વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ મહાકાલ નાં દર્શન કર્યા, માથા ઉપર ચંદન અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે તસ્વીરોમાં જોવા મળ્યો નવો અવતાર

Posted by

ભારતીય ટીમના પુર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા ઇન્દોર ટેસ્ટ ખતમ થયા બાદ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. બંને ભસ્મ આરતીમાં હાજર રહેલ અને ગર્ભ ગૃહમાં પુજા કરેલી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ શરૂ છે. આ સિરીઝમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ થઈ ચુકેલ છે, જેમાં બે મેચ ઇન્ડિયા જીતી ચુકેલ છે. વળી ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા જીતેલ છે. વળી આ સિરીઝની વચ્ચે ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહી છે.

દેશભર માંથી ભગવાન મહાકાલ નાં શરણમાં વીઆઈપી શ્રદ્ધાળુઓની લાઈન મહાકાલ મંદિરમાં લાગી રહી છે. આ ક્રમમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહી ચુકેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે મહાકાલ મંદિર ની ભસ્મવાળી આરતીમાં સામેલ થયા હતા.

આ બંનેએ અંદાજે દોઢ કલાક સુધી મંદિરના નંદી હાલ માં બેસીને ભસ્મ આરતીમાં ભગવાનના આશીર્વાદ લીધા હતા. આરતી સંપન્ન થયા બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પુજન અભિષેક કરેલ.

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા શનિવારના રોજ સવારે મહાકાળ મંદિર પહોંચ્યા હતા. આ બંનેએ ભગવાન મહાકાલ ની ભસ્મ આરતીમાં સામેલ થઈને ભગવાનના આશીર્વાદ લીધા હતા.

ભગવાન મહાકાલનાં દર્શન કર્યા બાદ વિરાટ કોહલીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન “જય મહાકાલ” કહ્યું, તો અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, “મહાકાલ મંદિરમાં આવીને ભગવાન મહાકાલ નાં આશીર્વાદ લઈને ખુબ જ સારું લાગી રહ્યું છે.”

હંમેશા લાઈમલાઈટ માં રહેવાવાળા વિરાટ અને અનુષ્કા ભક્તિ અને આધ્યાત્મિક માહોલમાં નજર આવ્યા હતા. વિરાટનાં ગળામાં રુદ્રાક્ષની માળા હતી સાથોસાથ માથા ઉપર ચંદનનું મોટું ત્રિપુણ લગાવીને ધોતી પહેરેલી હતી અને સાથોસાથ ભગવાન મહાકાલ નું ધ્યાન લગાવીને બેસેલા નજર આવ્યા હતા. વળી અનુષ્કા શર્મા પણ સાડીમાં નજર આવી હતી. આ દરમિયાન તે મહાકાલ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી રહી હતી.

આ પહેલા નવા વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાબા નીમ કરૌલીનાં આશ્રમમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ બે દિવસ વૃંદાવનમાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ આનંદમય આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે સંતો સાથે મુલાકાત કરેલી હતી.

વર્ષ ૨૦૧૯માં ટેસ્ટ ફોર્મેટ માં છેલ્લી વખત શતક લગાવનાર વિરાટ કોહલી પાછલી ૨૦ ઇનિંગ્સ માં ખુબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે, જેમાં તેમણે ફક્ત ૨૫ ની સરેરાશથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટ માંથી ફક્ત એક જ વખત ૫૦ થી વધારે રન ની ઇનિંગ જોવા મળેલી છે, જે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર વર્ષ ૨૦૨૧ ડિસેમ્બરમાં રમવામાં આવેલા ટેસ્ટ મેચ દરમ્યાન આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *