જોક્સ-૧
વકીલ (પતિ ને ઝેર આપનાર મહિલાને) : તો તારા પતિને કોફીમાં ઝેર મિલાવીને તેં એને પીવા આપી, ત્યારે તને એના પર દયા ન આવી?
મહિલા : દયા તો આવી હતી?
વકીલ : કયારે?
મહિલા : જ્યારે એણે કોફીનો બીજો કપ માગ્યો?
જોક્સ-૨
રીટા : માયા, તું કોઈ બેવકુફને જોઈને પરણવાનું પસંદ કરે ખરી?
માયા : ના રે ના, હું મોઢું નહીં બેંક બેલેન્સ જોઈને જ કોઈ પણ યુવાન સાથે લગ્ન કરવામાં માનું છું.
જોક્સ-૩
એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો, પંડિતજી સ્ટેજ પર ઉભા થયા અને બોલ્યા :
આ લગ્ન સામે કોઈને વાંધો હોય તો અત્યારે કહી દો, લગ્ન થયા પછી ઝઘડો થશે તો બંનેની જીંદગી બગડશે. જેને કંઈ પણ કહેવું હોય તો સામે આવીને કહી દેજો.
ત્યારે જાનૈયાઓમાં પાછળ ઉભેલી એક સુંદર છોકરી એક બાળકને ખોળામાં લઈને આગળ આવી. તેને જોઈ અંદરો અંદર વાતો થવા લાગી.
સ્ટેજ પર ઉભેલી કન્યાએ વરને થપ્પડ મારી, કન્યાના પિતા બંદુક લેવા દોડ્યા, કન્યાનાં ભાઈઓએ વરને ધોઈ નાખ્યો, કન્યાની માતા બેભાન થઈ ગઈ, ભયંકર દોડધામ મચી ગઈ.
ત્યારે પંડિતજીએ પેલી છોકરીને પુછ્યું : તમને આ લગ્નથી શું તકલીફ છે?
છોકરીએ કહ્યું : અરે પાછળ બરાબર સંભળાતું ન હતું એટલે હું આગળ આવી છું.
જોક્સ-૪
ભિખારણ : મેં ચાર દિવસથી કાઇ ખાધું નથી બેન…
બેન : સખ્ખત વિલ પાવર છે તારો તો,
મારાથી તો રહેવાય જ નહીં.
જોક્સ-૫
એક સમાચારનો પ્રતિનિધિ એક ગામડામાં એક ખેડુતની મુલાકાત લઈ રહ્યો હતો.
પ્રતિનિધિ : આપના પાડોશીઓ શું ઈમાનદાર છે?
ખેડુત : હા, ઘણા જ ઈમાનદાર છે!
જો આમ વાત છે, તો આપે અહીં આ ભરેલી બંદુક કેમ તૈયાર કરીને રાખી છે? પ્રતિનિધિએ મરઘીના વાડા તરફ આંગળી કરીને ખેડુતને પુછ્યું.
ખેડુતે કહ્યું : પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.
જોક્સ-૬
છોકરો બાઇક ચલાવતો હતો. એવામાં એક છોકરી પોતાની સ્કુટી વાળી તેને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.
છોકરાએ બુમ પાડી : “એ ભેંસ….”
છોકરીએ પાછળ જોયું અને બુમો પાડવા લાગી : ગધેડા, કુતરા, વાંદરા…
ત્યારે અચાનક છોકરીનો અકસ્માત થયો.
તે ભેંસ સાથે અથડાઈ.
મોરલ : છોકરીઓ ક્યારેય સમજી શકતી નથી કે છોકરો આખરે શું કહેવા માંગે છે.
જોક્સ-૭
પત્ની (પતિને) : તમને તે મારે શું કહેવું. કોઈ વાત સાંભળતા નથી.
એક કાનેથી વાત સાંભળી કે, બીજે કાનેથી કાઢી નાખી. મારે તે તમને શું કહેવું?
પતિ : પણ તું તો બે કાનેથી સાંભળીને, મોં એ બધી વાત કાઢી નાખે છે તેનું શું?
જોક્સ-૮
એક ફેરિયો એક ઘર પર પહોંચ્યો.
પણ ઘરની સ્ત્રીએ કહ્યું : મારે કોઈ ચીજવસ્તુ ખરીદવી નથી. તું અહીંથી ચાલ્યો જા? નહીં જાય તો મારે પોલીસને બોલાવવી પડશે, સમજ્યો?
ફેરિયો : બહેનજી, પોલીસને બોલાવવા આ સીટી ખરીદી લ્યો. કિંમત માત્ર વીસ પૈસા જ છે.
જોક્સ-૯
ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનો આઈસક્રીમ લાવ.
વેઈટર લેવા ગયો. અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યો એટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,
અરે ભાઈ, જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર લાવ!
એવામાં વેઈટર આવ્યો ને બોલ્યો : સાહેબ, જરા ધીમેથી બોલો! મારી શેઠાણીનું નામ કેસર છે.
જોક્સ-૧૦
દાકતર (મિત્રને) : આજે સવારે મેં એક દર્દીને ઓપરેશન પહેલાં કલોરોફોર્મ આપ્યું પણ તેની એના પર કોઈ અસર થઈ નહીં.
મિત્ર : એમ કેમ બન્યું હશે?
દાકતર : ઓપરેશન પછી મને ખબર પડી કે, એ માણસ રાશનની દુકાન ચલાવતો હતો.