વેજીટેરિયન લોકો પણ લઈ શકે છે આમલેટની મજા, ઈંડા થી નહીં પણ બટેટા થી બને છે આ ટેસ્ટી આમલેટ, જુઓ રેસીપી

Posted by

દરરોજ નાસ્તામાં એક જેવી વસ્તુઓ ખાઈને કંટાળી ચુક્યા છો, તો આજે અમે તમારા માટે વેજિટેરિયન આમલેટ ની રેસિપી લઈને આવ્યા છીએ. જી હાં, વેજિટેરિયન આમલેટ. આ આમલેટ ઈંડા થી નહીં, પરંતુ ચણાના લોટ અને બટેટા ની મદદથી તૈયાર કરવામાં આવે છે. વાત જો સ્વાદ ની કરવામાં આવે તો આ આમલેટ ઈંડા થી પણ વધારે ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હવે મોડું શા માટે કરવું જોઈએ, ચાલો તમને જણાવીએ કે પોટેટો આમલેટ કેવી રીતે તૈયાર થાય છે.

પોટેટો આમલેટ બનાવવા માટેની સામગ્રી

  • ૪ બાફેલા બટેટા
  • અડધી ચમચી આદુની પેસ્ટ
  • અડધી ચમચી લસણની પેસ્ટ
  • ૧ નાની ડુંગળી સમારેલી
  • અડધો કપ દુધ
  • અડધી ચમચી મરીનો પાવડર
  • ૧ કપ તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધો કપ ચણાનો લોટ
  • અડધી ચમચી બેકિંગ સોડા

પોટેટો આમલેટ બનાવવાની રેસીપી

પોટેટો આમલેટ બનાવવા માટે સૌથી પહેલાં તમારે બટેટાની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરીને કોઈ વાસણમાં રાખી લો. ત્યારબાદ બીજા એક વાસણમાં પાણીની મદદથી ચણાનાં લોટનું મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણની સાથે તેમાં સમારેલા બટેટા અને બાકીની અન્ય સામગ્રી ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તમારે એક પેનમાં ગરમ તેલ કરીને તેમાં આદુ-લસણની પેસ્ટ થોડા સમય માટે પકાવવાની છે.

આદુ-લસણની પેસ્ટ પાકી ગયા બાદ ઉપરથી તૈયાર કરેલ બટાકાનું મિશ્રણ ઉમેરો અને આમલેટ નાં આકારમાં ફેલાવીને તેને થોડો સમય માટે પકાવવા દો. થોડા સમય બાદ બીજી સાઈડ પણ તેને પલટાવીને યોગ્ય રીતે પકાવી લો. હવે તમારી પોટેટો આમલેટ તૈયાર છે. તેને એક પ્લેટમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *