વર્ષ ૨૦૨૧માં આ વાતોનું ધ્યાન રાખશો તો આખું વર્ષ મળશે શુભ સમાચાર અને થઈ જશો માલામાલ

Posted by

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે નવું વર્ષે તેમના જીવનમાં વધારે ખુશીઓ લઈને આવે અને નવા વર્ષમાં તેઓ ખૂબ પ્રગતિ કરે. જો કે ઘણા લોકો એવા હોય છે તેમના માટે નવુ વર્ષ ખૂબ જ સારું સાબિત થતું નથી અને તેમણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારી સાથે નવા વર્ષમાં આવું ન થાય અને નવું વર્ષમાં તમારે કોઈપણ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તો નીચે બતાવવામાં આવેલી વાતોનું ધ્યાન રાખવું. આ ચીજોને ધ્યાનમાં રાખવાથી નવા વર્ષમાં કોઈપણ પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન થશે નહીં અને નવું વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થશે.

નકારાત્મક વિચારસરણી થી દૂર રહેવું

જૂનું વર્ષ તમારા માટે યોગ્ય ન રહ્યું હોય તો તમારે નવા વર્ષમાં પોતાના માટે સારી વિચારસરણી રાખવી જોઈએ. હકીકતમાં ઘણા લોકો એવા હોય છે જે નકારાત્મક વિચારસરણી સાથે નવા વર્ષની શરૂઆત કરે છે. તેમને લાગે છે કે પાછલા વર્ષની જેમ આ નવું વર્ષ પણ એવી રીતે જ પસાર થશે. આ વિચારસરણી રાખવી બિલકુલ યોગ્ય નથી. નવા વર્ષમાં તમારે હંમેશા સકારાત્મક વિચારસરણી સાથે પ્રવેશ કરવો જોઈએ અને નકારાત્મક ચીજોને પોતાના પર હાવી થવા દેવી જોઈએ નહીં. આવું કરવાથી નવું વર્ષ સુખપૂર્વક પસાર થશે અને જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે.

કરજ લેવાથી બચવું

નવા વર્ષનાં શરૂઆતનાં દિવસોમાં ભૂલથી પણ પૈસા કરજ લેવા જોઇએ નહીં. જે લોકો નવા વર્ષની શરૂઆતથી જ પૈસા ઉધાર લે છે, તેઓ આખું વર્ષ કરજમાં ડૂબેલા રહે છે અને તેઓ ધન એકઠું કરી શકતા નથી. એટલા માટે તમારે નવા વર્ષમાં કરજ લેવું જોઈએ નહીં. આવી જ રીતે નવા વર્ષનાં શરૂઆતનાં દિવસોમાં કોઈપણ વ્યક્તિને કરજ આપવું પણ જોઈએ નહીં.

ધારદાર ચીજોનો ઉપયોગ ન કરો

નવા વર્ષની શરૂઆતના દિવસોમાં કોઈપણ પ્રકારની ધારદાર ચીજોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. માનવામાં આવે છે કે જે લોકો નવા વર્ષની શરૂઆતના દિવસોમાં ધારદાર ચીજોનો પ્રયોગ કરે છે. તેઓને સમગ્ર વર્ષ ઇજા થવાની સંભાવના વધારે રહે છે અને ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એટલા માટે નવા વર્ષમાં કાતર અને ધારદાર ચીજોનો ઉપયોગ કરવો નહીં. સાથોસાથ નવા વર્ષમાં આવી ચીજોને ખરીદીને પણ ઘરમાં લાવવી નહિ.

ઘરમાં કાચ તુટવા દેવો નહીં

શરૂઆતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈપણ પ્રકારની કાચની ચીજો તમારા ઘરમાં તુટે નહીં. નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કાચનું તૂટવું અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાંચ તુટવો દુર્ભાગ્યનો સંકેત હોય છે અને તેની સાથે જ જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. એટલા માટે તમારે કોશિશ કરવી જોઈએ કે નવા વર્ષની શરૂઆતમાં ઘરમાં રાખેલ કોઈપણ કાચનો સામાન તૂટે નહીં.

પર્સ અને તિજોરી ખાલી રાખવી નહીં

નવા વર્ષની શરૂઆત ખુશીઓની સાથે કરો અને પોતાના પર્સને તિજોરીને ખાલી રાખવા નહીં. માનવામાં આવે છે કે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં જે લોકો પર તથા તિજોરી ખાલી રાખે છે, તેમનાથી માં લક્ષ્મી રિસાઈ જાય છે. એટલા માટે તમારી આવી ભૂલ કરવી નહીં અને પોતાના પર તથા તિજોરીમાં થોડા પૈસા જરૂરથી રાખવા. આવું કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસાનો અભાવ રહેશે નહીં.

ઘરમાં સફાઈ રાખો

જે ઘરમાં સફાઈ થતી રહે છે, ત્યાં લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. એટલા માટે નવા વર્ષનાં શરૂઆતના દિવસોમાં પોતાના ઘરને જરૂર સાફ રાખવું અને ઘરને ગંદુ રાખવું નહીં. આવું કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ ધનની કમી રહેશે નહીં.

મંદિરમાં જઈને કરો પૂજા

વર્ષનાં શરૂઆતનાં દિવસોમાં તમારી મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ અને ભગવાનની સામે એક દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. તે સિવાય પોતાના કુળદેવતાની પણ પૂજા તમારે નવા વર્ષના શરૂઆતનાં મહિનાઓમાં કરવી જોઈએ. જેથી તમારું નવું વર્ષ ઉત્તમ રહે.

મીઠાઈ ખાઈને કરો શરૂઆત

નવા વર્ષના પહેલા મહિનામાં તમારે હંમેશા મીઠાઈ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. જેથી તમને આખું વર્ષ શુભ સમાચાર સાંભળવા મળી શકે.

ન કરો પૈસા ખર્ચ

નવા વર્ષના પહેલા મહિનામાં બને ત્યાં સુધી ખોટા ખર્ચમાં ધનનો બગાડ કરવો નહીં. માન્યતા છે કે જે લોકો નવા વર્ષના પહેલા મહિનામાં પૈસા ખર્ચ કરે છે, તેમની પાસે ધન ટકતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *