વર્ષો પહેલા કપિલ શર્માએ રાજ કુન્દ્રાને પુછ્યું હતું કે – “આટલા પૈસા કેવી રીતે કમાઓ છો?” લોકોએ કહ્યું જવાબ મળી ગયો, જુઓ વિડીયો

Posted by

શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા હાલનાં સમયે અશ્લીલ ફિલ્મોનાં મામલાને લઇને મીડિયાનાં સમાચારનો હિસ્સો બની ગયા છે. સોમવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ પણ કર્યા છે. તે ૨૩ જુલાઇ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે. તેમના ઉપર વેબ સીરીઝનાં નામ પર અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને હોટશોટ્સ નામની એક એપ પર પબ્લિશ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ જલ્દી જ તેમની પત્ની શિલ્પા શેટ્ટીને પણ પુછપરછ માટે બોલાવી શકે છે. તે પતિના વધારે બિઝનેસમાં પાર્ટનર પણ છે. એટલા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમને પણ સમન્સ મોકલી શકે છે.

તેની વચ્ચે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો કપિલ શર્માનાં શો નો છે. તેમાં રાજ પોતાની પત્ની શિલ્પા અને સાળી શમિતા શેટ્ટી સાથે શો પર આવ્યા હોય છે. શોમાં કપિલ રાજ કુન્દ્રાને તેમની કમાણીને લઈને  થોડા સવાલ પુછે છે. તેમાં તેમની આવકને લઈને પણ સવાલ પુછવામાં આવે છે. આ વિડીયો વર્ષ ૨૦૧૬નો છે.

કપિલ રાજ કુન્દ્રાને પુછે છે કે “તમે કઈ કર્યા વગર આટલા પૈસા કેવી રીતે કમાવ છો. અમે તો તમને હંમેશા પાર્ટી કરતા, ફિલ્મી કલાકારો સાથે ફુટબોલ મેચ રમતા, ક્યારેક શિલ્પાને શોપિંગ કરાવતા અને બીજા કામોમાં જ જોયા છે. પાજી અમને પણ આઈડિયા બતાવો કે કઈ કર્યા વગર આટલા પૈસા કેવી રીતે કમાઓ છો?” કપિલનો આ સવાલ સાંભળી ત્યાં રહેલા રાજ, શિલ્પા અને શમિતા ત્રણે જોરજોરથી હસવા લાગે છે.

આ વીડિયોને ટ્વિટર પર Dessie Aussie નામના યુઝરે શેર કર્યો છે. વિડિયોની સાથે તેમણે કેપ્શન માં લખ્યું- શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા ને ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કર્યા. કપિલ શર્માએ પોતાના શો માં વર્ષો પહેલા રાજ કુંદ્રાને તેમની આવક ને લઈને જે સવાલ પુછ્યો હતો, આખરે તેનો જવાબ આપણને મળી ગયો છે.

રાજ કુંદ્રાનાં જુના વિડીયો ને લોકો હવે ઘણો શેર કરી રહ્યા છે. તેના પર કૉમેન્ટ કરી લોકો રાજ કુંદ્રાની મજા પણ લઇ રહ્યા છે. જેમ કે એક યૂઝરે લખ્યું, “હવે ખબર પડી કે તે પૈસા કેવી રીતે કમાતો હતો.” જ્યારે એક અન્ય યુઝરે લખ્યું કે “સાચું રમી ગયો ગુરુ.” પછી એક બીજી કમેન્ટ આવે છે “હવે તેમની સિક્રેટ ઈનકમનો માર્ગ ખબર પડી ગઈ છે, કપિલજી.” બસ આ પ્રકારની બીજી પણ ઘણી કમેન્ટ આવવા લાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *