વાસ્તુશાસ્ત્ર મુજબ આ ૩ વસ્તુઓને ક્યારેય પણ બેડરૂમમાં રાખવી જોઈએ નહીં, પરિવારને કરી નાંખે છે બરબાદ

Posted by

કહેવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રમાં ઘરને વ્યવસ્થિત કરવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવાથી વાસ્તુદોષ લાગતો નથી અને જીવન ખુશહાલ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પલંગ ને લઈને પણ અમુક વાતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આજે આ બાબતને લઈને અમે તમને વિસ્તારપુર્વક માહિતી આપીશું.

Advertisement

ઘરમાં રહેલ એકસ્ટ્રા સામાન અને મોટાભાગના લોકો પોતાના હિસાબથી ઘરમાં કોઈપણ જગ્યાએ રાખી દેતા હોય છે. ઘણી વખત લોકો જે પલંગ ઉપર સુવે છે તેની અંદર અથવા તેની નીચે સામાન રાખે છે. તેમને અંદાજો હોતો નથી કે આવું કરવાથી તેમણે નુકશાનનો સામનો કરવો પડશે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ની અંદર અથવા નીચે અમુક એવી વસ્તુઓ હોય છે, જેને રાખવી શુભ માનવામાં આવતી નથી. વાસ્તુદોષ ને લીધે પ્રભાવિત વ્યક્તિ એ આર્થિક તથા શારીરિક સમસ્યાઓ સહન કરવી પડે છે. એટલું જ નહીં વાસ્તુ સાથે જોડાયેલા નિયમોને નજર અંદાજ કરવાથી સ્વાસ્થ્ય પણ લાંબો સમય સુધી પ્રભાવિત રહે છે.

કહેવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રમાં ઘરને વ્યવસ્થિત કરવા માટે અમુક નિયમ બનાવવામાં આવ્યા છે અને તેનું પાલન કરવાથી વાસ્તુદોષ જીવનમાંથી દુર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પલંગ ને લઈને પણ અમુક વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો ચાલો તમને વાસ્તુશાસ્ત્રના નિયમ વિશે જણાવીએ.

ઈલેક્ટ્રીક સામાન

કહેવામાં આવે છે કે ઉપયોગમાં ન આવનાર ઈલેક્ટ્રીક સામાન પલંગની નીચે અથવા અંદર રાખવો જોઈએ નહીં. આવું કરવાથી વ્યક્તિએ ધનની હાનિનો સામનો કરવો પડે છે.  એટલું જ નહીં કહેવામાં આવે છે કે આ ભુલને લીધે અનિદ્રાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. તેવામાં કોશિશ કરવી જોઈએ કે બંધ પડી ગયેલા ઈલેક્ટ્રીક સામાન ને સ્ટોર રૂમમાં રાખી દેવો.

સાવરણી

મોટાભાગે લોકો સાવરણી થી કચરો સાફ કર્યા બાદ તેને સુવાના પલંગ નીચે રાખે છે. આવું કરવું લોકોની આદત બની ગઈ છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ખુબ જ મોટો વાસ્તુ દોષ માનવામાં આવે છે. માન્યતા છે કે સાવરણી નો સબંધ ધનની દેવી માતા લક્ષ્મી સાથે હોય છે અને સાવરણી અને પલંગ નીચે રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એટલા માટે પલંગની નીચે સાવણી રાખવાથી તેની ઉપર પગ લાગી શકે છે. તેવામાં સાવરણી નું અપમાન થાય છે અને તેના લીધે ધનની તંગી અને જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે. તેવામાં સાવરણીને એવા સ્થાન પર રાખવી જોઇએ, જ્યાં લોકોના પગ લાગે નહીં અને તે કોઈની નજરમાં આવે નહીં.

લોખંડનો સામાન

ઘણી વખત લોકો જાણતાં અજાણતાં પલંગની નીચે અથવા અંદર લોખંડનો સામાન રાખી દેતા હોય છે. કહેવામાં આવે છે કે વાસ્તુ અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમારે લોખંડના સામાનની જરૂરિયાત નથી, તો તેને વેંચી નાંખવો વધારે શ્રેષ્ઠ છે. જો તમારે તેની જરૂરિયાત પડી શકે છે, તો તેમાં તેને ઘરમાં એવી જગ્યા પર રાખો જ્યાંથી સરળતાથી તેને ઉપયોગમાં લઈ શકાય.

Advertisement

Leave a Reply

Your email address will not be published.