વાસ્તુશાસ્ત્ર અનુસાર જન્માષ્ટમી પર કરો વાંસળી સાથે જોડાયેલ આ ઉપાય, ભગવાન શ્રીકૃષ્ણ જીવનનાં બધા દુ:ખ દુર કરી દેશે

૩૦ ઓગસ્ટનાં દિવસે સોમવારનાં રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર દેશમાં ખુબ જ ધામધુમથી લોકો ઊજવે છે. જન્માષ્ટમીનાં દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે અને ભગવાનની પુજા તથા વ્રત વગેરે કરે છે. એવું જણાવવામાં આવે છે કે જે લોકો જન્માષ્ટમીના દિવસે જ સાચા મનથી ભગવાન કૃષ્ણની પુજા તથા વ્રત કરે છે. તેના જીવનની બધી જ પરેશાનીઓ શ્રીકૃષ્ણ દુર કરે છે. તે સિવાય જો જન્માષ્ટમીના દિવસે અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો તેનાથી ભક્તોને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે.

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણજી ને સૌથી વધારે પ્રિય વાંસળી છે. ભગવાન શ્રી કૃષ્ણજી હંમેશા વાંસળીની સાથે નજર આવે છે. તો જન્માષ્ટમી પર વાંસળી સાથે જોડાયેલા અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ શકે છે અને જીવન ખુશહાલ બની શકે છે. આજે અમે તમને આ આર્ટીકલનાં માધ્યમથી જન્માષ્ટમી પર કરવામાં આવતા વાંસળીના અમુક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ.

વાસ્તુદોષ દુર કરવા માટે

જો તમે ભગવાન શ્રી કૃષ્ણજી ની કોઈપણ તસ્વીર અથવા પ્રતિમા જુઓ તો તેમાં ભગવાન હંમેશા વાંસળીને પોતાના હાથમાં રાખે છે. પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા વાળી વાંસળી તેમની શક્તિ હતી. જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુ દોષ છે અને તેના લીધે ઘરમાં પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી છે, તો આવી સ્થિતિમાં જન્માષ્ટમીના દિવસે ઘરમાં એક વાંસળી લાવવી જોઈએ અને રાતના સમયે ભગવાન શ્રીકૃષ્ણની પુજામાં તે વાંસળીને શ્રીકૃષ્ણજીને અર્પિત કરવી જોઈએ. ત્યારબાદ બીજા દિવસે તે વાંસળીને પોતાના ઘરમાં પુર્વ દિશાની દીવાલ પર લગાવી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વાસ્તુદોષ ધીરે-ધીરે ખતમ થઇ જાય છે.

વેપારમાં લાભ મેળવવા માટે

વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જે ઘરની અંદર લાકડાની વાંસળી હોય છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણજી રહે છે અને ઘરના બધા સદસ્યો ઉપર તેમની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે. એટલું જ નહીં પરંતુ ઘરમાં લાકડાની વાંસળી રાખવાથી ક્યારે પણ ધન અને ઐશ્વર્યમાં કમી આવતી નથી. વાંસળી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે વાંસની સુંદર વાંસળીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો છો તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવામાં સહાયતા મળે છે. જો કોઈ વ્યક્તિનો વેપાર યોગ્ય રીતે નથી ચાલી રહ્યો તો આવી સ્થિતિમાં કાર્યાલય અથવા દુકાનનાં મુખ્ય દ્વાર પર બે વાંસળી લગાવી દેવી જોઈએ. જન્માષ્ટમીના દિવસે નવી વાંસળીને શણગાર કરીને ભગવાન શ્રી કૃષ્ણજી સમક્ષ રાખીને તેની પુજા કરવી. તેનાથી હંમેશાં ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહેશે.

દાંપત્યજીવનમાં પ્રેમ માટે કરો આ ઉપાય

જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યો છે અથવા પતિ-પત્નીની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદ ચાલી રહેલ છે તો આવી સ્થિતિમાં જન્માષ્ટમીના દિવસે એક વાંસળીને ઘરે લઈ આવો અને તે વાંસળીને ભગવાન શ્રી કૃષ્ણજી ને અર્પિત કર્યા બાદ વાંસળીને પોતાના બેડ ની પાસે રાખી દો. આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશહાલી જળવાઈ રહેશે. જો ઘરમાં કોઈ બીમાર રહે છે તો તેના રૂમના દરવાજા ઉપર અથવા તકિયા પાસે વાંસળી રાખી દો. તેનાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.