વિલેન બનીને તબાહી મચાવશે આ ૭ હીરો, આવનારી ફિલ્મોમાં જોવા મળશે ખુંખાર વિલનનાં રૂપમાં

Posted by

બોલીવુડમાં હાલના દિવસોમાં ઘણા કલાકાર પોતાના કમ્ફર્ટ માંથી બહાર નીકળીને ચેલેન્જીંગ રોલ સાઇન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તમને ઘણી ફિલ્મોમાં હીરોની ભુમિકા નિભાવી ચુકેલા કલાકાર વિલનનાં રોલમાં નજર આવી શકે છે. વિશ્વાસ ન હોય તો અમારો આ આર્ટીકલ વાંચી લો.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમને લઈને સમાચાર આવી રહ્યા છે કે તે વિજય સલાપતિની ફિલ્મ Thalapathy 65 માં વિલન બનશે. સાથોસાથ શાહરૂખ ખાનની પઠાન માં પણ તેઓ કંઈક આવા અંદાજમાં જોવા મળશે.

ઋત્વિક રોશન

Krrish 4 ને લઈને ખુબ જ લાંબા સમયથી સમાચારો આવી રહ્યા છે. હાલમાં જ સાંભળવા મળ્યું છે કે ફિલ્મમાં ઋત્વિક રોશન ડબલ રોલમાં હશે. ઋત્વિક ફિલ્મમાં હીરો અને વિલન બંનેની ભુમિકા નિભાવતા નજર આવશે.

અક્ષય કુમાર

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમાર સુપરહિટ ફિલ્મ ધુમ ની આગલી સિરીઝમાં નજર આવશે. ઘણા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધુમ ફ્રેન્ચાઇઝી ની આગલી ફિલ્મ ધુમ-૪ માં અક્ષય કુમાર વિલનનાં રોલમાં જોવા મળશે.

અભિમન્યુ સિંહ

અક્ષય કુમારની બચ્ચન પાંડે માં અભિમન્યુ સિંહ વિલન બનીને ખુબ જ ધમાલ મચાવનાર છે. આ ફિલ્મમાં દર્શકોને એક એકથી એક ચડિયાતા એક્શન સીન જોવા મળવાના છે.

સની દેઓલ

સમાચાર મળી રહ્યા છે કે સની દેઓલ ફિલ્મ આંખે ની સિકવલમાં વિલન બનશે. હાલમાં તો હજુ અનીસ બઝમીની આ ફિલ્મને લઈને કોઈ અપડેટ સામે આવેલ નથી.

સૈફ અલી ખાન

પ્રભાસ ની ફિલ્મ આદિપુરુષ માં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં નજર આવનાર છે.

ઈમરાન હાશ્મી

ઈમરાન હાશ્મી ખુબ જ જલ્દી સલમાન ખાનની ફિલ્મ ટાઇગર-૩ માં વિલનની ભુમિકા નિભાવનાર છે. હાલના દિવસોમાં ઈમરાન હાશ્મી જીમ માં ખુબ જ પરસેવો વહાવી રહ્યા છે. જેથી તેઓ આ ફિલ્મમાં સલમાન ખાનને જોરદાર ટક્કર આપી શકે. હાલમાં તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને કયા એક્ટરને વિલનનાં રોલમાં જોવું સૌથી વધારે પસંદ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *