવેલા યોગાસન કરો.

સુર્ય નમસ્કાર

આ આસન કરવાથી તમારું વજન ઓછું થવાની સાથે સાથે આખું શરીર હેલ્ધી રહે છે.

અર્ધ ચક્રાસન

આ આસનની મુદ્રા અડધા વ્હીલ જેવી હોય છે. આ આસન કરવાથી તમારું વજન ઘણું ઓછું થઈ જાય છે. તેની સાથોસાથ શરીરના દરેક દુખાવામાંથી છુટકારો મળે છે.

ચક્કી ચલનાસન

આ આસન કરવાથી કમર, પેટ અને પાછળના હિસ્સામાં જમા થયેલી ચરબી માંથી છુટકારો મળે છે.

તાડાસન

આ આસનને દરરોજ ઓછામાં ઓછો ૨૦-૨૫ મિનિટ સુધી કરો.

ત્રિકોણાસન

આ યોગાસન ને લાંબા લાંબા શ્વાસની સાથે કરો. તેને દરરોજ ૧૫-૨૦ મિનિટ સુધી કરવું જોઈએ.

પાદ હસ્તાસન

તેને દરરોજ ૧૫-૨૦ મિનિટ સુધી કરો. તેનાથી સમગ્ર શરીરમાં ચરબી ઓછી કરવામાં મદદ મળશે.

પશ્ચિમ ઉત્થાન

આ આસનને અંદાજે ૧૫-૨૦ વખત કરવું જોઈએ. તેને કરવાથી બહાર નીકળી ગયેલી ફાંદ માંથી છુટકારો મળશે.

પવનમુક્તાસન

આ આસન કરવાથી પેટમાં જમા થયેલી ચરબી માંથી છુટકારો મળશે. તેનાથી કબજિયાત અને એસિડિટી ની સમસ્યા પણ ખતમ થઇ જશે.

સવાસન

આ આસન કરવાથી મન શાંત રહેશે. તેની સાથે જ શરીરમાં હળવાશ મહેસુસ થશે.

કપાલભાતિ

કપાલભાતિ દરેક રોગ માટે સંજીવની માનવામાં આવે છે. આ આસન કરવાથી પેટની ચરબી ની સાથોસાથ પાચનતંત્ર પણ તંદુરસ્ત રહે છે.

ઉત્તાનપાદાસન

આ આસન કરવાથી સ્નાયુઓ પર દબાણ પડે છે. તેની સાથે જ વજન ઓછું થવાની સાથોસાથ એબ્સ પણ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *