વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પણ કેપ્ટનશીપ છોડી, ટ્વીટર પર વિડીયો દ્વારા કરી જાહેરાત, જુઓ વિડીયોમાં શું કહ્યું

Posted by

ટીમ ઇન્ડિયાની ટી-૨૦ કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે વિરાટ કોહલીએ આઈપીએલની પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ કેપ્ટનશીપ છોડવાનું એલાન કર્યું છે. કોહલી આઇપીએલ ૨૦૨૧ બાદ આરસીબી કેપ્ટનશીપ સંભાળશે નહીં. વિરાટે આ વાતનું એલાન બેંગ્લોર દ્વારા પોતાના ટ્વિટર પર શેર કરવામાં આવેલ એક વીડિયોમાં કર્યું છે. કોહલીની કેપ્ટનશિપમાં આરસીબી ની ટીમ પાછલા ૮ વર્ષમાં એક વખત પણ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી શકી નથી.

વિરાટ કોહલીની આગેવાનીમાં આઇપીએલ ૨૦૨૦માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પ્લેઓફ માં પહોંચી હતી, પરંતુ ત્યાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૬માં કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ફાઇનલ સુધી પહોચી હતી, પરંતુ ત્યાં પણ હૈદરાબાદ ટીમ બેંગ્લોર ઉપર ભારે પડી હતી અને તેમનો ટ્રોફી જીતવાનું સપનું સાકાર થવા દીધું ન હતું.

કોહલી હાલનાં સમયમાં યુએઈમાં આઇપીએલ ૨૦૨૧ નાં બીજા સ્ટેજમાં ટીમનું નેતૃત્વ કરી રહેલ છે અને તેઓ ઇચ્છે છે કે પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને કેપ્ટનશીપ ને અલવિદા કરે. વિરાટ કોહલી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લીધો છે. આરસીબી નાં કેપ્ટને કહ્યું હતું કે તેઓ આઈપીએલમાં બેંગલોરની ટીમ તરફથી રમવાનું ચાલુ રાખશે.

વિરાટ કોહલી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સાથે વાત કર્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. આરસીબી નાં કેપ્ટને કહ્યું હતું કે તેઓ આઈપીએલમાં હંમેશા બેંગલોરની ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. કોહલીનાં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય પર આરસીબી નાં ચેરમેને કહ્યું હતું કે, “વિરાટ કોહલી લાજવાબ ક્રિકેટર્સ માંથી એક છે અને તેઓ આરસીબી માટે ખુબ જ કીમતી રહેલા છે. તેમની કામ કરવાની રીત અને તેમની લીડરશીપ સ્કિલ્સ કમાલની છે. અમે તેમના આ નિર્ણયને સપોર્ટ અને સન્માન કરીએ છીએ અને તેમના જબરજસ્ત યોગનાં માટે ધન્યવાદ કરીએ છીએ. તેમણે ફ્રેન્ચાઇઝી ઉપર પોતાની છાપ છોડી છે અને તેઓ ટીમમાં એક સિનિયર મેમ્બરનાં રૂપમાં જળવાઈ રહેશે.”

હંમેશા આરસીબી માટે આઈપીએલ રમીશ


વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “હું આઈપીએલમાં હંમેશા બેંગ્લોર માટે જ રમીશ. બધા લોકોએ મારામાં જે ભરોસો રાખ્યો છે, હું તેને આગળ વધારવાની કોશિશ કરીશ. અમારું લક્ષ્ય આઈપીએલ ટ્રોફી જીતવાનું છે. જેવી રીતે લોકો મને પહેલાં રમતા જોતા હતા એવી રીતે જ હું આગળ રમવાનું શરૂ રાખીશ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *