વારંવાર સંક્રમિત કરી શકે છે કોરોના વાયરસ, ઇમ્યુનિટી પાસપોર્ટ આપવાને લઈને WHO એ આપી ચેતવણી

Posted by

કોરોના વાયરસનો કહેર દુનિયામાં સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર દેશભરમાં દર્દીઓની સંખ્યા ૨૬,૦૦૦ ની ઉપર પહોંચી ચૂકી છે. જેમાં ૨૦ હજારથી વધારે એક્ટીવ કેસ છે. અત્યાર સુધીમાં આ મહામારી થી ૮૨૬ લોકોના મૃત્યુ અને ૫૯૧૪ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) શનિવારે કહ્યું હતું કે વર્તમાનમાં એવું જરૂરી નથી કે જે લોકોને એકવાર કોરોના વાયરસ થયેલ હોય તેમને બીજી વખત સંક્રમણ નહીં થાય.

કોરોના વાયરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) શનિવારે ચેતવણી જાહેર કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું હતું કે હજુ સુધી એવું કોઈ સાક્ષ્ય નથી કે કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ચુકેલ લોકો, જેમાં રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત છે અને તે સુરક્ષિત છે અને બીજી વખત તેમને થવાની સંભાવના નથી. તેની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સંયુક્ત રાષ્ટ્ર સરકારો દ્વારા ઇમ્યુનિટી પાસપોર્ટ રજુ કરવાને લઇને પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે કોઈ પણ દેશ સ્વસ્થ થઇ ચુકેલા લોકોને ઇમ્યુનિટી પાસપોર્ટ અથવા તેનાથી મળતું અન્ય કોઈ પ્રમાણપત્ર આપીને, લોકોને યાત્રા કરવાની પરવાનગી ન આપે.

દર્દીઓમાં એન્ટિબોડીઝ બની ગયા બાદ પણ થઈ શકે છે

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માનવામાં આવતું હતું કે જે લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે તેમનામાં કોરોના વાયરસ વિરુદ્ધ એન્ટીબોડી બનેલ હોય છે અને તેઓ બીજી વખત બીમાર થતા નથી. પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) કહ્યું છે કે સ્વસ્થ થઈ ચુકેલ દર્દીઓમાં એન્ટિબોડીઝ બનવાને કારણે બીજી વખત સંક્રમિત ન થવાની કોઈ સાબિતી મળી નથી. એટલા માટે સ્વસ્થ થઈ ચુકેલ લોકો એવું ન સમજે કે હવે તેઓ આઝાદ છે અને તેમને બીજી વખત કોરોના નહીં થાય.

કોઈ પણ દેશ ઇમ્યુનિટી પાસપોર્ટ આપે નહીં

હકીકતમાં પાછલા સપ્તાહમાં ચિલીએ કહ્યું હતું કે તેઓ સંક્રમણ માંથી બહાર નીકળી ચૂકેલી લોકોને હેલ્થ પાસપોર્ટ આપશે. જેથી તે લોકો પોતાના કામ પર પરત ફરી શકે. વળી, બ્રિટનના હેલ્થ સેક્રેટરીએ હાલમાં કહ્યું હતું કે સંક્રમિત થઇને સ્વસ્થ થયેલ લોકો હવે વાયરસ માટે મોટાભાગે ઇમ્યુન થઈ ચૂક્યા હશે. તેવામાં તેમના માટે ઇમ્યુનિટી સર્ટીફીકેટ આપવા જોઈએ, જેથી તે લોકો પોતાના કામ પર અને સામાન્ય જીવનમાં પરત ફરી શકે. આ દેશોના આવા નિર્ણય બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચિંતામાં આવી ગયું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના વાયરસ પર એન્ટિબોડીઝની પ્રતિક્રિયાના શબ્દોની સમીક્ષા કરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેના પર કહ્યું હતું કે વ્યક્તિમાં કોરોના વાયરસના એન્ટિબોડીઝની તપાસ કરતાં પરીક્ષણોની પારદર્શિતા અને વિશ્વસનીયતાને હજી સાબિત કરવી પડશે. તેવામાં ઇમ્યુનિટી પાસપોર્ટ આપવાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધશે. પ્રમાણપત્ર મળવાથી સ્વસ્થ થઈ ચુકેલ લોકો કોરોના વાયરસ વિરુદ્ધ સાવધાની રાખવાની સલાહ નજર અંદાજ કરી શકે છે.

વળી ઘણા રાજ્યોમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણથી સ્વસ્થ થઈ ચુકેલ લોકોમાં વાયરસ પ્રત્યે એન્ટિબોડીઝ વિકસિત થઈ ગઈ હોય છે. પરંતુ અમુક લોકોના લોહીમાં નિષ્ક્રિય કરવા વાળી એન્ટિબોડીઝનું સ્તર ખૂબ જ ઓછું છે. તેનો મતલબ છે કે સંપૂર્ણ રીતે કહી ના શકાય કે આ લોકોને કોરોના વાયરસ બીજી વખત થશે કે નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *