વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે રુદ્રાક્ષની શક્તિઓ અદભુત છે, તેને પહેરવાથી થાય છે ઘણા વૈજ્ઞાનિક લાભ, જાણો તેના અદ્ભુત લાભ વિશે

Posted by

રુદ્રાક્ષ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવ સાથે એનો ખાસ સંબંધ હોય છે. માન્યતા છે કે રુદ્રાક્ષ તન અને મન બંને ની શુદ્ધિ કરે છે. એનાથી એક પોઝિટિવ એનર્જી નીકળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એજ કારણ છે કે ઘણા લોકો રુદ્રાક્ષની માળા પહેરે છે. જ્યારે મંત્રનો જાપ કરવા માટે પણ રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારા જીવનની ઘણી સમસ્યાઓને દુર કરે છે. એનો માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક લાભ પણ હોય છે. આજે અમે તમને રુદ્રાક્ષનાં ૬ શ્રેષ્ટ લાભ વિશે જણાવવા જઈ રહ્યા છે.

દિમાગ માટે લાભકારી

રુદ્રાક્ષ પ્રાચીન ધર્મમાં ઘણું મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે તે મોટા થી મોટા રોગને પણ સારી કરવાની ક્ષમતા રાખે છે. એનો આપણા મન અને શરીર પર પોઝિટિવ અસર થાય છે. ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફ્લોરિડાનાં વૈજ્ઞાનિકોએ પણ રુદ્રાક્ષની શક્તિઓને સ્વીકારી છે. તેમના અનુસાર રુદ્રાક્ષ દિમાગ માટે ઘણું લાભકારી હોય છે. એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક પાવર હોય છે. આ શક્તિ વ્યક્તિનાં શરીરને ઘણા સકારાત્મક લાભ આપે છે.

હૃદયની બીમારી માટે ફાયદાકારક

માન્યતાઓ પ્રમાણે તો રુદ્રાક્ષ પહેરીને મનુષ્યને શારીરિક તથા માનસિક મજબુતી મળે છે. તેને પહેર્યા બાદ શરીર સ્થિર થઈ જાય છે અને દીલેવમ ઈન્દ્રિયો પર સારો પ્રભાવ પાડી ઘણી સમસ્યાઓ હલ કરે છે. ખાસ કરીને એક મુખી રુદ્રાક્ષ હૃદય સંબંધી રોગોને દુર કરવામાં સૌથી વધારે કામ આવે છે. તે તમારી બોડીમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જોકે એકમુખી રુદ્રાક્ષ દુર્લભ હોય છે. તે ઘણો ઓછો મળે છે. મળી પણ જાય તો ઘણો મોંઘો હોય છે.

બ્લડ પ્રેશરને ઓછું કરે

પંચ મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. તે તંત્રિકાને શાંત કરે છે. એનાથી સ્નાયુતંત્ર એટલે કે લિગામેન્ટ સતર્કતા આવે છે. એને પુરુષો, મહિલાઓ અને બાળકોએ પહેરવું જોઈએ. એનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં આનંદ જળવાઈ રહે છે.

મનને શાંત કરે

મનને શાંત અને એકાગ્ર કરવામાં શાનમુખી એટલે કે છ મુખ વાળો રુદ્રાક્ષ કામ આવે છે. તેને ૧૪ વર્ષથી નાનાં બાળકોને પહેરાવવામાં આવે તો તેમની ભણતરમાં એકાગ્રતા વધી જાય છે.

દુખાવામાં આરામ

રૂદ્રાક્ષના મોતીમાં ડાયનામીક પોલીરેટી ગુણ હોય છે. આ કારણે એમાં ચુંબકીય લાભ હોય છે. ચુંબકીય પ્રભાવના કારણે રુદ્રાક્ષ શરીરની નસોમાં અડચણને સમાપ્ત કરે છે. માનવામાં આવે છે કે રુદ્રાક્ષની માળા પહેરવાથી શરીરના દરેક જાતના દુખાવા અને બીમારીઓથી છુટકારો મળી જાય છે.

નકારાત્મક ઉર્જાથી બચાવે

રુદ્રાક્ષ ડાયઈલેક્ટ્રીક ગુણવાળો હોય છે. અર્થાત્ તે નેગેટિવ એનર્જીને સ્ટોર કરી શકે છે. એટલા માટે જ આપણે શારીરિક કે માનસિક રૂપથી તણાવગ્રસ્ત છીએ તો આ રુદ્રાક્ષ શરીરમાંથી નીકળવા વાળા નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સ્ટોર કરી લે છે. તેનાથી અણગમતી ઉર્જા સ્થિર થાય છે અને તંત્રિકા તંત્રમાં સુધાર આવે છે. સાથે જ હોર્મોનનું સંતુલન પણ જળવાય છે. એટલા માટે જો તમારી આસપાસ વધારે નકારાત્મક ઉર્જા રહે છે તો રૂદ્રાક્ષ પહેરવો ફાયદાકારક સાબિત થાય છે. તે તમને દરેક જાતની નેગેટિવ એનર્જી થી બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *