મહાત્મા વિદુરજીએ પોતાની નીતિઓમાં એવા પુરુષના લક્ષણોનું વર્ણન કરેલ છે, જેનું કોઈ પણ વ્યક્તિ ખરાબ કરી શકતો નથી. અનર્થ આવા મનુષ્યની પાસે ભટકતું પણ નથી. એટલે કે આવા મનુષ્યનું ખરાબ કરવાનો વિચાર કોઈના મનમાં પણ આવતો નથી. તમે ઘણી વખત એવું મહેસુસ કર્યું હશે કે આ સંસારમાં ઘણા એવા મનુષ્ય હોય છે, જે દરેક સમયે બીજાનું ખરાબ થઈ જાય એવું વિચારતા હોય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈનું ખરાબ વિચારતો જ રહે છે, પછી તે તેનો શત્રુ, પ્રતિસ્પર્ધી કે મિત્ર કેમ ન હોય. આ મનુષ્યનો સ્વાભાવિક દૂર ગુણ હોય છે.
દરેક મનુષ્ય પોતાના વિરોધીનાં અહિત વિશે વિચારે છે અથવા તો તેનું અનિષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા મનુષ્યના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું ખરાબ કરવાનો વિચાર ક્યારેય કોઈના મનમાં આવતો નથી શત્રુઓ પણ તેનો ખરાબ કરવા વિશે ક્યારેય પણ વિચારતા નથી. બધા લોકો આવા મનુષ્યનું સન્માન કરે છે.
એવું કહેવામાં આવે છે કે આવા મનુષ્ય વિરલા હોય છે અને આવા મનુષ્ય શોધવા છતાં પણ મળતા નથી. આવા ગુણ ધારણ કરવાની ક્ષમતા કોઈ સાધારણ મનુષ્યમાં હોતી નથી. સમસ્ત દેવી-દેવતાઓની કૃપાથી જ આવા ગુણ મનુષ્યની અંદર આવે છે. જેની ઉપર ભગવાનની કૃપા હંમેશા રહેતી હોય છે, એવા વ્યક્તિમાં જ આવા ગુણ આવે છે. તમે ઈચ્છો તો પોતાની અંદર પણ આવા ગુણ લાવીને આ સંસારમાં કીર્તિ મેળવી શકો છો. ત્યારબાદ તમને જોવા મળશે કે આખો સંસાર તમને હાથ જોડીને નમન કરશે.
વિદુરજીએ એવા વ્યક્તિનું વર્ણન કરીને કહ્યું છે કે, “હે માનવ, જો તારી અંદર આ ૩ લક્ષણ હોય તો અનર્થ, વિપદા, પાપ જેવા વિકાર તારી પાસે ભટકશે નહીં. લોકો ઇચ્છતા હોવા છતાં પણ તારું કંઈ અનિષ્ટ કરી શકશે નહીં. ઈશ્વરની કૃપાથી તું દરેક પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકશે અને આ સંસારમાં કીર્તિ મેળવશે.”
જો તમે જાણતા નથી તો તમને જણાવી દઈએ કે વિદુરજી સ્વયમ ધર્મરાજના અવતાર હતા એટલા માટે તેમને ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન હતું. તો ચાલો જાણી લઈએ એવા મનુષ્યના લક્ષણો વિશે જેને કરોડોમાં એક માનવામાં આવે છે અને આવા પુરુષો શોધવાથી પણ મળતા નથી.
થોડામાં સંતુષ્ટ
મહાત્મા વિદુર કહે છે કે જે મનુષ્ય પોતાના આશ્રિત લોકોમાં વહેંચણી કરીને પોતાના માટે થોડું ભોજન રાખીને સંતુષ્ટ થઈ જાય છે અથવા તો અપાર ધન પ્રાપ્ત કરવા છતાં પણ તેને સમાજ કલ્યાણમાં લગાવીને પોતાની માટે થોડું ધન રાખીને સંતુષ્ટ થાય છે તેનું અનિષ્ટ કરવાનો વિચાર કોઈ કરી શકતું નથી. પરંતુ જે મનુષ્ય બીજા પાસેથી છીનવીને પણ સંતુષ્ટ રહી શકતો નથી તે ક્યારેય સુખી રહી શકતો નથી અને હંમેશા અપમાન ને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યએ પોતાના પરિવાર તથા શરણમાં આવેલા લોકો ને સંતુષ્ટ કર્યા બાદ જે પણ બચે તેમાં સંતુષ્ટ રહીને આનંદપૂર્વક જીવન પસાર કરવું જોઈએ.
થોડો આરામ
મહાત્મા વિદુરજી અનુસાર જે મનુષ્ય સખત પરિશ્રમ કરવા છતાં પણ થોડું સુવે છે, એટલે કે જે પોતાનું સર્વસ્વ લગાવીને કાર્ય કરે છે અને થોડો જ આરામ કરે છે તે અવશ્ય કીર્તિ પ્રાપ્ત કરે છે. વળી જે મનુષ્ય થોડું કામ કરીને થાકી જાય છે અને આરામ કરવા લાગે છે તે ક્યારેય પણ સફળ બની શકતો નથી. જે મનુષ્ય સ્વયં તથા સંસારના કલ્યાણ માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે અને ક્યારેય પણ થાકતો નથી તથા ક્યારે પણ આળસ નથી કરતો તે સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરે છે.
શત્રુઓની સહાયતા
મહાત્મા વિદુર કહે છે કે જે મનુષ્ય જરૂરિયાત પડવા પર પોતાના પ્રતિદ્વંદી તથા શત્રુઓની પણ સહાયતા કરે છે, તે બધાનું મન જીતનાર વીર હોય છે. આવા મનુષ્યને તેના શત્રુ પણ હાથ જોડીને નમન કરે છે. આવા મનુષ્યમાં આ સંસારને જીતવાની અલૌકિક શક્તિ હોય છે અને તેના બળ ઉપર તે સંપૂર્ણ સંસારના પ્રાણીઓના મન ઉપર રાજ કરે છે. તેનાથી વિપરીત જે મનુષ્ય જે સ્વયં ભૂલ કરીને પણ બીજાની ઉપર દોષ ઢોળે છે અને પોતાના પ્રિયજનોને પણ દંડ આપે છે, તે બધાને ઘૃણાનું પાત્ર બની જાય છે. જે પોતાનું અપમાન સહન નથી કરી શકતો તે ક્યારેય પણ સફળ બની શકતો નથી.