વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિની પાસે આ ૫ ચીજો હોય છે તેણે સૌભાગ્યશાળી માનવામાં આવે છે

Posted by

ચાણક્યની જેમ મહાત્મા વિદુરની નીતિઓને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેમની નીતિઓ લોકોનું માર્ગદર્શન કરવાનું કામ કરે છે. તેમણે માનવ સમાજના કલ્યાણ સાથે સંબંધિત ઘણી નીતિઓ જણાવેલી છે, જેમાંથી એક નીતિમાં જણાવ્યું હતું કે એવી કઈ પાંચ ચીજો છે જે વ્યક્તિની પાસે હોય તો વ્યક્તિને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ સુખની કમી થતી નથી.

મધુર વાણી બોલવા વાળા વ્યક્તિ

વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિની જીભ ઉપર માં સરસ્વતીનો વાસ હોય છે તેને હંમેશા ભાગ્યનો સાથ મળે છે. આવા વ્યક્તિ પોતાના મધુર વાણીથી કોઈપણ વ્યક્તિનું દિલ જીતી શકે છે. મીઠું બોલનાર વ્યક્તિ દરેક જગ્યાએ સન્માન મેળવે છે.

આજ્ઞાકારી સંતાન

મહાત્મા વિદુર નીતિ અનુસાર જેમનાં સંતાન આજ્ઞાકારી હોય છે, તેમનું જીવન સુખથી ભરાઈ જાય છે. આજ્ઞાકારી સંતાન એક સુગંધિત ફુલની જેમ હોય છે, જે પોતાની આસપાસનું વાતાવરણ હંમેશાં સકારાત્મક બનાવી રાખે છે. આવા સંતાન પોતાના કુળનું નામ રોશન કરે છે. જે વ્યક્તિનું સંતાન આ યુગમાં આજ્ઞાકારી હોય છે. તેમના માતા-પિતા સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

રોગમુક્ત શરીર

વિદુર નીતિ અનુસાર જે વ્યક્તિ સ્વસ્થ હોય છે તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. કારણ કે નિરોગી વ્યક્તિ પોતાનું દરેક કાર્ય યોગ્ય રીતે કરી શકે છે અને જીવનના બધા જ સુખનો આનંદ માણી શકે છે.

જ્ઞાન વ્યક્તિનું સૌથી મોટું ધન

જે વ્યક્તિની પાસે જ્ઞાન હોય છે તે સૌભાગ્યશાળી માનવામાં આવે છે. કારણ કે જ્ઞાન ક્યારેય પણ ખતમ નથી થતી ચીજ છે. વ્યક્તિનું જ્ઞાન હંમેશા તેને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવા માટે એક હથિયારની જેમ કામ કરે છે અને તે આવક નું સૌથી મોટું સાધન પણ છે.

સારા આચરણ વાળી સ્ત્રી

કહેવામાં આવે છે કે જે ઘરમાં સારા વિચાર વાળી સ્ત્રી રહે છે, તે ઘરના લોકોની હંમેશા પ્રગતિ થાય છે. કારણ કે સારા આચરણ વાળી સ્ત્રી દેવી લક્ષ્મી સમાન માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *