વારંવાર પેશાબ આવવાની સમસ્યાથી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય, જાણો કેવી રીતે મળશે છુટકારો

Posted by

શરીરને સરળતાથી ચલાવવા માટે નિયમિત રૂપથી મળ-મૂત્રનો ત્યાગ ખૂબ જ જરૂરી છે. શરીરમાંથી યુરીન નીકળવું સારું હોય છે, પરંતુ જો તમારે વારંવાર બાથરૂમ કરવા માટે જવું પડે છે તો તે સારી બાબત નથી. વારંવાર પેશાબ આવવો તે ઇશારો કરે છે કે તમારા સ્વાસ્થ્યમાં કંઈક ગરબડ છે. જોકે ઘણી વખત તણાવને કારણે પણ લોકોને વધારે પેશાબ આવે છે. પરંતુ જો આ સમસ્યાને યોગ્ય સમય પર ઠીક કરવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક બની શકે છે. ઘરેલુ ઉપાયથી પણ તમે વારંવાર આવતા પેશાબને સમસ્યાને રોકી શકો છો.

માનસિક તણાવથી દૂર રહો

તણાવ અથવા ડિપ્રેશન એ ખૂબ જ ખતરનાક બીમારી છે. જે દેખાતી નથી પરંતુ અંદરથી જ વ્યક્તિને તોડી નાખે છે. વારંવાર પેશાબ આવવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમે ખૂબ જ વધારે તણાવ લેતા હોય. જો તમે એવું કરો છો તો તેનાથી તમારી આ સમસ્યા કાયમ માટે જળવાઈ રહેશે. તેમાં સૌથી પહેલા પોતાની લાઈફસ્ટાઈલમાં બદલાવ કરો. રોજ વહેલી સવારના સમયે ઉઠી જાઓ અને રાતના સમયસર સુઈ જાઓ. તેની સાથોસાથ ખાન-પાન ઉપર પણ વિશેષ ધ્યાન આપો. તેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે.

શુગરની માત્રા ઓછી કરો

શરીરમાં જ્યારે સુગરની માત્રા વધી જાય છે, તો વારંવાર પેશાબ જવાની સમસ્યા થવા લાગે છે. ઠંડી ઋતુમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. આ ઋતુમાં લોકો વધારે ચા અને કોફીનુ સેવન કરવા લાગે છે, જેનાથી તેમને પેશાબની પરેશાની થવા લાગે છે. તેવામાં એવા પદાર્થો ખાવાનું અને પીવાનું ઓછું કરવું જોઇએ જેમાં શુગર વધારે પડતી હોય. સાથે થોડી એક્સરસાઇઝ પણ કરો.

ક્યાંક પેટમાં કીડા તો નથી

જો તમારે વારંવાર પેશાબ કરવા માટે ઊઠવું પડે છે તો તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમારા પેટમાં કીડા હોય છે. જ્યારે પેટમાં કીડા થઇ જાય છે, તો પેશાબ જવાની સમસ્યા વધી જાય છે. ક્યારેક ક્યારેક તે સમસ્યા યૂરિન બ્લેડરમાં ઇન્ફેકશનનું કારણ પણ હોય છે. તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમને આવી કોઈ સમસ્યા લાગી રહી છે તો પોતાના ડોક્ટર સાથે એક વખત જરૂર થી સંપર્ક કરો.

ખાવા-પીવાથી સુધરશે સમસ્યા

આ સમસ્યાને તમે ઘરે બેઠા છે ઠીક કરી શકશો. જો તમારે વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ રહી હોય તો તમે દરરોજ તલ માંથી બનેલી ચીજોનું સેવન કરો, તેનાથી તમને આરામ મળશે. તે સિવાય ભોજનમાં દહીંનું પણ સેવન કરો, જેનાથી તમને વધારે ફાયદો મળશે. સાથોસાથ પોતાના ખોરાકમાં મેથી અને પાલકની માત્રા પણ વધારી દો. હળદરનું પાણી પીવાથી પણ તમે આ સમસ્યા પર પૂર્ણવિરામ લગાવી શકો છો.

મસાલેદાર ભોજન લેવાથી બચવું

મસાલાવાળું ભોજન ખાવાથી પણ આ સમસ્યા વધી શકે છે. મસાલાવાળું ભોજન યુરિન ઇન્ફેક્શનની સ્થિતિને વધારે ગંભીર બનાવી દે છે. તેનાથી તમારા શરીરમાં દુખાવો અને બળતરા મહેસુસ થાય છે. જેના કારણે બની શકે તેટલું સાદું ભોજન જ કરો, જેથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો. સાથોસાથ સંક્રમણથી બચવા માટે ખાસ ધ્યાન આપો કે નિયમિત એક્સરસાઈઝ કરવાથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *