આઇપીએલ ૨૦૨૩માં કાલે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની ટીમ આમને-સામને હતી. દિલ્હી કેપિટલ્સે આરસીબી ને ૭ વિકેટથી હરાવેલ છે. પહેલા દાવ લઈને આરસીબી એ ૨૦ ઓવરમાં ૧૮૧ રનનો મોટો સ્કોર કર્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે ૨૦ બોલ બાકી હતા, ત્યારે આ મેચ ને ધમાકેદાર અંદાજમાં જીતી લીધી હતી. મેચ બાદ એક સુંદર દ્રશ્ય પણ જોવા મળેલ. વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીએ પોતાના વ્યક્તિગત મતભેદોને ભુલીને એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા અને ગળે પણ મળ્યા હતા.
દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કાલે ડેવિડ વોર્નર ની સામે ફાફ ડુપ્લેસિસ ની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાયેલ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીત્યો હતો અને તેમણે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરીને બેંગ્લોરના ફાફ ડુપ્લેસીસ (૪૫) અને વિરાટ કોહલી (૫૫) એ રન ની ઇનિંગ્સ રમી હતી, જેના લીધે ૨૦ ઓવરમાં ૧૮૧ રનનો સ્કોર કરેલો હતો.
આરસીબી દ્વારા મળેલા ૧૮૨ રનનો પીછો કરવો સરળ કામ હતું નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ ના બેટ્સમેનો એ તેને આસાન બનાવી દીધું હતું. ફિલિપ સોલ્ટ એ ફક્ત ૪૫ બોલમાં તાબડતોડ ૮૭ રન ઠોકી દીધા હતા. તે સિવાય કેપ્ટન ડેવિડ વોર્નરે ૧૪ બોલમાં ૨૨ રન તથા રાઈલી રુસો એ ૨૨ બોલમાં ૩૫ રન ઠોકી દીધા હતા. આ તોફાની ઇનિંગ ને લીધે દિલ્હી એ લક્ષ્યને ફક્ત ૧૬.૪ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું હતું.
દિલ્હી કેપિટલ્સે કાલે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર શાનદાર જીત મેળવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને ૭ વિકેટથી હરાવેલ. આ જીત બાદ દિલ્હી સનરાઇઝર્સ હૈદરાબાદ કરતા એક સ્થાન ઉપર પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગયેલ છે. હવે તેમની ૧૦ મેચ માંથી ૪ જીત સહિત કુલ ૮ અંક થઈ ગયા છે.
एक्शन का रिएक्शन ऐसा होना चाहिए. यही लीजेंड की पहचान होती है. happy for Sourav Ganguly….#IPL2O23 #SouravGanguly #DelhiCapitals #ViratKohli pic.twitter.com/gf8KWsngLY
— Shivam शिवम (@shivamsport) May 6, 2023
કાલે મેચ બાત એક સુંદર દ્રશ્ય જોવા મળેલ. વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીએ પોતાના વ્યક્તિગત મતભેદ બોલીને એકબીજાની સાથે હાથ મિલાવ્યા હતા અને ગળે પણ લાગ્યા હતા. મહત્વપુર્ણ છે કે પાછલી વખત જ્યારે આ બંને ટીમો આમને સામને હતી ત્યારે કોહલી-ગાંગુલીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. આ ઘટના બાદ ખુબ જ કંટ્રોવર્સી થઈ હતી.