વિરાટ કોહલી પાછળ પાગલ છે આ ક્રિકેટરની પત્ની, અનુષ્કા શર્મા કરતાં પણ વધારે સુંદર દેખાય છે

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની આખી દુનિયા દીવાની છે. પરંતુ વિદેશોમાં પણ વિરાટ કોહલીને પસંદ કરવા વાળા ની સંખ્યા કરોડોમાં છે. વિરાટ કોહલી પોતાની સારી રમત અને શાનદાર કેપ્ટનશીપને કારણે ક્રિકેટની દુનિયા પર રાજ કરી રહ્યા છે. તેમણે પોતાનો જલવો કંઇક એવી રીતે જાળવી રાખેલો છે કે આજનાં સમયમાં કોઇપણ ક્રિકેટર ઘણી બધી બાબતોમાં વિરાટની આસપાસ પણ જોવા નથી મળતા.

ભારતીય કેપ્ટનને ચાહવા વાળાનાં લિસ્ટમાં એક નામ પાકિસ્તાની ક્રિકેટરની પત્નીનું પણ છે. મહત્વપુર્ણ છે કે વિરાટને આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. દુનિયાનાં ઘણા દેશો સાથે વિરાટ ની લોકપ્રિયતા પાકિસ્તાનમાં પણ ગજબની છે અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માં ફાસ્ટ બોલર હસન અલીની પત્ની પણ વિરાટની દિવાની છે.

હસન અલી ની પત્ની દેખાવમાં કોઈ સુંદર બોલીવુડ અદાકારા થી ઓછી નથી. જણાવી દઈએ કે હસન અલીની પત્નીનું નામ શામીયા આરઝુ છે અને શામીયા આરઝુ ભારતની દીકરી છે. શામીયા નાં લગ્ન હસન અલી સાથે ઓગસ્ટ ૨૦૧૯માં થયા હતા. શામીયા હરિયાણામાં નુહ જિલ્લાની રહેવાસી છે.

હંમેશા સોશિયલ મીડિયા પર હસન અલીની બેગમ એટલે કે શામીયા આરઝુ તો ચર્ચામાં જાળવાઈ રહે છે. તેમના ચર્ચામાં જળવાઈ રહેવાનું કારણ તેમની સુંદરતા છે. હસન અલીની પત્ની વિરાટ કોહલીને ખુબ જ પસંદ કરે છે. શામીયા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ઘણી મોટી ફેન જણાવવામાં આવે છે. જણાવી દઈએ કે શામીયા નાં પતિ હસન ભારત વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને વર્લ્ડ કપ જેવા મોટા ટુર્નામેન્ટમાં બોલિંગ કરી ચુકેલ છે.

જણાવી દઇએ કે હસન અલી જ નહીં એમના સિવાય  બીજા પણ ઘણા ક્રિકેટર્સે ભારતની યુવતીઓ સાથે લગ્ન કર્યા છે અને તે ભારતના જમાઈ કહેવાય છે. પાકિસ્તાનનાં જાણીતા બેટ્સમેન શોએબ મલિકે વર્ષ ૨૦૧૦માં ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે પોતાના જમાનાનાં સારા ક્રિકેટર મોહસીન ખાન બોલીવુડ એક્ટ્રેસ રીના રોય સાથે વિવાહ કર્યા હતા. પરંતુ પછી બંનેએ છુટાછેડા લઈને સંબંધનો અંત કરી દીધો હતો.

હસન અલીની ક્રિકેટ કારકિર્દી

૨૭ વર્ષનાં હસન અલી પાકિસ્તાનના એક શાનદાર બોલર છે. તેનું અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દી ખુબ જ શાનદાર રહેલી છે. અત્યાર સુધી હસન અલી પાકિસ્તાનની તરફથી ૧૦૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલ છે અને તેણે કુલ ૧૮૮ વિકેટ પણ લીધેલ છે. ટેસ્ટ મેચમાં તેના નામે ૫૭ વિકેટ નોંધાવી ચુકેલ છે. જ્યારે ૫૪ વન-ડેમાં તેણે ૮૩ બેટ્સમેનની વિકેટ લીધેલ છે. જ્યારે ૩૬  T-20 મેચમાં હસન અલીએ ૪૮ બેટ્સમેનને આઉટ કર્યા છે.

જ્યારે વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમની ક્રિકેટ કારકિર્દી રેકોર્ડથી ભરેલી છે. તેમણે ક્રિકેટના મેદાન પર એકથી એક શ્રેષ્ઠ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં ભારતનાં કેપ્ટન છે અને ત્રણેય ફોર્મેટમાં કુલ મેળવીને ૨૨ હજારથી વધારે રન બનાવ્યા છે. તે અત્યાર સુધી ભારત માટે ૪૩૬ વધારે મેચ રમી ચૂક્યા છે. તેમના નામે કુલ ૭૦ શતક નોંધાયા છે. જે સચિન તેંડુલકર પછી દુનિયાભરમાં સૌથી વધારે છે.