વિદ્યુત જામવાલે ચુપકે થી કરી લીધી સગાઈ, તેની ગર્લફ્રેન્ડ બોલીવુડ સુંદરીઓને આપે છે ટક્કર, સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ તસ્વીરો

Posted by

બોલિવુડનાં પ્રસિદ્ધ અભિનેતા વિદ્યુત જામવાલ હાલમાં જ તાજમહેલ નાં જોવા માટે આગ્રા આવ્યા હતા. તે એક ફિલ્મની શુટિંગ માટે હાલનાં દિવસોમાં ઉત્તર પ્રદેશમાં છે. શુટિંગથી સમય કાઢીને તે તાજમહેલ જોવા પહોંચ્યા. અહીં તેમણે સારો સમય પસાર કર્યો અને ફોટોશુટ પણ કરાવ્યું. તેમની સાથે જાણીતી ફેશન ડિઝાઈનર નંદિતા મહેતાની પણ હતી.

ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે વિદ્યુત જામવાલ તાજમહેલ પહોંચ્યા હતા. તેમને જોઈ લોકો ઘણા ખુશ થઈ ગયા અને જોરજોરથી “કમાન્ડો કમાન્ડો” કહેવા લાગ્યા. એટલું જ નહીં ઘણા પર્યટકોએ તેમની સાથે સેલ્ફી પણ લેવાની કોશિશ કરી. પરંતુ સુરક્ષા કર્મીઓએ પર્યટકોને તેમની નજીક જવા દીધા નહીં. તેવામાં દુરથી જ લોકોએ તેમની ફોટો ખેંચીને કામ ચલાવ્યું.

અભિનેતા વિદ્યુત જામવાલ બપોરે લગભગ ૧:૪૫ વાગ્યે પુર્વી ગેટ થી તાજમહેલ પહોંચ્યા હતા. તેમની સાથે ફેશન ડિઝાઈનર નંદિતા મહેતાની પણ આવી હતી. તેમણે નંદિતા સાથે ફોટોશુટ કરાવ્યું. વિદ્યુત જામવાલે સફેદ ટી-શર્ટ અને સફેદ જીન્સ પહેર્યું હતું. લાંબા વાળ દાઢી અને ચશ્મા હોવાના કારણે લોકો પહેલા તેમને ઓળખી શક્યા નહીં. પરંતુ પછી થોડા પ્રશંસકોએ તેમને ઓળખી લીધા. ત્યારબાદ તેમને જોવા માટે એકદમ થી ભીડ જમા થઇ ગઈ.

પર્યટકોએ જ્યારે તેમને અવાજ લગાવ્યો તો અભિનેતાએ હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું. વિદ્યુત લગભગ એક કલાક સુધી તાજમહેલમાં રહ્યા. ત્યારબાદ તે ચાલ્યા ગયા. આ દરમિયાન તે સ્મારકની વાસ્તુકલા, પચ્ચીકારી ની જાણકારી લેતા દેખાયા. પછી ફોટોશુટ કરાવીને ત્યાંથી તે નીકળી ગયા. આ દરમિયાન ક્ષેત્ર અધિકારી સીઆઈએસએફનાં સુરક્ષા જવાન તેમની સાથે હતા.

નંદિતાને કરી રહ્યા છે ડેટ

તમને જણાવી દઈએ કે એક્ટરે જાન્યુઆરીમાં ફૅશન-ડિઝાઇનર નંદિતા મહેતાની સાથે ફોટો શેર કરી હતી. ત્યારથી તેમની ડેટિંગની ખબર સામે આવવા લાગી. હવે તે નંદિતા સાથે તાજમહેલ જોવા પહોંચ્યા છે. જોકે કપલે આજ સુધી પોતાના રિલેશનશિપ પર પબ્લિકલી કોઈ નિવેદન નથી આપ્યું. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા એક સાથે ફોટો શેર કરતા રહે છે.

કરી રહ્યા છે ખુદા-હાફિઝ-2 ની શુટિંગ

વિદ્યુત હાલનાં સમયે પોતાની ફિલ્મ ખુદા-હાફિઝ-2 ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મની શુટિંગ લખનઉમાં થઈ રહી છે. શુટિંગમાંથી સમય કાઢીને તે આગ્રા આવ્યા અને તાજમહેલને જોયો. તાજને જોયા બાદ તે લખનઉ એક્સપ્રેસ-વે થી ફરી લખનઉ ચાલ્યા ગયા. હાલનાં સમયમાં લખનઉનાં ક્રિશ્ચિયન કોલેજમાં વિદ્યુત જામવાલ ની ફિલ્મ ની શુટિંગ ચાલી રહી છે.

મહત્વપુર્ણ છે કે ખુદા-હાફિઝ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં આવી હતી. જે એક્શન થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. જ્યારે હવે આ ફિલ્મનો અલગ પાર્ટ આવી રહ્યો છે. જેની શુટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. તે પણ એક એક્શન ફિલ્મ હશે. તે સિવાય તે કમાન્ડો સિરીઝની ૩ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ પણ હિટ રહી હતી. કમાન્ડો ફિલ્મનાં ચોથા પાર્ટ પર પણ કામ ચાલી રહ્યું છે અને થોડા સમયમાં તેનું શુટિંગ પણ શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *