વેરાવળનાં ડોક્ટર અતુલ ચગ નાં આપઘાતનો મામલો, સુરતમાં લોહાણા સમાજે ન્યાયની માંગણી સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું

Posted by

વેરાવળનાં લોહાણા સમાજના અગ્રણી ડોક્ટર અતુલ ચગ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા નામનાં વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ૫ઘાત કરવા માટે મજબુર કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સુરતના લોહાણા સમાજ દ્વારા કરવામાં આવેલ છે. આ બાબતમાં લોહાણા સમાજના અગ્રણીઓએ સુરત કલેકટરને આવેદન પાઠવેલ હતું.

શ્રી ઘોઘારી લોહાણા મહાજન દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદન આપીને જણાવવામાં આવેલ છે કે વેરાવળના ડોક્ટર અતુલ ચગ ને આપઘાત માટે મજબુર કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તેમના દ્વારા જવાબદાર વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેના લીધે લોહાણા સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

ડોક્ટર અતુલભાઇ ચગ નાં આપઘાત પ્રકરણને લઈને સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજનાં આગેવાનોએ માંગણી કરેલી છે કે વેરાવળ પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધીને આ પ્રકરણમાં ડોક્ટર અતુલભાઈ ચગ નાં આપઘાત માટે જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવે તથા સમગ્ર પ્રકરણની તપાસ સીઆઇડી અને ક્રાઈમ બ્રાન્ચ પાસે કરવામાં આવે એવી માંગણી કરવામાં આવેલ છે.

શ્રી ઘોઘારી લોહાણા મહાજનના પ્રમુખ ઉમંગભાઈ પાબારીએ જણાવેલ છે કે વેરાવળ ખાતે ૧૦ દિવસ પહેલા ડોક્ટર અતુલ ચગ એ આપઘાત કરેલ હતો. તેમણે પોતાની સુસાઇડ નોટમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજેશ ચુડાસમા નું નામ જણાવેલ છે, તેમ છતાં પણ તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. પોલીસ દ્વારા હજુ સુધી આ પ્રકરણમાં કોઈપણ વ્યક્તિની ધરપકડ થયેલ નથી.

જેથી આ સમગ્ર મામલામાં ઘોઘારી લોહાણા મહાજન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરેલ છે. સાથોસાથ આવેદનમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલન પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *