વર્ષ ૨૦૨૧માં મુકેશ અંબાણીએ Jio નાં ગ્રાહકોની આપી સૌથી મોટી ગિફ્ટ, ખુશખબર એવી છે ઝુમી ઊઠશો

રિલાયન્સ જીયોનાં જે ઓફરની રાહ તેના ગ્રાહકોને દર વર્ષ રહે છે, તેનું એલાન જીયો એ આજે વર્ષ ૨૦૨૦નાં છેલ્લા દિવસે કર્યું હતું. જીયો એ “હેપ્પી ન્યુ યર ઓફર ૨૦૨૧” લોન્ચ કરી છે. જીયો એ કહ્યું છે કે નવું વર્ષ એટલે કે, ૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી તેના ગ્રાહકો પહેલાની જેમ બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. એટલે કે હવે જીયો માંથી અન્ય કોઈપણ નેટવર્કમાં તમે અનલિમિટેડ કોલિંગ કરી શકશો અને એ પણ કોઈપણ વધારાનો ચાર્જ આપ્યા વગર.

જણાવી દઈએ કે હાલમાં જીયો થી અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે પ્રત્યેક પ્લાન અનુસાર IUC મિનિટ્સ મળતી હતી. જીયોએ પોતાની આ ઓફર લઈને કહ્યું છે કે તેઓ પોતાના અનલિમિટેડ ફ્રી કોલિંગનાં વચનને લઈને પ્રતિબદ્ધ છે. જો કે જેઓએ IUC ખતમ કરવાનો નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નાં આદેશ બાદ લીધો છે.

જીયો નાં ૪ બેસ્ટ પ્લાન

જીયો એ નવા વર્ષમાં IUC ખતમ કરવાની સાથે જ પોતાના ચાર બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે પણ જણાવ્યું છે. જેમાં ૧૨૯ રૂપિયા, ૧૪૯ રૂપિયા, ૧૯૯ રૂપિયા અને ૫૫૫ રૂપિયાનાં પ્લાન સામેલ છે. આ પ્લાનની વેલીડીટી ક્રમશઃ ૨૮ દિવસ, ૨૪ દિવસ, ૨૮ દિવસ અને ૮૪ દિવસની છે. આ પ્લાનના ફાયદાની વાત કરવામાં આવે તો ૧૨૯ રૂપિયા વાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે 2 GB ડેટા મળશે. વળી ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટાની સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. છેલ્લાં એટલે કે ૫૫૫ રૂપિયા વાલા પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા અને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ છે.

જીયો લઈ રહ્યું હતું IUC

જણાવી દઈએ કે પાછલા વર્ષે ૩૦ સપ્ટેમ્બરનાં રિલાયન્સ જિયોએ પહેલી વખત ઇન્ટર કનેકટેડ ચાર્જ (IUC) લાગુ કર્યો હતો. ત્યારબાદ જીયો નાં પ્રત્યેક પ્લાનમાં અમુક IUC મિનિટ્સ આપવામાં આવતી હતી. IUC મિનિટ જીયો થી અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે મળતી મિનિટ્સ છે. ઉદાહરણથી સમજવામાં આવે તો જો તમને ૧૦ રૂપિયા વાળા પ્લાનની સાથે પ IUC મિનિટ્સ મળે છે, તો આ મિનિટ્સ ખતમ થયા બાદ તમે અન્ય નેટવર્ક પર કોલિંગ કરી શકતા નથી. અન્ય નેટવર્ક પર કોલિંગ માટે તમારે ફરીથી IUC પ્લાન રિચાર્જ કરાવવાનો રહેતો હતો.

એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ IUC લેતા ન હતા

જીયો દેશની એકમાત્ર ટેલિકોમ કંપની છે, જે પોતાના યૂઝર્સ થી બીજાએ નેટવર્ક પર વાત કરવા માટે IUC લેતી હતી અને આવું પાછલા એક વર્ષથી ચાલી રહ્યું હતું. એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ નાં બધા પ્લાનની સાથે તમે બધા નેટવર્ક પર કોલિંગ કરી શકો છો, પરંતુ જીયો માં આવું હતું નહીં અને એક વર્ષ બાદ જીઓ એ IUC ખતમ કરવાનો નિર્ણય લીધો છે.