વિરાટ કોહલીની ૨.૫ કરોડ રૂપિયાની પહેલી Audi કાર પોલીસ સ્ટેશનમાં ધુળ ખાઈ રહી છે, જાણો શું છે તેનું કારણ

ક્રિકેટર વિરાટ કોહલીને કોણ નથી ઓળખતું. ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને સાથે સાથે શાનદાર બેટ્સમેન છે. ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલી હંમેશા આક્રમક રૂપમાં નજર આવે છે. હાલનાં સમયે વિરાટ કોહલી ઘણા અમીર ક્રિકેટરનાં લિસ્ટમાં સામેલ છે. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીની પ્રસિદ્ધતાને કારણે તેમને ઘણા બ્રાન્ડનાં પોસ્ટરમાં જોઈ શકાય છે.

વિરાટ કોહલીને બધા યુવાન પોતાના રોલ મોડલ સમજે છે. વન ડે, T-20 કે પછી ટેસ્ટ સીરીઝ હોય, કોહલી હંમેશા પોતાના બેસ્ટ અંદાઝમાં બેટિંગ કરતાં જોવા મળે છે. વર્તમાન સમયમાં વિરાટ કોહલી ઘણી લક્ઝરી કારનાં માલિક છે. વિરાટ લક્ઝરી કારનાં ઘણાં શોખીન છે. કોહલી ઘણાં લાંબા સમયથી ઓડી ઇન્ડિયાનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલા માટે તેઓ દરેક ઓડી ઈન્ડિયાની કાર લોન્ચનાં અવસર પર જોવા મળે છે.

હંમેશા ફેન્સ દ્વારા પુછવામાં આવે છે કે જો વિરાટ કોહલીને હંમેશા નવી કાર મળે છે તો તે જુની કારનું શું કરે છે? મહારાષ્ટ્રનાં એક પોલીસ સ્ટેશનમાં વિરાટ કોહલીની એક જુની કાર પડેલી છે. પોલીસ સ્ટેશનમાં પડી રહેવાના કારણે તે કાર પર ઘણી ધુળ અને ગંદકી જામી ગઈ છે. કોહલીએ કોઈ અપરાધ તો નથી કર્યો, પરંતુ આ કારનું પોલીસ સ્ટેશનમાં પડી રહેવાનું કંઈક બીજું કારણ છે.

હકીકતમાં વાત એમ છે કે જ્યારે ઓડી ઇન્ડિયાએ R8 ને લોન્ચ કરી, વિરાટ કોહલીએ પોતાના જુના મોડલને વેચી દીધુ. આ વિરાટ કોહલીની પહેલી ૨૦૧૨ની ઓડી R8 કાર હતી. વિરાટે બ્રોકર દ્વારા વર્ષ ૨૦૧૬માં સાગર ઠક્કરને પોતાની ઓડી કાર વેચી હતી. એક વેબસાઈટ દ્વારા જાણવા મળ્યું છે કે સાગર ઠક્કર કોઈ ગોટાળામાં સામેલ હતા. જેના કારણે તેમની પ્રોપર્ટી અને કાર બંને જપ્ત કરી લેવામાં આવ્યા છે.

મુંબઈ પોલીસે કોલ સેન્ટરનાં ગોટાળાનાં કારણે તેમની સંપત્તિ પર છાપો માર્યો હતો અને તેમની કારને પણ જપ્ત કરી હતી. સાગરે ૨.૫ કરોડ રૂપિયામાં આ કાર વિરાટ પાસે ખરીદી હતી.